________________
પૂર્વરંગઃ સમયસાર ગાથા-૯-૧૦
અવલોકનારા, આત્માને અવલોકનારા આત્માનુભવી ઋષિઓ પ્રકાશી ગયા છે. વિબુધોએ (દવોએ). મંદર પર્વત વડે સાગરમંથન કરી સારભૂત રત્નોની ને તેમાં પણ સારભૂત અમૃતની પ્રાપ્તિ કરી એમ પુરાણાક્તિ છે. તે રૂપકને અત્રે અધ્યાત્મ પરમાર્થ પરિભાષામાં ઘટાવીએ તો વિબુધો (વિદ્વજ્જનો) અધ્યાત્મ શાસ્ત્ર રૂપ મંદરાચલ વડે શાસ્ત્ર સમુદ્રનું મંથન કરી, તેમાંથી સારભૂત તત્ત્વ-રત્ન ખોળી કાઢી, પરમ અમૃત રૂપ આત્મ તત્ત્વને પામે તે જ પરમ વિબુધપણું છે, અને તે પરમ અમૃત તત્ત્વ જે ન મેળવ્યું, ન લાધ્યું, તો તે બધુંય અબુધપણું છે, અજ્ઞાનપણું જ છે. પાંચમા અંગમાં - શ્રી “ભગવતી” સૂત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે, “નવ પૂર્વ સુધી ભણ્યો હોય, પણ જો જીવને ન જાણ્યો તો તે અજ્ઞાની છે.” આજ ભાવ પરમતત્ત્વદેષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીએ અપૂર્વ ભાવથી સંગીત કર્યો છે -
જો હોય પૂર્વ ભણેલ નવ પણ, જીવને જાણ્યો નહિ, તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં; એ પૂર્વ સર્વ કહ્યા વિશેષે, જીવ કરવા નિર્મળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. નહિં ગ્રંથમાંહિ જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહીં કવિ ચાતુરી, નહિ મંત્ર તંત્રો જ્ઞાન દાખ્યાં, જ્ઞાન નહી ભાષા ઠરી; નહિં અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાનીમાં કળા, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો.” - પરમ આત્મતત્ત્વદેષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજી
આ જીવે નવ પૂર્વ સુધીનું જ્ઞાન મેળવ્યું તો પણ કાંઈ સિદ્ધિ થઈ નહિં. તેનું કારણ વિમુખ દશાએ પરિણમવાનું છે. જો સન્મુખ દશાએ પરિણમ્યા હોય, તો તલ્લણ મુક્ત થાય.”
-શ્રીમદ્ રાજચંદ્ર અં. ૮૬૪ આ ઉપરથી એમ સમજવાનું છે દ્રવ્ય-શ્રુત પૂરેપૂરું કામનું છે, ને તેનો પૂરેપૂરો પરમ ઉપકાર છે.
એટલે દ્રવ્ય શ્રત પરમ અવલંબન રૂપ-સાધન રૂપ હોઈ ભાવૠતની પ્રાપ્તિમાં દ્રવ્યશ્રતનો ભાવકૃતના તેનો પરમ ઉપકાર છે, એટલે જ જો તે ભાવૠતની પ્રાપ્તિનો ઈષ્ટ ઉદ્દેશ નિમિત્તપણે પરમ ઉપકાર તેના આલંબને સધાયો અથવા તે ઈષ્ટ ઉદેશ અર્થે તેનો સાધન તરીકે
ઉપયોગ કરાયો, તો તેવું દ્રવ્યશ્રુત પરમાર્થથી સફળ છે. તાત્પર્ય કે – દ્રવ્ય શ્રત ભાવૠત સહિત હોય અથવા ભાવૠતના કારણ રૂપ થાય તો તેનું સફળપણું છે, નહિ તો સમર્થ યોગાચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી કહે છે તેમ - “સ્ત્રીપુત્રાદિ જેમ સંમૂઢ જનોનો સંસાર છે, તેમ શાસ્ત્ર એ વિદ્વાનોનો સંસાર છે !'
“શાસ્ત્રો વિશેષ સહિત પણ જો જાણિયું નિજ રૂપને, તો જ્ઞાન તેને ભાખિયું જો સમ્મતિ આદિ સ્થળો; કાં તેહવો આશ્રય કરજો ભાવથી સાચા મને, જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો.” - શ્રીમદ્ રાજચંદ્રજી “આત્માર્થ સિવાય શાસ્ત્રની જે જે પ્રકારે જીવે કૃતાર્થતા માની છે, તે સર્વ શાસ્ત્રીય અભિનિવેશ છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. પદ૯
શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત પ્રવચનસાર, ટીકા-૧-૩૩, ૩૪ "उक्तं जिन बदिशभेदम, श्रुतं ततोऽप्यन्यदनेकभेदम् । તશ્મિાવત વિવાતા, શેવં તુ દેવત્વપાપ ” . શ્રી પવનંદિ પંચવિંશતિકા “ગણાત્મશાસ્ત્રમાદિતલામાનોઃ |
૧૧૫