________________
પૂર્વગઃ સમયસાર કળશ-૫
તેઓને, ત્યારે યદ્યપિ આમ છે, તથાપિ શું? તરિ પરમ પૂરતાં નૈષ વિચિત્ - સદાપિ - તથાપિ - તો પણ પરમ અર્થને' - પરમાર્થને - પરમ પદાર્થ આત્માને - સમયસાર જ્યોતિને અંતરમાં ‘દેખતાઓને- દેખી રહેલાઓને - સાક્ષાત અનુભવ પ્રત્યક્ષ કરી રહેલાઓને “આ” - વ્યવહારનય ન કિંચિત્' છે - કંઈ કામનો નથી. કેવો પરમ અર્થ ? “વિતુવમલ્હારમાત્ર’ - ચિત્યમત્કારમાત્ર, માત્ર - કેવલ ચિત્ ચમત્કાર-ચૈતન્ય ચમત્કારચૈતન્યના ચમકારા સિવાય જ્યાં બીજું કાંઈ પણ નથી એવો. એવો પણ શાથી ? ક્યારે ? “નુરવિરહિત' - પરવિરહિત, “પરથી” - ચેતનથી અન્ય ભાવથી “વિરહિત” - વિશેષે કરીને રહિત - સર્વથા શૂન્ય એવો છે તેથી, ત્યારે આ હેતુવિશેષણ છે. અર્થાત્ ચિત ચમત્કારમાત્ર આ પરમાર્થ “પરવિરહિત” - સમસ્ત પરભાવથી અને પરપ્રત્યયી વિભાવથી વિરહિત - સર્વથા શૂન્ય છે, એટલે સમસ્ત પરભાવથી અને પરપ્રત્યયી વિભાવથી વિરહિત – વિરહ પમાડેલો - સર્વથા રહિત - શૂન્ય કરાયેલો એવો આત્મા પોતે તથારૂપ શુદ્ધ આત્મ પરિણમનથી “પર વિરહિત” થાય, ત્યારે જ તથારૂપ “પરવિરહિત” - સર્વ અન્ય ભાવથી સર્વથા રહિત-શૂન્ય ચિત્ ચમત્કારમાત્ર આ પરમાર્થ દેખે - સાક્ષાતુ કરે - અનુભવ પ્રત્યક્ષ કરે. વ્યતિરેકથી તથારૂપ શુદ્ધ આત્મ પરિણમનથી પરવિરહિત' ન કરે તો પરભાવ-વિભાવના પ્રતિભાસને લીધે તથારૂપ ‘ચિતુચમત્કારમાત્ર’ ન દેખે. કારણકે જેના અંતરમાં પરપ્રત્યયી રાગ-દ્વેષ-મોહાદિ વિભાવભાવ Úરી રહ્યા હોય, તે શુદ્ધોપયોગની ગમે તેટલી મોટી વાતો કરતા હોય, તો પણ “માત્ર” - કેવલ “ચિતુ ચમત્કાર' સિવાય બીજું કાંઈ જ્યાં નથી એવો ચિતુ ચમત્કારમાત્ર પરમાર્થ – શુદ્ધ આત્મા ક્યાંથી દેખી શકે ? ક્યાંથી અનુભવી શકે ? જેના અંતરમાં પરપ્રત્યયી રાગ-દ્વેષ-મોહાદિ કોઈ પણ વિભાવભાવ સ્ફરતો નથી, એવો શુદ્ધોપયોગ દશાસંપન્ન શુદ્ધોપયોગી શ્રમણ જ અથવા જ્ઞાનદશાસંપન્ન નિશ્ચય સમ્યગુદૃષ્ટિ જ્ઞાની સત્પુરુષ જ તથારૂપ ચિતુચમત્કારમાત્ર પરમાર્થ-શુદ્ધ આત્મા દેખી શકે, અનુભવ પ્રત્યક્ષપણે અનુભવી શકે. આમ શુદ્ધોપયોગ દશાને પામેલા શુદ્ધોપયોગી શ્રમણો જ - જ્ઞાનદશા સંપન્ન નિશ્ચય સમ્યગુ દષ્ટિ જ્ઞાની સતુ પુરુષો જ “પરમભાવદર્શીઓ હોઈ મુખ્યપણે આ નિશ્ચયનયના યોગ્ય અધિકારીઓ છે એમ અત્ર સ્પષ્ટ ધ્વનિત થાય છે.
જેમ આકાશમાં વિશ્વનો પ્રવેશ નથી, સર્વભાવની વાસનાથી આકાશ રહિત જ છે, તેમ સમ્યક દૃષ્ટિ પુરુષોએ પ્રત્યક્ષ સર્વ દ્રવ્યથી ભિન્ન, સર્વ અન્ય પર્યાયથી રહિત જ આત્મા દીઠો છે.”
- શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૮૩૩ આમ બન્ને નયની પોતપોતાની યથાયોગ્ય ભૂમિકા છે. અપરમભાવ રૂ૫ પૂર્વ ભૂમિકામાં વ્યવહારનય પણ પ્રયોજનભૂત છે, પછી પરમભાવ રૂપ ઊર્ધ્વભૂમિકામાં નિશ્ચયનય જ પ્રયોજનભૂત છે. કારણકે બન્નેનું પ્રયોજન આત્માને આંત્મગુણ વિકાસમાં માર્ગદર્શક બની આગળ લઈ જવાનું - આગળ વધારવાનું છે અને તે અર્થે જ બન્ને નયનું સમ્યક પ્રરૂપણ ભગવાન જિનોએ કર્યું છે. “ - નમ્' to lead. દોરી જવું. લઈ જવું એમ ધાત અર્થ પરથી જીવને આત્મવિકાસની ઊર્ધ્વ ઊર્ધ્વ ભૂમિકાએ લઈ જય - દોરી જાય તે “નય.” વ્યવહાર નય પણ અમુક ભૂમિકા સુધી - જીવને કેવળ શુદ્ધનયની યોગ્યતા થાય ત્યાં સુધી યોગ્યતા પ્રાપ્ત કરવામાં ઉપયોગી હોવાથી પરમાર્થ માર્ગદર્શકપણે ઉપકારી છે, પછી તથારૂપ દશા થયે કેવળ શુદ્ધ નય જ ઉપકારી છે. બન્નેનો ઈષ્ટ ઉદેશ જીવને આત્મવિકાસમાં આગળ વધારવાનો છે. નિશ્ચય સહકારી - નિશ્ચય લક્ષી વ્યવહારનું કામ પૂરું થાય છે ત્યાં કેવળ શુદ્ધ નયનું જ (નિશ્ચયનું જ) કામ શરૂ થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો નિશ્ચય લક્ષી નિશ્ચય પ્રતિપાદક વ્યવહારનયે જીવને આગળ વધારવાનું અધૂરું મૂકેલું કામ નિશ્ચયનય ઉપાડી લે છે. અર્થાત્ બન્ને નય પોતપોતાની ભૂમિકા પ્રમાણે - પોતપોતાની સમુચિત મર્યાદામાં જીવને ઈષ્ટ માર્ગે આગળ વધારવાનું કાર્ય કરે છે. આમ બન્નેનો ઈષ્ટ હેતુ અને કાર્ય જીવને એક આગળ લઈ જવાનું - આગળ વધારવાનું જ છે, કેવળ આત્માર્થનું જ છે, એટલે બન્નેનો દેખીતો વિરોધાભાસ પણ નષ્ટ થાય છે, એટલું જ નહિ પણ એકનું કાર્ય બીજો મિત્ર ઉપાડી ત્યે એવું સ્પષ્ટ થાય છે.
૧૪૭