________________
સમયસાર : આત્મખ્યાતિ
કરતા બીજા ઉત્થાનિકા કળશમાં (૭) સૂચવ્યું કે - શુદ્ધનયાધીન તે અંતર્ગત ભિન્ન પ્રત્યગુ આત્મજ્યોતિ પ્રકાશે છે કે જે નવતત્ત્વગતપણામાં પણ એકપણું છોડતી નથી ! અર્થાત્ આ નવે તત્ત્વમાં પણ શુદ્ધનય થકી તે પૃથફ એક અંતર્ગત - પ્રત્યગુ આત્મજ્યોતિ ઝળહળે છે. આમ પરમ ભવ્ય ઉત્તમ કવિત્વમય શૈલીથી (grand poetic style) પરમ ગૌરવપૂર્ણ શબ્દોમાં પરમાદરથી સૂચન કરી જેનો અવતાર કર્યો, એવી આ તત્ત્વસંકલનાબદ્ધ ગ્રંથના અધિકારોનું સૂચન કરતી શાસ્ત્રની આ દ્વારગાથામાં શાસ્ત્રકાર ભગવાન્ કુંદકુંદાચાર્યજી પ્રકાશે છે – “મૂલ્યમિકા' - ભૂતાર્થથી અભિગત' - ભૂતાઈથી' - ભૂતાર્થ એવા શુદ્ધનયથી “અભિગત” - જાણવામાં આવેલા જીવ-અજીવ, પુણ્ય-પાપ, આસ્રવ-સંવર-નિર્જરા, બંધ અને મોક્ષ એ “સમ્યક્ત' - સમ્યગદર્શન છે. આવા ભાવની આ દ્વારગાથાનું તત્ત્વસર્વસ્વ સમર્પક અપૂર્વ અનન્ય વ્યાખ્યાન કરતાં “આત્મખ્યાતિ સૂત્ર” કર્તાએ પોતાની અદ્દભુત લાક્ષણિક શૈલીથી (Charataristic most wonderful style) પરમ પરમાર્થ-મર્મ પ્રકાશ્યો છે. તેનો આશયાથે આ પ્રકારે - આ - પ્રત્યક્ષ અનુભવમાં આવતા જે જીવ આદિ નવ તત્ત્વો છે, તે “ભૂતાર્થથી અભિગત”
મૃતાર્થેના માતાનિ - “ભૂતાર્થ” એવા શુદ્ધનયથી જાણવામાં આવેલા સતા ભૂતાર્થથી જાણવામાં આવેલા સમ્યગુદર્શન સંપજે જ છે, “સચવર્શન સંપર્ધત વ ” કારણકે “આ નવતત્વ તે સમ્ય દર્શન જીવ-અજીવ-પુણ્ય-પાપ-આગ્નવ-સવર-નિર્જરા-બંધ-મોક્ષ લક્ષણ નવતત્ત્વો તીર્થ
પ્રવૃત્તિ નિમિત્તે અભૂતાર્થ નયથી વ્યપદેશવામાં આવી રહ્યા છે, તેમાં એકત્વદ્યોતી - એકત્વ ઘોતનારા – પ્રકાશનારા ભૂતાર્થનયથી એકત્વ આણી, શુદ્ધનયપણાએ કરી વ્યવસ્થિત એવા આત્માની “આત્મખ્યાતિ લક્ષણ અનુભૂતિનું સંપદ્યમાનપણું છે માટે', શુદ્ધનયત્વેના વ્યવસ્થાપતયાત્મનોનુકૂતરાત્માધ્યાતિતક્ષTયા: સંપદ્યમાનવત્ | અર્થાત્ અખંડ અભેદ એક વસ્તુમાં ખંડરૂપ ભેદનું કૃત્રિમ ઉલ્કાવન કરતો વ્યવહારનય “અભૂતાર્થ' છે, અસત્યાર્થ છે, છતાં મુમુક્ષુ સાધક જીવોને તરવાના સાધનરૂપ તીર્થ પ્રવૃત્તિ નિમિત્તે - “તીર્થપ્રવૃત્તિ-નિમિત્ત ધર્મતીર્થ પ્રવૃત્તિ નિમિત્ત અર્થે જીવને વ્યવહાર દ્વારા પરમાર્થ સ્વરૂપ સમજવા માટે “અભૂતાર્થ” એવ વ્યવહાર દ્વારા પરમાર્થ સ્વરૂપ સમજવા માટે “અભૂતાર્થ એવા વ્યવહારનયથી આ નવ તત્ત્વો ભેદ પાડીને - જૂદા જૂદા લિવરીને
વ્યપદેશવામાં - આવે છે - નામ નિર્દેશાદિથી કથવામાં આવે છે, પણ તે નવતત્ત્વોમાં પણ એકપણું છે, અને તે એકપણું “ભૂતાર્થ એવો શુદ્ધનય-નિશ્ચયનય પ્રકાશે છે. “ ઘોતિના મૂતાર્થના હિમપાની' આવા “એકત્વદ્યોતી' - એકત્વપ્રકાશક ભૂતાર્થનય વડે આ નવ તત્ત્વોનું એકપણે આણી, શુદ્ધનયપણે આત્માનું જે શુદ્ધ સ્વરૂપ છે તે “વ્યવસ્થાપિત” થાય છે, “વિ' - વિશેષે કરીને “અવ” - જેમ છે તેમ સ્વ સમય મર્યાદાથી – સ્વરૂપ મર્યાદાથી સ્થાપિત થાય છે. આમ શુદ્ધનયપણે વ્યવસ્થાપિત આત્માની આત્મખ્યાતિ લક્ષણા અનુભૂતિ ઉપજે છે અને આ શુદ્ધ આત્માની જે “અનુભૂતિ' (અનુભવનતા) - અનુભવવાપણું તેનું નામ જ “સમ્ય દર્શન' છે, “સમ્યફ - જેમ છે તેમ ભૂતાર્થપણે વસ્તુનું વસ્તુગતે દર્શન” – સાક્ષાત્ કરણ – અનુભવપ્રત્યક્ષીકરણ છે. માટે આ નવ તત્ત્વ પણ જો એકત્વદ્યોતી “ભૂતાર્થ એવા શુદ્ધનયથી જાણ્યા, તો તે સમ્યગુ દર્શન સંપજે જ છે, આ નિશ્ચયસિદ્ધ વાર્તા છે. અત્રે પુણ્ય, પાપ, આમ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ એ જે તત્ત્વો છે, તે જીવ-અજીવ ઉભય
રૂપ છે. તેમાં (૧) જે વિકાર્ય - વિકાર પામવા યોગ્ય અને જે વિકારક - પસ્યાદિના જીવ અજીવ બે વિકાર કરનાર, એમ વિકાર્ય-વિકારક એ બને તે પુણ્ય-પાપ છે. (૨) જે પ્રકાર : જીવ-અજીવ બે આશ્રાવ્ય - આસ્રવ પામવા યોગ્ય અને જે આસ્રાવક - આસ્રવ કરનાર, એમ પરિણામધારા
આસ્રાવ્ય - આસ્રાવક એ બન્ને આસ્રવ છે. (૩) જે સંવાર્ય - સંવર કરાવા
યોગ્ય અને જે સંવારક-સંવર કરનાર, એમ સંવાર્ય-સંવારિક એ બન્ને તે સંવર છે. (૪) જે નિર્જઈ - નિર્જરાવા યોગ્ય અને જે નિર્જરક - નિર્જરાવનાર, એમ નિર્જર્વ-નિર્જરક એ બન્ને
૧૫૮