________________
સમયસાર : આત્મખ્યાતિ
અવલંબને અભેદ રત્નત્રયીરૂપ શુદ્ધ આત્મા પર આરૂઢ થવાનું જ પ્રયોજન રહે છે અને છેવટે
અભેદરત્નત્રયી રૂપ - પરમ નિશ્ચય રત્નત્રયીરૂપ - સાક્ષાત નિશ્ચય મોક્ષમાર્ગ કમબદ્ધ દશાનો વિકાસ કમ રૂ૫ આત્મા જ સાધ્ય ઉપાસ્ય રહે છે. સાધનાનો આ ક્રમ છે: વ્યવહાર
રત્નત્રયીની યોગ્યતા પામી ભેદરત્નત્રયીરૂપ નિશ્ચય રત્નત્રયી પામે અને પછી અભેદ રત્નત્રયીરૂપ - પરમ નિશ્ચય રત્નત્રયીરૂપ સાક્ષાત નિશ્ચય મોક્ષમાર્ગરૂપ આત્માને પામે. આમ ભેદભેદરૂપ નિશ્ચય રત્નત્રયી અને વ્યવહાર રત્નત્રયીનો કાર્યકારણ ભાવ હોઈ, વ્યવહાર મોક્ષમાર્ગને નિશ્ચય મોક્ષમાર્ગનો નિમિત્ત-નૈમિત્તિક ભાવરૂપ સાધ્ય સાધનભાવ છે જ. માટે નિશ્ચય-વ્યવહાર બન્નેની યથાયોગ્ય અપેક્ષા રાખી બેમાંથી કોઈની પણ ઉપેક્ષા કરવા યોગ્ય નથી, તેમ જ બેમાંથી કોઈનો પણ એકાંતે આગ્રહ પણ કરવા યોગ્ય નથી, પણ બન્નેની સમ્યક સ્પષ્ટ મર્યાદા સમજી આત્માથે યથાયોગ્ય સમન્વય કરવા યોગ્ય છે, અને એજ ખરેખરી અનેકાંતિક પદ્ધતિ છે. વ્યવહાર અભૂતાર્થ - અસત્ છે, નિશ્ચય ભૂતાર્થ - સત્ છે, પણ વ્યવહાર અભૂતાર્થ છતાં
અપ્રયોજનભૂત - નિષ્ઠયોજન તો નથી જ, પ્રયોજનભૂત-સપ્રયોજન જ છે. નિશ્ચય સાધ્યને સાધે તો જ પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં શ્રી અમૃતચંદ્રાચાર્યજીએ કહ્યું છે તેમ - અબુધના વ્યવહારનું નિમિત્ત સાધનપણું બોધનાર્થે જ્ઞાનીઓ “અભૂતાર્થનો ઉપદેશ દે છે, પણ અભૂતાર્થને જ જે
ભૂતાર્થ માની બેસે તેને માટે દેશના નથી.” એટલે વ્યવહાર અભૂતાર્થ-અસતુ છતાં ભૂતાર્થ નિશ્ચયના સાધનભાવપણાને લીધે કારણમાં કાર્યના ઉપચારથી કથંચિત ભૂતાર્થ-સતુ. પ્રયોજનભૂત છે, અને આ ઉપચાર પણ મુખ્યના અનુસંધાન થકી જ હોય છે, નહિ તો ઉપચાર પણ. ઘટે નહિં. માટે સતુ એવા નિશ્ચયને સાધે તે જ સદ્વ્યવહાર છે, સતુ એવા નિશ્ચયને ને સાધે તે સતુવ્યવહાર નથી. પૂર્વે કહ્યું હતું તેમ સાધ્ય વિના સાધન નથી ને સાધન વિના સાધ્ય નથી, એમ બન્નેનો અવિનાભાવી સંબંધ છે. સાધન તેનું નામ છે કે જે સાધ્યને સાધ્યા વિના રહે નહિ, સાધ્યને ન સાધે તેને વાસ્તવિક “સાધન' કહેવાય નહિ – “સાધન' નામ જ ઘટે નહિ. નિશ્ચય સાધ્યને ન સાધે, બાધે તે વ્યવહાર સાધન નહિ હોતાં ઉલટું “બાધન' બની બંધન બની જાય છે, શ્રીમદ્ રાજચંદ્રજીએ લાક્ષણિક રીતે કહ્યા પ્રમાણે “સૌ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય” એવી સ્થિતિ થાય છે. અર્થાતુ નિશ્ચય સાધ્ય ભાવને સાધતો જે વ્યવહાર સાચા સાધનભાવને પામે તે જ સતું સાધન છે. વ્યવહાર મોક્ષમાર્ગ પણ નિશ્ચય મોક્ષમાર્ગ પર ચઢવાનું ખરેખરૂં નિમિત્ત સાધન થાય તો જ અને ત્યારે જ તેનું સાધનપણું ઘટે છે, નહિ તો નહિ. જે દ્રવ્ય-બાહ્ય વ્યવહાર ભાવનું-પરમાર્થનું-નિશ્ચયનું કારણ થાય તે જ પ્રધાન-દ્રવ્ય-પ્રશસ્ત દ્રવ્ય (વ્યવહાર) છે અને તે જ જ્ઞાની પુરુષોને સંમત છે. શ્રી આત્મસિદ્ધિમાં ભાખ્યું છે તેમ - “એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ, પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત.' માટે ગમે તે વ્યવહાર સાધન દ્વારા નિશ્ચય સાધ્યરૂપ આત્માને સાધવો એ જ આત્માર્થી મુમુક્ષનો સતત લક્ષ હોય છે અને વ્યવહાર સાધન દ્વારા જ તે અનુક્રમે નિશ્ચય સાધ્યને પામે છે. પણ સાધનને સાધ્ય માની સાધ્યા કરે તે કદી પણ સાધ્ય-સિદ્ધિને પામે નહિ, તેમ વ્યવહાર સાધનને જ સાધ્ય માની તેને જ સાધ્યા કરે તે કદી પણ ઉદિષ્ટ ઈષ્ટ નિશ્ચય સાધ્યને પામે નહિ. નિશ્ચય સાધ્યને જ સાધ્ય માની સર્વ સાધન તેને જ અનુલક્ષીને - તેના જ લક્ષ સેવે તે અવશ્ય ઉદિષ્ટ ઈષ્ટ નિશ્ચય સાધ્યને પામે. પરમ તત્વદેષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીના પરમ અમર શબ્દોમાં કહીએ તો -
નિશ્ચય વાણી સાંભળી, સાધન તજવાં નો'ય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય.' - શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૧૩૫ અત્રે રખેને કોઈ એમ ન સમજી લે કે - વ્યવહાર મોક્ષમાર્ગ અને નિશ્ચય મોક્ષમાર્ગ એમ જૂદા જૂદા બે મોક્ષમાર્ગ છે. મોક્ષમાર્ગ બે નથી, પણ એની “પ્રરૂપણા' - પ્રરૂપણ પ્રકાર - પંડિતપ્રવર ટોડરમલજીએ “મોક્ષમાર્ગ પ્રકાશ'માં કહ્યું છે તેમ - બે પ્રકારનો છે, મોક્ષમાર્ગ તો એક જ છે અને તે નિશ્ચય મોક્ષમાર્ગ જ છે, વ્યવહાર મોક્ષમાર્ગ પણ નિશ્ચયના અનુસંધાનમાં જ - નિશ્ચયના લશે જ
૨૦૨