________________
સમયસાર : આત્મખ્યાતિ
અમૃત જ્યોતિ’ મહાભાષ્ય “નાના પ્રકારના નય, નાના પ્રકારનાં પ્રમાણ, નાના પ્રકારની ભંગાળ, નાના પ્રકારના અનુયોગ એ સઘળાં લક્ષણા રૂપ છે. લક્ષ એક સચ્ચિદાનંદ છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૧૮૦
“નય નિક્ષેપે રે જેહ ન જાણિયે, નવિ જિહાં પ્રસરે પ્રમાણ; શુદ્ધ સ્વરૂપે રે તે બ્રહ્મ દાખવે, કેવલ અનુભવ ભાણ... વીર જિનેશ્વર પરમેશ્વર જ્યો.”
- શ્રી આનંદઘનજી એમ એકપણે “ધોતમાન” - પ્રકાશમાન આત્માના જે “અધિગમ ઉપાયો... - જાણવાના ઉપાયો પ્રમાણ-નય-નિક્ષેપો છે, તે અખંડ અભેદ વસ્તુમાં ખંડ ખંડ ભેદ કલ્પનાનું ઉદુભાવન કરતા હોઈ, નિશ્ચયથી અભૂતાર્થ છે, “તે સમૂતાથ', છતાં વસ્તુ સ્વરૂપ સમજવા માટે તેઓનો આશ્રય કરવો પડે છે અને તેઓમાં પણ આ શુદ્ધ આત્મા એક જ ભૂતાર્થ છે – “યમેવ જીવ મૂતાર્થ', અર્થાત્ તે નિશ્ચયથી અભૂતાર્થ છતાં ભેદ કલ્પના વ્યવહારથી ભૂતાર્થ પ્રમાણાદિનો આશ્રય કરીને પણ આ શુદ્ધ આત્મા એક જ સમજવો ને પામવો એ જ ભૂતાર્થ છે. તેમાં - પ્રથમ પ્રમાણ બે પ્રકારે છે : પરોક્ષ અને પ્રત્યક્ષ. ‘ઉપાત્તાનુપાત્ત દ્વારા પ્રવર્તમાન પરોક્ષ -
“ઉપાત્ત' - ઉપ-ગ્રહણ કરેલ અને “અનુપાત્ત' - નહિ ઉપગ્રહણ કરેલ એવા પ્રમાણ ભેદ - અનુભવન વેળાએપ દ્વારા “પ્રવર્તમાન” - પ્રવર્તી રહેલ તે પરોક્ષ અને “કેવલ” - માત્ર ભૂતાર્થ છતાં જીવ - સ્વભાવ આત્મપ્રતિનિયતપણાએ કરી “વર્તમાન' - વર્તી રહેલ તે પ્રત્યક્ષ, અનુભવન વેળાએ અભૂતાઈ વનાનિયતત્વેન વર્તમાન પ્રત્યક્ષે આ બન્ને પ્રમાણ પણ
પ્રમાતૃ-પ્રમાણ-પ્રમેયના ભેદની “અનુભૂયમાનતામાં’ - અનુભવની કરાઈ રહેવાપણામાં - અનુભવન કરાતી વેળાયે ભૂતાર્થ છે, પણ “વ્યસ્તસમસ્ત મેરૈનવસ્વમાવસ્ય
નમૂયમાનતાયાં - જ્યાં સમસ્ત ભેદ “બુદસ્ત છે' - વિ-ઉદ્-અસ્ત- વિશેષે કરીને ઉત્કટપણે અસ્ત થયા છે - જીવ સ્વભાવની “અનુભૂયમાનતામાં” - અનુભવન કરાઈ રહેવાપણામાં - અનુભવ કરાતી વેળાયે અભૂતાર્થ છે. અર્થાત્ પ્રમાતૃ-પ્રમાણ-પ્રમેય એ સર્વ પોતપોતાના સ્વરૂપે “ભૂતાર્થ છે - સત્ સાચા છે અને વસ્તુસ્વરૂપ સમજવા માટે પ્રયોજનભૂત હોઈ વસ્તુ સમજવા પૂરતા ઉપકારી છે, પણ સ્વરૂપ સમજાયા પછી જ્યાં અખંડ આત્મવસ્તુનો-શુદ્ધ એક જ્ઞાયક ભાવનો સાક્ષાત્ અનુભવ વર્તે છે, ત્યાં પછી તે પ્રમાણનું કાંઈ પ્રયોજન રહેતું નથી, ત્યારે પ્રમાણ અકિંચિકર હોઈ અભૂતાર્થ' છે - અસતુ છે, અથવા ત્યાં આત્મા પોતે પ્રમાતુ છે, આત્મા જ પ્રમાણ છે અને આત્મા જ પ્રમેય છે, એટલે તે પ્રમાતુ આદિ ભેદ રહેતો નથી, એટલે પણ પ્રમાણનું કોઈ પ્રયોજન રહેતું નથી, એમ પણ અર્થ ઘટાવી શકાય છે.
“નય નિક્ષેપ પ્રમાણે જાણે તે જીવાજીવ, સ્વપર વિવેચન કરતાં થાયે લાભ સદીવ, નિશ્ચય ને વ્યવહાર વિચરે જે મુનિરાજ, ભવસાગરના તારણ નિર્ભય તેજ જિહાજ.”
- શ્રી દેવચંદ્રજી પ્રણીત અધ્યાત્મ ગીતા, ૪૬ નય બે પ્રકારે છે - દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. તેમાં - દ્રવ્ય-પર્યાયાત્મક વસ્તુમાં જે દ્રવ્યને “મુખ્યતાથી' - મુખ્યપણાથી અનુભવ કરાવે તે દ્રવ્યાર્થિક નય, અને પર્યાયને “મુખ્યતાથી” - મુખ્યપણાથી
એવા - વિશેષ લક્ષણવાળા નહિં એવા એક જીવ સ્વભાવના અનુભૂયમાનપણામાં - અનુભવાઈ રહ્યાપણામાં. આ ઉપરથી શું ફલિત થાય છે ? અથવમનીષ પ્રમાણનનક્ષેપેડુ મૂતાઈવેનો નીવ ઇવ પ્રોતો - એટલે એમ આ પ્રમાણ-નય નિક્ષેપોમાં ભૂતાથપરાએ કરી એક જીવ જ પ્રઘોતે છે - પ્રકૃષ્ટપણે ઘોતે છે પ્રકાશે છે - ઝળહળે છે. // રુતિ “ગાત્મધ્યાતિ' સાભમાવના //રૂા.
૧૬