________________
સમયસાર : આત્મખ્યાતિ
પુદ્ગલ પિંડ ભાવ રાગાદિક, ઈનસૌં નહીં તુમારૌ મેલ,
13*
એ જડ પ્રગટ ગુપત તુમ ચેતન, જૈસે ભિન્ન તોય અરુ તેલ.’ શ્રી બનારસી દાસજી કૃત સ.સા.ના. જી.અ. ૧૨ આમ જે ઉપરમાં ભગવતી ‘આત્મખ્યાતિ' ટીકાના ગદ્યભાગમાં સુપરિસ્ફુટપણે વિવરી દેખાડ્યું તે જ વસ્તુનો સારસમુચ્ચય રૂપ ઉપસંહાર કરતાં મહાગીતાર્થ પરમર્ષિ જગત્ મોહ દૂર કરી સમ્યક્ અમૃતચંદ્રાચાર્યજીએ જગત્ મોહ ત્યજી આ શુદ્ધ આત્મસ્વભાવ અનુભવવાનું સ્વભાવ અનુભવો તીવ્ર સપ્રેમ ભાવથી આહ્વાન કરતો આ પરમ ભાવવાહી કળશ સંગીત કર્યો છે : નવું અપાતમોહીમૂવ જગત્ ‘અપગતમોહં' જેનો મોહ અપગત - દૂર થઈ ગયો છે એવું થઈને અર્થાત્ મોહને દૂર કરીને તમેવ સમંતાત્ પોતમાન સત્સ્વમાવં अनुभवतु ‘તેજ’ ઉપરમાં જેનું સ્પષ્ટ વર્ણન કરી દેખાડ્યું તે જ ‘સમંતાત્' - સર્વ બાજુથી સર્વથા ‘ઘોતમાન' પ્રકાશમાન ઝગઝગી રહેલા એવા ‘સમ્યક્' - યથાવત્ જેમ છે તેમ યથાર્થ ભૂતાર્થ ‘સ્વભાવને’ - આત્મભાવને - આત્માના પોતાના નિજ ભાવને ‘અનુભવો !' – અનુભવ પ્રત્યક્ષ કરો ! સંવેદો ! કેવો છે આ સમ્યક્ સ્વભાવ ? યંત્ર ગમી વન્દ્વહૃદમાવાવયઃ સ્ફુટ પર તરતોઽપિત્ત્ત નહિ પ્રતિમાં વિધતિ - ‘આ' - હમણાં જ કહેવામાં આવેલા ‘બદ્ધ સૃષ્ટાદિ' ભાવો બદ્ધ સૃષ્ટ - અન્ય - અનિયત – વિશેષ સંયુક્ત ભાવો, સ્ફુટપણે – પ્રગટપણે ઉપ૨માં તરતાં છતાં આવીને જ્યાં ‘પ્રતિષ્ઠા ધરતા નથી', ‘પ્રતિ' - પ્રતિનિયત ‘સ્થા’-સ્થિર સ્થિતિ કરતા નથી, ઠરતા નથી, અર્થાત્ તે તે બદ્ધ સૃષ્ટાદિ પર્યાય ભાવો સમયે સમયે પરિવર્તન પામતા ચાલ્યા જાય છે અને બ્હારના વ્હાર જ રહ્યા કરે છે, આત્મામાં પ્રવેશતા નથી, તરનારો પુરુષ જેમ જલમાં ઉપર તર્યા કરે પણ જલની અંદરમાં પ્રવેશે નહિં, તેમ આ બદ્ધ સૃષ્ટાદિ ભાવો આત્મબાહ્ય રહી ઉપરમાં તર્યા કરે છે પણ આત્મામાં અંતઃપ્રવેશ પામતા નથી.
-
-
-
-
તાત્પર્ય કે આમ તાદેશ્ય દૃષ્ટાંત-દાર્ણાતિક ભાવની જગમાં આબાલવૃદ્ધ સર્વ કોઈ સમજી શકે એવી બિંબ-પ્રતિબિંબ ભાવથી સાંગોપાંગ સુઘટના કરી દેખાડી અત્યંત સ્પષ્ટપણે અમે શુદ્ધ આત્મસ્વભાવ સમ્યક્ષણે ખુલ્લે ખુલ્લો કહ્યો છે. તો પછી હવે આ બાબતમાં જગને કંઈ પણ અજ્ઞાનરૂપ - ભ્રાંતિ રૂપ મોહ ન જ રહેવો જોઈએ. માટે જગત્ ‘હવે તો’ - અમે આટલું આટલું સ્પષ્ટ કહ્યા પછી તો સાવ મોહ રહિત થઈ તે સમ્યક્ સ્વભાવને અનુભવો ! સમ્યક્-યથાવત્ જેમ સહજ આત્મસ્વરૂપ છે તે સહજાત્મસ્વરૂપ સ્વભાવને અનુભવ કરો ! તે સમ્યક્ સ્વભાવ કેવો છે ? તો કે - પાણીમાં તેલ ઉપર તરે પણ અંદર પેસે નહિં, તેમ આ બદ્ધ સ્પષ્ટ આદિ ભાવો ઉપરમાં - આત્માની ઉપરને ઉપર જ ભલે તર્યા કરે, છતાં તે આત્માની અંદર પ્રવેશ-અંતઃપ્રવેશ કરતા નથી, આવીને આત્માની અંદર પ્રતિષ્ઠા પામતા નથી, અર્થાત્ તે ભાવો આત્મબાહ્ય જ રહે છે, આત્મામાં પ્રવેશ પામતા નથી. માટે મોહ છોડી જગત્ આવા સહજાત્મસ્વરૂપી શુદ્ધ આત્મસ્વભાવનો હવે તો અનુભવ કરો ! એવી અમારી આત્મબંધુત્વ ભાવે પ્રેરણા – અનુરોધના છે. એમ આત્મભાવનાથી પરમ ભાવિતાત્મા અમૃતચંદ્રજીનો દિવ્ય આત્મા પોકારી પોકારીને જગત્ના સર્વ આત્મબંધુઓને સાગ્રહ નિયંત્રણ કરે છે.
-
ત્રિ
આ કળશનો ભાવ બનારસીદાસજીએ આ શબ્દોમાં અવતાર્યો છે, તેનો ભાવાર્થઃ સદ્ગુરુ ભવ્ય જીવોને કહે છે - ત્વરિત પણે – એકદમ જલ્દીથી મોહની જેલ તોડી નાંખો ! ‘તોરહુ તુરિત મોકી જેલ' ! સમકિત રૂપ પોતાના ગુણને ગ્રહો ! અને શુદ્ધ અનુભવનો ખેલ કરો ! ‘કરહું સુદ્ધ અનુભવકૌ ખેલ !' પુદ્ગલ પિંડ રાગાદિકભાવ સાથે તમારો મેળ નથી - ‘ઈનસૌં નહીં તુમ્હારોં મેલ’ - એ જડ ‘પ્રગટ’ - દૃશ્યમાન છે અને તમે ચેતન ‘ગુપ્ત’ - અદૃશ્ય છો, ‘એ જડ પ્રગટ ગુપત તુમ ચેતન', માટે બન્ને ભિન્ન છે, જેમ પાણી અને તેલ ભિન્ન-જૂદા છે, ‘જૈસૈ ભિન્ન તોય અરુ તેલ.’
૧૮૦