________________
સમયસાર : આત્મખ્યાતિ
જ્ઞાનાનુકૂતિરિયમેવ વિનેતિ યુદ્ધવા - આજ ખરેખર ! સ્ફુટપણે નિશ્ચયે કરીને જ્ઞાનાનુભૂતિ જાણીને, શું ? 'आत्मानमात्मनि निवेश्य सुनिष्प्रकंपं' આત્માને આત્મામાં સુનિપ્રકંપ
શુદ્ધનયાત્મિકા આત્માનુભૂતિ અત્યંતપણે કંપ રહિત - સારી પેઠે નિશ્ચલ નિવેશીને - ‘નિ' - નિતાંતપણે આજ શાનાનુભૂતિ ‘વેશીને’ – બેસાડીને – સ્થિર સ્થાપીને, પોઽત્તિ નિત્યમવોધધનઃ સમંતાત્ -
-
-
‘સમંતાત્' – સર્વ બાજુથી ‘અવબોધાન' –ઘન-નક્કરની જેમ સર્વ પ્રદેશે જ્ઞાન-ધન નિત્ય-સદાય ‘એક’* - અદ્વિતીય - અદ્વૈત છે. અર્થાત્ શુદ્ઘનયરૂપ એવી જે અબØસૃષ્ટાદિ ભાવસંપન્ન આત્માની અનુભૂતિ છે એજ જ્ઞાનાનુભૂતિ છે, એમ જાણી આત્માને આત્મામાં સુનિષ્પકંપ પણે - અત્યંત નિષ્કપપણે નિવેશી - નિતાંતપણે બેસાડી દઈ, નિતાંતપણે પ્રવેશિત કરી, નિમગ્ન કરી, કદી પણ કંપાયમાન - ચલાયમાન ન થાય એમ સુનિશ્વલપણે સ્થાપન કરી, આ આત્મા સદાય સર્વતઃ – બધી બાજુથી એક અવબોધઘન’ - જ્ઞાનઘન છે, ઘનમાં - ને તે સર્વ પ્રદેશે તન્મય જ - સ્વ વસ્તુમય જ હોય, નક્કર વસ્તુમાં જેમ અન્ય કોઈ વસ્તુનો પ્રવેશ ન હોય, તેમ જ્યાં અન્ય કોઈ ભાવનો પ્રવેશ નથી એવો સર્વ પ્રદેશે એક જ્ઞાન જ્ઞાન ને જ્ઞાનમય આ ‘જ્ઞાનઘન' આત્મા પ્રકાશે છે. અર્થાત્ ઉપરમાં જે શુદ્ઘનયથી આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રકાશ્યું, એવા આત્માનો શુદ્ધ સહજ આત્મસ્વરૂપનો જે અનુભવ છે, તેજ જ્ઞાનનો અનુભવ છે. કારણકે આત્મા એ જ જ્ઞાન છે, જ્ઞાનસ્વરૂપ છે, શાયક ભાવ છે. શાન અને આત્મા એક જ છે. એટલે એક આત્માને જાણ્યો એટલે સર્વ જ્ઞાન જાણ્યું અને જ્ઞાન જાણ્યું એટલે આત્માને જાણ્યો. આત્માનુભવ એજ જ્ઞાનાનુભવ ને જ્ઞાનાનુભવ એ જ આત્માનુભવ. આમ નિશ્ચય જાણી આત્માને આત્મામાં સુનિપ્રકંપપણે - સુનિશ્ચલપણે સ્થાપન કરી, આત્માને આત્મામાં જ રહેવા દઈ, સર્વ પ્રદેશ ઘન-નક્કર જ્ઞાનમય એવો એક ‘જ્ઞાનઘન' આ આત્મા સર્વતઃ બધી બાજુએ સદાય પ્રકાશે છે, સ્વરૂપ તેજે ઝગમગે છે.
જબ જાન્યો નિજ રૂપકો, તબ જાન્યો સબ લોક; નહિં જાન્યો નિજ રૂપકો, સબ જાન્યો સો ફોક.''
૧૮૪
-
- પરમ તત્ત્વદેષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજી