________________
સમયસાર : આત્મખ્યાતિ
સર્વાગી સબ નયધની રે, માને સબ પરમાન, નયવાદી પલ્લો ગ્રહી પ્યારે, કરે ભરાઈ ઠાન... નિસાની.” - શ્રી આનંદઘનજી પદ, ૨૧
નિશ્ચય દૃષ્ટિ ચિત્ત ધરીજી, જે ચાલે વ્યવહાર, પુણ્યવંત તે પામશેજી, ભવ સમુદ્રનો પાર.” - શ્રી યશોવિજયજી
ઉપરમાં “આત્મખ્યાતિ'ના ગદ્યભાગમાં નિશ્ચય અને વ્યવહારની જિન દર્શનની સાપેક્ષતા અંગે જે કહ્યું, તેની પરિપુષ્ટિરૂપ આ કળશ કાવ્ય લલકારી આર્ષ દેણ પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ મોહનાશથી સમયસાર પરે જ્યોતિનું સમ્યગુ દર્શન-અનુભવ કરાવનાર સ્યાદ્વાદી જિન વચનનો અપૂર્વ મહિમા સંગીત કર્યો છે : નિનવસ રમંતે જે સ્વયં વાંતમોહી: - જેઓ જિન વચનમાં રમે છે, તે સ્વયં મોહ જેનો વાંત-વમન થઈ ગયેલો છે એવાઓ, ઝટ જ સર્વોચ્ચ - સર્વાતિશાયિ સમયસાર પર જ્યોતિ દેખે જ છે, સાક્ષાત્ કરે છે. “સઃ સમયસાર તે પરંભ્યોતિરુહૈ. áત વ !' કેવું છે જિન વચન ? ‘ઉમયનવિરોધધ્વનિ ઉભય નયના - નિશ્ચય અને વ્યવહાર એ બન્ને નયના વિરોધને વંસી - ધ્વસનારૂં - ધ્વંસ સર્વનાશ કરનારૂં, ધ્વંસ કરવો એ જેનું શીલ-સ્વભાવ છે એવું, એમ શાથી ? “ચાં -
સ્માત' પદ જેનો “અંક' - ચિહ્ન, મુદ્રા છે એટલે કે “સ્યાહુ - કથંચિત કોઈ અપેક્ષાએ એમ છે એવા પ્રકારના “ચાતુ' પદથી અંતિ-મુદ્રિત છે, તેથી આ હેતવિશેષણ છે. આવા જિનવચન થકી મોહનાશથી જે સમયસાર પર જ્યોતિનું દર્શન - સાક્ષાત્કાર થાય છે તે કેવી છે ? “નવમનયપક્ષાક્ષu’ - અનવમ - નવી નહિં અને નયપક્ષથી અક્ષુણ નહિ ખુંદાયેલી - નહિ કચરાયેલી - નહિં ચગદાયેલી - નહિ ખંડિત થયેલી એવી. જિન વચન છે તે “ચાતું પદથી અંકિત-મુદ્રિત છે, “સ્માત’ કોઈથી ઉલ્લંઘી ન શકાય એવી
પદની જ્યાં રાજમુદ્રા - છાપ (Royal seal) છે. એવું જે અલંધ્ય સ્યાદ્રસ્માત’ પદાંકિત જિન વચન બાદ વાન ને પરમ આપ-પરમ પમાણ જિના
વાદ વચન તે પરમ આત-પરમ પ્રમાણ જિન વચન છે અને તે પ્રત્યેક વસ્તુ ઉભય નય વિરોધ áસી
કથંચિતુ વિવિધ અપેક્ષાવિશેષે પરીક્ષતું હોઈ સર્વ નયનો પરસ્પર કલહ-ઝઘડો
મિટાવે છે. એટલે તે, જન્માંધ પુરુષોના હાથીના સ્વરૂપ બા. ઝઘડાની જેમ, એકબીજા સાથે નકામા ઝઘડતા નિશ્ચય અને વ્યવહારના પરસ્પર વિરોધનો - તકરારનો સત્વર અંત આણે છે. જેમકે - અભેદગ્રાહી અને આત્માશ્રિત એવો શુદ્ધ દ્રવ્યાર્થપ્રધાન (શુદ્ધ નય) નિશ્ચયનય એમ કહે છે કે આત્મા અબદ્ધ જ છે - શુદ્ધ જ છે, પરવસ્તુની સાથે એને કાંઈ લેવા દેવા નથી, ત્યારે ભેદગ્રાહી અને પરાશ્રિત એવો અશુદ્ધ પર્યાયાર્થપ્રધાન વ્યવહારનય એમ કહે છે કે, આત્મા બદ્ધ જ છે, અશુદ્ધ જ છે, પરવસ્તુની સાથે એને પૂરેપૂરો સંયોગ સંબંધ છે. આમ બન્ને નય પરસ્પર વિરુદ્ધ (Diametrically opposite) વાત કરી ઝઘડો કરી રહ્યા છે. ત્યારે સ્વાદુવાદી જિનવચન વદે છે કે - ઉભા રહો ! તમારો બન્નેનો આ ઝઘડો મિથ્યા છે. તે નિશ્ચયનયને ઉદેશીને કહે છે - હે નિશ્ચયનય ! આત્માના મૂળ સહજ વસ્તુ સ્વરૂપ પ્રત્યે - સહજાત્મસ્વરૂપ દ્રવ્ય સ્વભાવ પ્રત્યે દૃષ્ટિ કરતાં આત્મા અબદ્ધ છે, શુદ્ધ છે અને પરવસ્તુની સાથે પરમાર્થથી એને કાંઈ લેવાદેવા નથી, એ હારી વાત જો કે ખરી છે, તો પણ આત્મા અબદ્ધ જ છે - શુદ્ધ જ છે એમ તું જે એકાંત રૂપ “જ' કાર કહે છે તે હારી વાત ખોટી છે, કારણકે અનાદિ સ્વપર પ્રત્યય બંધ પર્યાય પ્રત્યે દૃષ્ટિ કરતાં આત્મા બદ્ધ પણ છે, અશુદ્ધ પણ છે, માટે તું એકાંતે આત્મા અબદ્ધ જ છે - શુદ્ધ જ છે એમ કહે તે મિથ્યા હોઈ મિથ્યાત્વ છે.
આમ એક બીજાથી નિરપેક્ષપણે તમે તમારું વક્તવ્ય કહો તો તમે બન્ને મિથ્યા છો - નયાભાસ અથવા કુનય છો, અને એકબીજથી સાપેક્ષપણે તમારું વક્તવ્ય કહો તો તમે બન્ને સમ્યફ છો - તત્ત્વ પ્રત્યે લઈ જનારા ખરેખરા “નય” અથવા સુનય છો. માટે તમે પરસ્પરનો વિરોધ શમાવી, શાંત થઈ, તમારી પોતપોતાની યથાયોગ્ય કક્ષામાં - સમ્યક મર્યાદામાં રહી, આત્માને ઉંચે ને ઉંચે લઈ જાય એમ
૧૪૪