________________
પૂર્વરંગ: સમયસાર કળશ-૪
આત્માને ઉપકારી થાય એવા તમારા ઈષ્ટ પ્રયોજનમાં નિયુક્ત થાઓ ! લાગી જાઓ ! આમ ચા
વાદી જિનવચન પરસ્પર વિરુદ્ધ નયોનો-અપેક્ષા વિશેષોનો વિરોધ મિટાવે આવા જિન વચને રમે તે છે. આવા જ ભાવનું કાવ્ય આ કલશકર્તાએ તેમની ખ્યાતનામ કૃતિ સમયસાર પરંજ્યોતિ દેખે
! “પુરુષાર્થસિદ્ધિ ઉપાય'ના મંગલાચરણમાં જ કહ્યું છે - “જે પરમાગમનો
પછી
જીવ-આત્મા છે અને જન્માંધ પુરુષોના હાથીના સ્વરૂપ વિષેના ઝઘડાને નિષેધનારો તથા સકલ નવિલસિતોના વિરોધને મથી નાંખનારો છે એવા અનેકાંતને હું નમસ્કાર કરૂં છું.” આવા નયનો ખાલી મફતનો ઝઘડો મટાડનારા સ્યાદવાદ રૂપ પ્રમાણભૂત જિન વચનમાં જેઓ સ્વયં મોહ વમી રમે નાંખ્યો છે એવાઓ શ્રદ્ધારૂપ-રુચિ-પ્રતીતિ ધરતા તથારૂપ આત્મપરિણામ આનંદોલ્લાસથી રતિ અનુભવે છે, તે પુરુષો શીધ્ર જ ઉંચે ને ઉંચે (ઉચ્ચ) સર્વાતિશાયી પરમ જ્યોતિ સ્વરૂપ સમયસારને દેખે જ છે - સાક્ષાત્ પ્રગટ અનુભવે જ છે, અથવા તો જેઓ સ્યાદ્વાદી જિન વચનમાં રમે છે, તેઓ સ્વયં મોહ વમે છે, અર્થાતુ જેઓ જિન વચનમાં રમણ કરે છે - તથારૂપ આત્મ પરિણામ રૂપ આનંદમય રતિ અનુભવે છે, તેઓનો મોહ સ્વયં - આપોઆપ “વાંત' - વાઈ ગયેલો હોય છે - વમન થઈ જાય છે અને એમ તેઓનો મોહ વમન થઈ ગયેલો છે એટલે જ તેઓ શીઘ જ સમયસાર પરમ જ્યોતિને અનુભવ - નેત્રથી સાક્ષાત દેખે જ છે, સાક્ષાતુ અનુભવન કરે જ છે, અર્થાતુ.
અંધકાર નષ્ટ થવા સાથે જ પ્રકાશ હોય છે, તેમ મોહ અંધકાર નષ્ટ થવા સાથે જ સમયસાર પરંજ્યોતિ રૂપ શુદ્ધ આત્મતત્ત્વ પ્રકાશ અનુભવાય જ છે. કેવી છે તે પર જ્યોતિ ? “અનવમ' - જે નવી નથી એટલે કે પુરાતન - પુરાણી છે. અનાદિથી
ચાલી આવેલી સ્વયં અનાદિસિદ્ધ છે, અને નયપક્ષથી અક્ષુણ-નહિ લુણ
થયેલી - નહિ ખૂંદાયેલી - નહિ ચગદાયેલી - નહિ કચરાયેલી એવી છે. અનવમ - નયપક્ષ અસુરણ તે પરંતિ
' અર્થાત્ તે સમયસાર પરંજ્યોતિ ‘અનવમ' છે, કાંઈ નવીન ઉત્પન્ન થયેલી
નથી, પણ પુરાણી, સહભૂત, સહજ અજ એવી હોઈ સહજત્મસ્વરૂપ પુરાણ
પુરુષ રૂપ છે. અત્યારે પૂર્વે માત્ર તે કર્મ આવરણથી આચ્છાદિત-તિરોહિત હતી, પણ હવે તે આવિર્ભત થઈ છે, સાક્ષાતુ આત્માનુભવથી આવિર્ભાવ (પ્રગટતા) પામી છે. એવી તે સમયસાર પરંજ્યોતિ સમસ્ત નયપક્ષથી અતિક્રાંત-પર હોઈ, સર્વ નયથી અક્ષુણ છે, નહિં ખુંદાયેલી - નહિ ચગદાયેલી - નહિ કચરાયેલી અખંડિત છે, કારણ કે તે સહજ આત્મ અનુભવથી પ્રત્યક્ષ પ્રમાણ રૂપ વસ્તુ સર્વનયના અધિષ્ઠાનરૂપ - આધારભૂત હોઈ. કોઈપણ નય કે અનય-દુર્નય તેને ખંડિત કરી શકતો નથી.
"परमागमस्य जीवं निषिद्धजात्यन्धसिन्धुरविधानम् । સરનાનિરિતાનાં વિરોધનયનં નાત ” - શ્રી પુરુષાર્થ સિદ્ધિ ઉપાય” (અમૃતચંદ્રાચાર્યકૃત)
૧૪૫