________________
સમયસાર : આત્મખ્યાતિ
હવે નિશ્ચય સમ્યગદર્શનનું સ્વરૂપ પ્રકાશતો અને આ શુદ્ધ આત્મા જ અમને હો ! એવી પરમ આત્મભાવના ભાવતો કળશ લલકારતાં પરમાર્થદર્શી પરમભાવદર્શી આચાર્યજી અમૃતચંદ્રજી આગલી ગાથાના ભાવનું સૂચન કરતો પ્રથમ ઉત્થાનિકા કળશ પ્રકાશે છે -
શાર્દૂનવિક્રીડિત - एकत्वे नियतस्य शुद्धनयतो व्याप्तुर्यदस्यात्मनः, पूर्णज्ञानघनस्य दर्शनमिह द्रव्यांतरेभ्यः पृथक् । सम्यग्दर्शनमेतदेव नियमादात्मा च तावानयं, तन्मुक्त्वा नवतत्त्वसंततिमिमामात्मायमेकोस्तु नः ॥६॥ એકત્વે નિયતા જ શુદ્ધનયથી જે વ્યાપ્ત આ આત્માનું, પૂર્ણ જ્ઞાનઘનાનું દર્શન પૃથફ, જુદું દ્રવ્યાંતરોથી ઘણું; સમ્યગદર્શન એ જ છે નિયમથી ને આત્મ આ તેટલો, (તેથી) મૂકી આ નવતત્ત્વ સંતતિ અમને હો આત્મા એકલો ! ૬
અમૃત પદ-દ
“મૂળ મારગ સાંભળો જિનનો રે' - એ રાગ એક આત્મા હો અમને આ અહો ! રે... ધ્રુવપદ. શુદ્ધનય તણા આદેશથી રે, એકત્વમાં નિયત જે હોય... એક આત્મા. નિજ ગુણ પર્યાયને વ્યાપતો રે, પૂર્ણ વિજ્ઞાનઘન જે સ્ટોય... એક આત્મા. ૧ સર્વ અન્ય દ્રવ્યોથી સર્વથા રે, જેહ વર્તે છે ભિન્ન સ્વરૂપ... એક આત્મા. એવા આત્માનું દર્શન જે અહીં રે, તે જ સમ્યગ દર્શન રૂપ... એક આત્મા. ૨ અને સમ્ય દર્શન તે જ આતમા રે, આત્મા સમ્ય દર્શન પ્રમાણ... એક આત્મા. એમ નિયમથી અવધારવું રે, એવી નિશ્ચયનયની વાણ... એક આત્મા. ૩ તેથી નવ તત્ત્વો તણી સંતતિ રે, મૂકી દઈને એહ તમામ... એક આત્મા. અમને એક હો આતમા આ અહો રે, ભગવાન જે અમૃત ધામ.... એક આત્મા. ૪
અર્થ : શુદ્ધ નય થકી એકત્વમાં નિયત એવા વ્યાપ્તા (વ્યાપક) આ પૂર્ણજ્ઞાનઘન દ્રવ્યાંતરોથી પૃથફભિન્ન એવું જે દર્શન, એ જ નિયમથી સમ્યગુદર્શન છે, અને આ આત્મા તેટલો જ છે, તેથી આ નવતત્ત્વસંતતિ મૂકીને આ એક આત્મા અમને હો !
અમૃત જ્યોતિ' મહાભાષ્ય દેહથી ભિન્ન સ્વપર પ્રકાશક પરમ જ્યોતિ સ્વરૂપ એવો આ આત્મા, તેમાં નિમગ્ન થાઓ. હે આર્યજનો ! અંતર્મુખ થઈ, સ્થિર થઈ તે આત્મામાં જ રહો તો અનંત અપાર આનંદ અનુભવશો.”
- શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭પ૯, ૮૩ર “વ્યાપક સકળ સ્વરૂપ લખ્યો ઈમ, જિમ નૃભમાં મગ લહત ખગીરી; ચિદાનંદ આનંદ મૂરતિ, નિરખ પ્રેમભર બુદ્ધિ થગીરી.” - શ્રી ચિદાનંદજી, પદ-૨૩
ચિતુચમત્કારમાત્ર પરમાર્થ દર્શને વ્યવહારનું કંઈ પણ પ્રયોજન રહેતું નથી એમ આ પૂર્વના કળશમાં પ્રકાશ્ય. તે પરમભાવદર્શી - પરમાર્થદર્શીનું શુદ્ધ આત્મદર્શન એ જ સમ્યગુ દર્શન-શાનચારિત્ર
૧૫૦