________________
સમયસાર : આત્મખ્યાતિ વ્યવહારનય અને નિશ્ચયનયની સમુચિત મર્યાદા અને યથાસ્થાને પ્રયોજનભૂત ઉપકારિતા દર્શાવતો કળશ પ્રકાશે છે -
मालिनी व्यवहरणनयः स्यायद्यपि प्राक् पदव्या - मिह निहितपदानां हंत हस्तावलंबः । तदपि परममर्थ चिचमत्कारमात्र,
परविरहितमंतः पश्यतां नैष किंचित् ॥५॥ પદ પૂરવ ભૂમિકા માંહિ જે આંહિ સ્થાપે, તસ નય વ્યવહારી હસ્ત આલંબ આપે; તદપિ પરમ અર્થ ચિત ચમત્કામાત્ર, પર વિરહિત અંતઃ પેખતાને ન ૪ આ. ૫
અમૃત પદ-૫
ધાર તરવારની' - એ રાગ. ' ત્યાં લગી હોય ઉપયોગ વ્યવહારનો, જ્યાં લગી ભૂમિકા પહેલી વ્યાપે, પૂરવ પદવીમહિ પદ ધરે જે અહીં, તેહને હસ્ત અવલંબ આપે... ત્યાં લગી. ૧ યદ્યપિ એમ વ્યવહાર છે કામનો, પણ પછી તેહનો કંઈ ન કામો, જેહ પરમાર્થ પરવિરહિતો અંતરે દેખતા, તેહને તે છે નકામો... ત્યાં લગી. ૨ આ પરમ અર્થ તો પ્રગટમાં તને, ચિત્ ચમત્કાર માત્ર પ્રભાસે, સકલ પરભાવ વિરહિત ભગવાનની મૂર્તિ અમૃતમયી જે પ્રકાશે... ત્યાં ત્યાં લગી. ૩
અર્થ વ્યવહાર નય અહીં પૂર્વ પદવીમાં (પ્રથમ ભૂમિકામાં) પદ મૂકનારાઓને અહો ! (હે શિષ્ય !) હસ્તાવલંબન હોય, તથાપિ પરવિરહિત એવા ચિત્ ચમત્કાર માત્ર પરમ અર્થને અંતરમાં દેખતાઓને તો આ (વ્યવહાર) ન કિંચિત્ છે. કાંઈ કામનો નથી.
અમૃત જ્યોતિ' મહાભાષ્ય જે સાધનો બતાવે તે તરવાનાં સાધન હોય તો જ ખરાં સાધન. સત્પરુષ ને સન્શાસ્ત્ર એ વ્યવહાર કાંઈ કલ્પિત નથી.
" વિચારવાને બીજાં આલંબનો મૂકી દઈ, આત્માના પુરુષાર્થનો જય થાય, તેવું આલંબન લેવું.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૬૪૩), ૯૫૭, ઉપદેશ છાયા
દુર્નય તે સુનય ચલાયા, એકત્વ અભેદે ધ્યાયા; તે સવિ પરમાર્થ સમાયા, તસુ વર્તન ભેદ ગમાયા રે.” - શ્રી દેવચંદ્રજી (સુજાત જિનસ્તવન) વ્યવહારનયની પૂરેપૂરી ઉપયોગિતા - ઉપકારિતા સ્પષ્ટપણે દર્શાવવા પૂર્વક તેની યથાયોગ્ય
સમુચિત સમ્યક મર્યાદા નિયત કરી છે એટલું જ નહિં પણ, નિશ્ચયનયના વ્યવહારના પ્રથમ પદવીમાં યથાયોગ્ય અધિકારી સમ્યક પાત્રનો પણ ગર્ભિત નિર્દેશ કર્યો છે : “વ્યવહાર - હસ્તાવલંબ : પરમ અર્થ નથ: ચાતું યદ્યપિ હંત ! હસ્તાવર્તવ:' - વ્યવહરણ નય-વ્યવહાર નય યદ્યપિ દશને ન કિંચિત્ - જોકે “દંત - અહો ! હે શિષ્ય ! હસ્તાવલંબ-હાથને ટેકો આપનારો
અવલંબ હોય, કોને ? ક્યારે ? “ પૂર્વવ્યામિદ નિહિતપવાનાં પ્રાક પદવીમાં - પૂર્વ ભૂમિકામાં અહીં - મોક્ષમાર્ગને વિષે જેઓએ પદ નિહિત કર્યું છે - પગલું મૂક્યું છે,
૧૪૬