________________
સમયસાર : આત્મખ્યાતિ
જે આત્મભાવ વડે કરીને આત્મા સાધવા યોગ્ય સાધ્ય અને તે સાધ્યનું સાધક એવું સાધન હોય, તે આત્મભાવ વડે કરીને જ, આત્મસાધક એવા “સાધુએ” - સત્ સાધક સાધુ પુરુષે “આ” - પ્રત્યક્ષ - અનુભૂયમાન આત્માનું સદા ઉપાસન - આરાધન - સેવન કરવા યોગ્ય છે એમ પરો પ્રત્યે વ્યવહારથી ઉપદેશવામાં આવે છે, અર્થાત આ નિશ્ચયરૂપ આત્મભાવ શબ્દથી અવાચ્ય છે, એટલે તે આત્મભાવ પ્રત્યે પ્રેરિત કરવા માટે - અન્યને સમજાવવા માટે ભેદકલ્પનારૂપ વ્યવહારથી સાધક એવા સાધુએ દર્શન-જ્ઞાન-ચારિત્ર સદા ઉપાસના કરવા યોગ્ય છે, એમ મુમુક્ષુઓને ઉપદેશ દેવાય છે, દર્શન-જ્ઞાન-ચારિત્ર એ આત્મસ્વરૂપના સાધક સાધન રૂપ આત્મભાવ છે અને એ આત્મસાધન વડે શુદ્ધ આત્મારૂપ સહજાત્મસ્વરૂપ, સાધ્ય ભાવ સિદ્ધ કરવાનો છે, એટલા માટે આત્માર્થીએ દર્શન-જ્ઞાન-ચારિત્ર નિરંતર અખંડ એકનિષ્ઠાથી સાધવા યોગ્ય છે - આરાધવા યોગ્ય છે. એમ શાસ્ત્રકર્તા સદ્દગુરુથી સતુ જિજ્ઞાસુ શિષ્ય પ્રત્યે વ્યવપદેશભેદ રૂપ વ્યવહારથી અનુશાસન કરાય છે. વળી તે ત્રણેય-દર્શન જ્ઞાન ચારિત્ર પણ “પરમાર્થથી” - નિશ્ચયથી - તત્ત્વથી તો એક આત્મા જ છે, કારણકે અત્રે વસ્તૃતરનો – અન્ય વસ્તુનો અભાવ છે, અર્થાત્ દર્શન-જ્ઞાન-ચારિત્ર એ આત્મા સિવાય બીજી કોઈ વસ્તુ નથી. - શ્રીપાળ રાસમાં શ્રી ઉપાધ્યાયજી યશોવિજયજીએ ગાયું છે તેમ “દર્શન એહી જ આતમા, જ્ઞાન એહી જ આત્મા, ચારિત્ર એહી જ આતમા.” આત્મા એ જ દર્શન-જ્ઞાન-ચારિત્ર છે, અથવા દર્શન-જ્ઞાન-ચારિત્ર એ એક આત્મા જ છે, આત્માના અંગભૂત - આત્મસ્વભાવભૂત સહજત્મસ્વરૂપ હોઈ આત્માથી અભિન્ન છે. જેમ કોઈ દેવદત્ત નામનો માણસ છે, તેનું જ્ઞાન, શ્રદ્ધાન અને અનુચરણ દેવદત્તના સ્વભાવના
અનતિક્રમથી - અનુલ્લંઘનથી દેવદત્ત જ છે, વવંતર નથી - બીજી કોઈ આત્માનું જ્ઞાન - શ્રદ્ધાન - વસ્તુ નથી, અર્થાતુ દેવદત્તના જ્ઞાન-શ્રદ્ધાન-અનુચરણ દેવદત્તનો સ્વભાવનું અનુચરણ આત્મા જ ઉલ્લંઘન ન કરતા હોઈ, દેવદત્તના અંગભૂત સ્વભાવભૂત હોઈ, દેવદત્ત જ
છે, અન્ય વસ્તુ નથી, તેમ આત્માની બાબતમાં પણ આત્માનું જ્ઞાન શ્રદ્ધાન અને અનુચરણ આત્મસ્વભાવના અનતિક્રમથી - અનુલ્લંઘનથી આત્મા જ છે, વસ્તૃતર નથી - બીજી કોઈ વસ્તુ નથી, અર્થાત્ આત્માના જ્ઞાન શ્રદ્ધાન અને અનુચરણ આત્મસ્વભાવનું ઉલ્લંઘન ન કરતા હોઈ, આત્માના અંગભૂત સ્વભાવભૂત હોઈ, આત્મા જ છે, અન્ય વસ્તુ નથી.
આમ દર્શન-જ્ઞાન-ચારિત્ર નિશ્ચયથી - પરમાર્થથી આત્મારૂપ હોઈ તેનું આત્માથી અભિન્નપણું છે. એથી સાધકે આત્મસાધન એવા દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ આત્મભાવની નિત્ય ઉપાસના કરવી, એટલે પરમાર્થથી એક આત્માની જ ઉપાસના કરવી, એમ આપોઆપ પ્રદ્યોતે છે - અત્યંતપણે સ્પષ્ટ દીવા જેવું પ્રકાશે છે, અર્થાત્ સાધ્ય-સાધક ભાવે આત્મા જ એક નિત્ય ઉપાસ્ય છે એવો નિશ્ચય સિદ્ધાંત સ્થાપિત થયો. સાધ્ય પણ આત્મા છે અને સાધક સાધનાર સાધન પણ આત્મા જ છે, એટલે દર્શન-જ્ઞાનચારિત્રથી અભિન્ન એવો એક આત્મા જ “આત્મસિદ્ધિ'ના અભિલાષી સાધકે સદા અખંડ એક નિષ્ઠાથી ઉપાસવા યોગ્ય-આરાધવા યોગ્ય-સેવવા યોગ્ય છે. રૂતિ સ્થિત | આમ અત્રે વ્યવપદેશમાત્રથી ભેદ છતાં જ્યાં સાધ્ય-સાધનનો અભેદ છે એવા સમ્યગુ
દર્શન-જ્ઞાન-ચારિત્રમય આત્મારૂપ નિશ્ચય મોક્ષમાર્ગનું સુપ્રતિષ્ઠાપન કર્યું છે, નિશ્ચય મોક્ષમાર્ગ વ્યવહાર તે સાધ્ય-સાધનનો જ્યાં ભેદ છે એવા વ્યવહાર મોક્ષમાર્ગના અન્યત્ર મોક્ષમાર્ગ અવિરોધ પ્રતિપાદનથી અવિરુદ્ધ છે. કારણકે અત્રે શુદ્ધનય દશાના પાત્ર ઉચ્ચ
અધિકારીને યોગ્ય આ શાસ્ત્રમાં નિશ્ચયનયના પ્રધાનપણાથી મુખ્ય નિરુપચાર કથન છે અને અન્યત્ર કરેલું વિધાન તે વ્યવહારનયના સાપેક્ષપણે ઉપચાર કથન છે, અર્થાત આ વ્યવહાર મોક્ષમાર્ગનું કથન ઉપચરિત છે - મુખ્ય નથી. આ નિશ્ચય-વ્યવહારનો અવિરોધ સ્પષ્ટપણે સમજાઈ જ્ઞાનીઓની પ્રરૂપણાનું પૂર્વાપર અવિરુદ્ધપણું સ્પષ્ટ લક્ષમાં આવે એ અર્થે અત્રે પ્રસંગથી આ અંગે વિશેષપણે સ્પષ્ટ તત્ત્વમીમાંસા કરીએ, કે જેથી મોક્ષમાર્ગની પ્રરૂપણા અંગે જ્ઞાની પુરુષોનો આશય
૧૯૮