________________
સમયસાર : આત્મખ્યાતિ
શાસ્ત્રમાં એ જ વાત કહેવાનો લક્ષ છે. નાઘમો માળા, તવો | આજ્ઞાનું આરાધન એ જ ધર્મ, આજ્ઞાનું આરાધન એ જ તપ. એ લક્ષ જીવને સમજાયો નથી, તેના કારણમાં પ્રધાન કારણ સ્વછંદ છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૧૬૭) ૧૯૪
સેવે સદ્દગુરુ ચરણને, ત્યાગી દઈ નિજ પક્ષ; તો પામે પરમાર્થને, નિજ પદનો લે લક્ષ.” શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ
આમ પૂર્વકાળે કે તત્કાળે સદ્ગુરુ ગમને આધીન સ્વયંબુદ્ધપણારૂપ કે બોધિત બુદ્ધપણારૂપ કારણ થકી જ્ઞાનની ઉત્પત્તિ હોય છે એમ કહ્યું, એટલે શંકાકાર પુનઃ કહે છે - તો પછી ‘તત્ કારત્ પૂર્વ
અજ્ઞાન પ્રવાત્મા' - તે કારણથી પૂર્વે અર્થાત્ સ્વયં બુદ્ધપણા રૂપ કે બોધિત તે પૂર્વે નિત્યમેવ અપ્રતિ- બદ્ધપણા૩૫ કારણનો ભોગ બને તે પહેલાં આત્મા અજ્ઞાન જ - અજ્ઞાની જ
બુદ્ધપણાને લીધે હોવો જોઈએ. નિત્યે જ અપ્રતિબદ્ધપણું છે માટે, નિત્યમેવાપ્રતિવુદ્ધતાત્', તે આત્મા અજ્ઞાન જ
કારણની પ્રાપ્તિ પૂર્વે તેનું સદાય અપ્રતિબદ્ધપણું - અબૂઝપણું છે માટે. તેનો
પરમ સદ્ગુરુ આચાર્યવર્ય અમૃતચંદ્રજી ઉત્તર આપે છે - હ. એમ જ છે, “વતત, મહાનુભાવ ! તમે જે કહો છો તેમજ છે, અમે પણ એમજ કહીએ છીએ કે સ્વયંબુદ્ધપણા રૂપ કે બોધિતબુદ્ધપણારૂપ કારણનો જોગ બને તે પહેલાં આત્મા નિત્યે જ અપ્રતિબુદ્ધપણાને લીધે અજ્ઞાન જ અજ્ઞાન છે.
અમૃતચંદ્રજીની આ સ્પષ્ટ અમૃતવાણી પરથી મુમુક્ષુએ ખાસ લક્ષમાં લેવા યોગ્ય - મનન કરવા યોગ્ય તાત્પર્ય એ છે કે - આ સમયસાર શાસ્ત્ર આત્મા જ્ઞાન છે ને જ્ઞાન આત્મા છે એમ શાન સાથે
આત્માનું તાદાત્સ્ય ઉપદેશે છે, તેથી શુષ્કશાની વાચાશાની બની કોઈ વાચાશાનીઓએ લેવા યોગ્ય “આત્મા તો જ્ઞાનને સદાય ઉપાસી જ રહ્યો છે તો હવે જ્ઞાનને ઉપાસવાની ધડોઃ શાનદશાની જરૂર શી જરૂર છે?' એમ રખેને ન માની લે ! કારણકે જ્ઞાન તાદાભ્ય છતાં આ
આત્મા ક્ષણ પણ જ્ઞાનને ઉપાસતો નથી. આત્મા જ્ઞાન છે એમ નિશ્ચયમુખ “માત્ર શબ્દની માંહ્ય’ વાત કર્યાથી - પોકાર્યા માત્રથી કે આ શાસ્ત્ર કે આવા શાસ્ત્ર પોપટની જેમ પઢી જવા માત્રથી જ્ઞાન થતું નથી, પણ સ્વતઃ કે પરતઃ પોતા થકી કે પર થકી “પ્રતિબદ્ધપણા” થકી થાય છે - પ્રતિબુદ્ધ ભાવરૂપ સાચી શાનદશા પામવા થકી કેવલ જ્ઞાનપણે આત્મા પરિણમ્યા થકી જ થાય છે અને તે પ્રતિબદ્ધપણાની પ્રાપ્તિ પણ સ્વયંબુદ્ધપણાને કે બોધિતબુદ્ધપણાને આધીન છે, અર્થાતુ કાં તો પોતાને સ્વયં પૂર્વારાધિત જ્ઞાન સંસ્કાર જાગ્રત થવાથી કે આત્મજ્ઞાની આત્મારામી સદૃગુરુની ઉપાસનાથી - ચરણ સમીપે બેસવા રૂપ “ઉપનિષદુથી પ્રતિબોધ પામવાથી જ્ઞાનરૂપ પ્રતિબદ્ધપણું પ્રાપ્ત થાય, ને તે પ્રાપ્ત થવા પૂર્વે તો સદાય અજ્ઞાનરૂપ અપ્રતિબુદ્ધપણું જ હોય. આ અંગે વર્તમાન યુગના સંતશિરોમણિ પરમ આત્મજ્ઞાની આત્મારામી શ્રીમદ્ રાજચંદ્રજીના આ ટંકોત્કીર્ણ વચનામૃત પ્રત્યેક મુમુક્ષુએ હૃદયમાં કોતરી રાખવા યોગ્ય છે -
ધર્મ તેનું નામ આપી શકાય કે જે ધર્મ થઈને પરિણમે, જ્ઞાન તેનું નામ હોય કે જે જ્ઞાન થઈને પરિણમે."
“આત્મજ્ઞાન સહજ નથી.” “પંચીકરણ' “વિચારસાગર” વાંચીને કથન માત્ર માન્યાથી જ્ઞાન થાય નહીં. જેને અનુભવ થયો છે એવા અનુભવિના આશ્રયે તે સમજી તેની આજ્ઞા પ્રમાણે વર્તે તો જ્ઞાન
થાય,
જેને આત્મસ્વરૂપ પ્રાપ્ત થાય છે, પ્રગટ છે, તે પુરુષ વિના બીજો કોઈ તે આત્મસ્વરૂપ યથાર્થ કહેવા યોગ્ય નથી.
જીવે ધર્મ પોતાની કલ્પના વડે અથવા કલ્પના પ્રાપ્ત અન્ય પુરુષ વડે શ્રવણ કરવા જોગ, મનન
૨૨૨