________________
પૂર્વગઃ સમયસાર કળશ-૧૫
એકમાત્ર લક્ષ્ય સ્થાન - “સાધ્ય' - આરાધ્ય – ઉપાસ્ય છે, અને તે સર્વ સાધ્યલક્ષી સાધનનો સાધનાર સાધક' - આરાધક - ઉપાસક પણ આ જ્ઞાનઘન આત્મા જ છે. આમ સાધક-સાધ્ય દશાની અપેક્ષા-વિવક્ષાવશે સાધ્ય અને સાધક એમ “દ્વિધા” - બે વિભાગમાં વહેંચણી કરવા રૂપ - ભેદ રૂપ વ્યવહારથી આત્માના બે ભેદ પડાય છે, પણ અભેદરૂપ નિશ્ચયથી તો આત્મા પોતે જ સાધ્ય અને આત્મા પોતે જ સાધક એમ સાધ્ય-સાધકના અભેદપણાથી આત્મા એક જ છે. આમ સાધ્ય-સાધક ભાવથી દ્વિધા - બે પ્રકારનો છતાં જે એક છે એવો આ જ્ઞાનઘન આત્મા “આત્મસિદ્ધિ' ઈચ્છનારાઓથી સાધ્યભાવે અને સાધકભાવે બન્ને પ્રકારે એક જ્ઞાનઘન એવો નિત્ય સમુપાસાઓ ! આ પરમ આરાધ્ય જ્ઞાનઘન આત્મદેવ સદાય સમ્યક્ ઉપાસના કરાઓ ! કારણકે જે જેની સિદ્ધિ ઈચ્છતો હોય તેણે તેની સમ્યક ઉપાસના કરવી જોઈએ એ ન્યાય છે, એટલે જે “આત્મસિદ્ધિ' - આત્માની સિદ્ધિ ઈચ્છતો હોય તે આત્માર્થીએ સદાય આત્માની ઉપાસના કરવી જોઈએ, સાધક ભાવરૂપ આત્માએ કરી સાધ્ય ભાવરૂપ આત્માની સાધના કરવી જોઈએ. આ વસ્તુ સ્પષ્ટ સમજવા માટે સાધ્ય-સાધન-સાધક ભાવની પ્રક્રિયા સમ્યકપણે સમજવી જોઈએ, એટલે અત્રે સંક્ષેપમાં તેનો વિચાર કરશે. આત્મ કલ્યાણના ઈચ્છક કોઈ પણ આત્માર્થી સત્ સાધકે સૌથી પ્રથમ પોતાનું નિશ્ચિત નિશ્ચયરૂપ
સાધ્ય-લક્ષ્ય નિયત કરવું જોઈએ. પછી તે સાધ્યને સિદ્ધ કરવા શા સાધન છે સાધ્ય સાધન અને તેનો સમ્યક વિચાર કરવો જોઈએ. પછી તે સાધ્યપ્રત્યયી સાધનને અવલંબી સાધનાની શુદ્ધિ નિશ્ચયરૂપ નિયત સાધ્ય ધ્યેયને અનુલક્ષીને - નિરંતર લક્ષમાં રાખીને,
ફિલપ્રાપ્તિ પર્યત અખંડ સમ્યક સાધના કરતા રહી સમ્યક સાધક ભાવ પ્રગટાવવો જોઈએ. આમ કરવામાં આવે તો જ યથાર્થ ઈષ્ટ સિદ્ધિ થાય. અર્થાત્ બીજા શબ્દોમાં કહીએ તો સિદ્ધયર્થીએ (૧) સાધ્ય શુદ્ધિ, (૨) સાધન શુદ્ધિ, (૩) સાધના શુદ્ધિ અવશ્ય કરવી જોઈએ. કારણકે સાધ્ય શુદ્ધ ન હોય તો સિદ્ધિ શુદ્ધ થાય નહિં. સાધ્ય શુદ્ધ હોય પણ સાધન શુદ્ધ ન હોય તો પણ સિદ્ધિ શુદ્ધ થાય નહિ. સાધ્ય અને સાધન બન્ને શુદ્ધ હોય, પણ સાધક ભાવ પ્રગટાવવારૂપ શુદ્ધ ન હોય તો પણ સિદ્ધિ શુદ્ધ થાય નહિં. માટે શુદ્ધ સિદ્ધિ અર્થે સાધ્ય-સાધન-સાધના એ ત્રણેની શુદ્ધિનો અવિનાભાવી સંબંધ છે. સાધ્ય વિના સાધન નથી અને સાધન-સાધના વિના સિદ્ધિ નથી. આમ સાધ્ય, સાધન-સાધના અને સિદ્ધિનો ઘનિષ્ઠ સંબંધ છે. માટે ત્રણે કાળે પણ ન ચસે - ન ફરે એવું પરમ ત્રિકાલાબાધિત અખંડ નિશ્ચયરૂપ સાધ્ય-ધ્યેય (goal) પ્રત્યેક સન્માર્ગ સાધકે અત્રે પરમાર્થમાં સૌથી પ્રથમ સુવિનિશ્ચિત કરી લેવું પરમ આવશ્યક છે, કે જેથી બાણાવળીનો લક્ષ્ય જેમ વેધ્ય નિશાન પ્રત્યે જ હોય, ફૂટબૉલ ખેલાડીનો લક્ષ્ય જેમ નિરંતર લક્ષ્ય (goal) પ્રત્યે જ હોય, પથિકનો લક્ષ્ય જેમ ગન્તવ્ય સ્થાન પ્રત્યે જ હોય, તેમ તે સત્ સાધક સત્ નિશ્ચય સાધ્ય પ્રત્યે નિરંતર દૃષ્ટિ ઠેરવી, સાધ્યરસી સાધકપણે સાધન રીતિ કરીને યથાર્થ સાધક નીતિને અનુસરી યથાર્થપણે પરમાર્થને સાધવા સમર્થ થાય.
હવે જિનવચન પ્રસંગથી, જાણી સાધક નીતિ નાથ રે ! સાધ્યરસી સાધકપણે, કરીએ સાધન રીતિ નાથ રે !. નમિ.” શ્રી દેવચંદ્રજી અને પરમાર્થમાં પરમાર્થ - પરમ અર્થ એ જ સાધ્ય છે. પરમ અર્થ એટલે પરમ પદાર્થ, પરમ
તત્ત્વ, જેનાથી પર કોઈ પદાર્થ-તત્ત્વ નથી અને જે બીજા બધાં કરતાં પર છે પરમાર્થમાં “પરમાર્થ જ સાધ્ય એવો પદાર્થ વિશેષ-તત્ત્વ વિશેષ. એવો પરમ તત્ત્વરૂપ પરમ પદાર્થ-પરમાર્થ
કયો છે ? તો કે - આત્મા. ચૈતન્યમૂર્તિ આત્મા જેવો ચમત્કારિક પદાર્થ અખિલ જગતમાં નથી. જ્યાં ચૈતન્યના અદૂભુત ચમત્કારો વિલસે છે એવો આ ચિતુ ચમત્કારમાત્ર આત્મા જ સર્વ આશ્ચર્યનું અને સર્વ ઐશ્વર્યનું એક ધામ છે. (greatest wonder of the world). સર્વ પરપદાર્થથી પરપણે - ભિન્નપણે પ્રત્યક્ષ જૂદો તરી આવતો આ પરમ તત્ત્વવૈજ્ઞાનિક પદાર્થ - પરમાર્થ, શુદ્ધ આત્મા “સમયસાર' એના શુદ્ધ સહજ સ્વયંભૂ અસલ મૂળ સ્વરૂપે પ્રગટ કરવો -
૧૯૩