________________
સમયસાર : આત્મખ્યાતિ
નિઃશંક્તિત્વ-નિઃકાંક્ષિત્વ-નિર્વિચિકિત્સવ-નિર્મઢ દૃષ્ટિવ-ઉપવૃંહણ-સ્થિતિકરણ-વાત્સલ્ય-પ્રભાવના લક્ષણ, દર્શનાચાર ! તું શુદ્ધ આત્માનો છે નહિ એમ હું નિશ્ચયથી જાણું છું, તથાપિ હું તને ત્યાં લગી આશ્રય કરું છું કે જ્યાં લગી “હારા પ્રસાદ થકી” હું (હારો આત્મા) શુદ્ધ આત્માને અનુભવે.” ઈત્યાદિ
આચાર્યવર્ય અમૃતચંદ્રાચાર્યજીના આ ટંકોત્કીર્ણ વચનામૃતનો જાણે પ્રતિધ્વનિ કરતા હોય એમ ન્યાયાચાર્ય યશોવિજયજી ઉપાધ્યાયજી “સાડા ત્રણસો ગાથાના સ્તવન'માં સ્પષ્ટ વચન ટંકાર કરે છે કે-શુદ્ધનય - ધ્યાન તો સદા તેને પરિણામે છે કે, જેને શુદ્ધ વ્યવહાર હૃદયમાં રમે છે, (પણ) મલિન વસ્ત્રમાં જેમ કંકમનો રંગ લાગતો નથી, તેમ હીન વ્યવહારવંતના ચિત્તમાં આ નિશ્ચયથી ગુણ નથી થતો, (શુદ્ધ વ્યવહાર વિના નિશ્ચય પરિણમતો નથી). વ્યવહાર શ્રેણીને પ્રથમ છાંડતા જેઓ આપ મત માંડતાં એક આ નિશ્ચયને આદરે છે, તેઓની ઉતાવળે (ભવભ્રમણાની) આપદા ટળતી નથી. ખરેખર ! યુધિતની - ભૂખ્યાની ઈચ્છાએ ઉંબર કદી પાકે નહિં. એટલું જ નહિ પણ શુદ્ધ વ્યવહાર કરી ગુરુયોગ-પરિણતપણું હોય છે, તે વ્યવહાર વિના શુદ્ધનયમાં તે (ગુરુ યોગ-પરિણતપણું) ઘણું હોતું નથી. (એટલે કે નિશ્ચયને બળવાનું બનાવવા માટે - નિશ્ચયની પુષ્ટિ-ભાવવૃદ્ધિ કરવા માટે પણ વ્યવહાર આવશ્યક ને ઉપકારી છે). વળી વ્યવહાર ગુણથી જે ભાવલવ-ભાવલેશ ભળે છે, તેથી શુદ્ધનય ભાવના ચળતી નથી, કોઈ અપરિણત મતિવાળા છે તે ભેદ જાણતા નથી, કારણકે શુદ્ધનય અતિ જ ગંભીર છે, (અને) “ભેદલવ’ - જરાક ભેદ જણાતાં કોઈ માર્ગને ત્યજી દે છે અને અતિ પરિણતિમંત થઈ પરસમય સ્થિતિને ભજે છે. કોઈ કહે છે કે “ચીંથરા વીણતાં' (પ્રતિલેખનાદિ ક્રિયા કરતાં) મુક્તિ છે, કોઈ કહે છે - ઘરમાં દહીંથરાં જમતાં સહજ મુક્તિ છે, પણ એ બન્ને મૂઢ તેના ભેદને જાણતા નથી કે જ્ઞાનયોગે ક્રિયા સાધતાં તે - મુક્તિ “સી” - ચોક્કસ નિશ્ચયે કરીને હોય છે.
શુદ્ધ નય ધ્યાન તેહને સદા પરિણમે, જેને શુદ્ધ વ્યવહાર હીયડે રમે; મલિન વચ્ચે યથા રાગ કુંકુમતણો, હીન વ્યવહાર ચિત્ત એહથી નવિ ગુણો. જેહ વ્યવહાર સેઢી પ્રથમ છાંડતા, એક એ આદરે આપ મત માંડતાં; તાસ ઊતાવલે નવિ ટલે આપદા, સુધિત ઈચ્છામેં ઉંબર ન પાયે કદા. ભાવલવ જેહ વ્યવહારગુણથી ભલે, શુદ્ધનય ભાવના તેહથી નવિ ચલે, શુદ્ધ વ્યવહાર ગુયોગ પરિણતપણું, તેહ વિણ શુદ્ધનયમાં નહિ તે ગણું, કેઈ નવિ ભેદ જાણે અપરિણતમર્તિ, શુદ્ધનય અતિહિ ગંભીર છે તે વતી, ભેદલવ જાણતાં કેઈ મારગ તજે, હોય અતિ પરિણતિ પરસમય સ્થિતિ ભજે. કોઈ કહે મુક્તિ છે વિણતાં ચીથરા, કોઈ કહે સહજ જમતાં ઘર દહિથરાં મૂઢ એ દોય તસ ભેદ જાણે નહીં, જ્ઞાનયોગે ક્રિયા સાધતાં તે સહી.”
- શ્રી યશોવિજયજી કૃત સાત્રિ. ગ.સ્વ. ઢાલ-૧૬ “પૂર્ણ તત્ત્વ નિજ સંપદા, જ્યાં લગે પૂર્ણ ન થાય... જિનવર ! ત્યાં લગી જગગુરુ દેવના, એવું ચરણ સદાય... જિનવર !
શ્રી ઋષભાનન સ્તવન, “શ્રી દેવચંદ્રજી' આ અંગે પરમ આત્મષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીએ િિડમ નાદથી ઉદ્ઘોષણા કરી છે - બારમા ગુણસ્થાનકના અંત સુધી પણ જીવે જ્ઞાનીનું અવલંબન લેવું એમ કહ્યું છે.”
“જેમ છે તેમ નિજ સ્વરૂપ સંપૂર્ણ પ્રકાશે, ત્યાં સુધી નિજ સ્વરૂપના નિદિધ્યાસનમાં સ્થિર રહેવાને જ્ઞાની પુરુષનાં વચનો આધારભૂત છે, એમ પરમ પુરુષ શ્રી તીર્થંકરે કહ્યું છે, તે સત્ય છે. બારમે ગુણસ્થાનકે વર્તતા આત્માને નિદિધ્યાસન રૂપ ધ્યાનમાં શ્રુતજ્ઞાન એટલે મુખ્ય એવાં જ્ઞાનીના વચનોનો
૧૩૪