________________
પૂર્વરંગઃ સમયસાર ગાથા-૯-૧૦
શાન નિષ્ફળ કર્યું. એક નયથી એવી વિચારણા પણ થઈ શકે છે કે, શાસ્ત્રો (લખેલાનાં પાનાં) ઉપાડવાં અને ભણવાં એમાં કંઈ અંતર નથી, જો તત્ત્વ ન મળ્યું તો. કારણ બેયે બોજો જ ઉપાડ્યો. પાનાં ભણી ગયા તેણે મને બોજો ઉપાડ્યો, પરંતુ વાસ્તવિક લક્ષાર્થ વિના તેનું નિરૂપયોગી પણું થાય એમ સમજણ છે. જેને ઘેર આખો લવણ સમુદ્ર છે તે, તૃષાતુરની તૃષા મટાડવા સમર્થ નથી, પણ જેને ઘેર એક મીઠા પાણીની વીરડી છે, તે પોતાની અને બીજા કેટલાકની તૃષા મટાડવા સમર્થ છે અને જ્ઞાન દષ્ટિએ જોતાં મહત્વ તેનું જ છે. તો પણ બીજા નય પર હવે દૃષ્ટિ કરવી પડે છે અને તે એ કે કોઈ રીતે પણ શાસ્ત્રાભ્યાસ હશે તો કંઈ પાત્ર થવાની જિજ્ઞાસા થશે અને કાળે કરીને પાત્રતા પણ મળશે અને પાત્રતા બીજાને પણ આપશે. એટલે શાસ્ત્રાભ્યાસનો નિષેધ અહીં કરવાનો હેતુ નથી. પણ મૂળ વસ્તુથી દૂર જવાય એવા શાસ્ત્રાભ્યાસનો તો નિષેધ કરીએ તો એકાંતવાદી નહીં કહેવાઈએ.’’
-
- શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-(૧૨૩), ૧૩૯ અથવા પ્રકારાંતરથી વિચારીએ તો યઃ શ્રુતજ્ઞાનં સર્વ જ્ઞાનાતિ' જે શ્રુત જ્ઞાન સર્વ જાણે છે, તે શ્રુત કેવલી એવો જે આ વ્યવહાર છે, તે તેં શ્રુતવતીતિ વ્યવહારઃ, પરમાર્થ પ્રતિપાદકપણાએ કરીને આત્માને પ્રતિષ્ઠાપિત કરે છે, પરમાર્થપ્રતિપાવત્વેનાત્માનં પ્રતિષ્ઠાપવૃતિ | કારણકે ઉપરમાં સ્પષ્ટ કરી દેખાડ્યું, તેમ જ્ઞાન સર્વ આત્મા છે, એટલે જે શ્રુતજ્ઞાન સર્વ જાણે છે તે, શ્રુતકેવલી એવો વ્યવહાર, પરમાર્થ પ્રતિપાદન કરવાપણાએ કરીને આત્માનું પ્રતિષ્ઠાપન કરે છે.
આમ વ્યવહાર પરમાર્થ પ્રતિપાદક હોય છે, તે દર્શાવવા માટે અત્રે રજૂ કરેલા શ્રુતકેવલીના સમર્થ ઉદાહરણ પરથી વ્યવહાર પરમાર્થ પ્રતિપાદકપણાએ કરીને આત્માને પ્રતિષ્ઠાપે છે અને તે પરથી આ ઉક્ત સર્વ રહસ્ય ફલિત થાય છે. અત્રે સારાંશ એ છે કે, જો પોતાના નિજ કેવલ શુદ્ધ આત્મસ્વરૂપને જાણ્યું તો સર્વ લોકને જાણ્યો અને નિજ સ્વરૂપને ન જાણ્યું તો સર્વ જાણ્યું તે ફોગટ છે. આ અંગે પરમ આત્મભાવનાથી પરમ ભાવિતાત્મા અને પ્રયોગસિદ્ધ સમયસારને જીવનમાં અનન્યપણે સાક્ષાત્ આચરી દેખાડનારા વર્તમાન યુગના સંશિરોમિણ પરમ યોગીશ્વર પરમર્ષિ શ્રીમદ્ રાજચંદ્રજીનું ટંકોત્કીર્ણ મનનીય અનુભવ વચનામૃત છે કે
“જબ જાન્યો નિજ રૂપકો, તબ જાન્યો સબ લોક;
નહિ જાન્યો નિજ રૂપકો, સબ જાન્યો સો ફોક.'' - શ્રીમદ્ રાજચંદ્રજી, હાથનોંધ
૧૧૭