________________
સમયસાર : આત્મખ્યાતિ
છે, એવા સાક્ષાત્ સમયસાર સ્વરૂપ જિન-સિદ્ધ ભગવાનું અથવા શુદ્ધ આત્મ ભગવાનું અને તેના સહજાત્મસ્વરૂપનું સંકીર્તન કરતા આ સમયસાર શાસ્ત્ર કરતાં વધારે બળવાન પુષ્ટ નિમિત્ત સાધન
જે કર્યું હોઈ શકે ? કારણકે કોઈ પણ કાર્ય કરવું હોય તો તેના ગુણ કારણપણે જેણે તે કાર્ય કર્યું છે. તે જ અનુપમ કારણ છે. એટલે આ કતકત્ય જિન-સિદ્ધ ભગવાનની સિદ્ધતા તો મ્હારા આત્માને આત્મસિદ્ધિનું ઉત્તમ સાધન છે.
ઉપાદાન આતમા સહી રે, પુણાલંબન દેવ... જિનવર પૂજો ! ઉપાદાન કારણપણે રે, પ્રગટ કરે પ્રભુ સેવ... જિનવર પૂજો ! શ્રી સંભવ. કાર્ય ગુણ કારણપણે રે, કારણ કાર્ય અનૂપ... જિનવર પૂજો ! સકલ સિદ્ધતા તાહરી રે, માહરે સાધન રૂપ. જિનવર પૂજો !” - શ્રી દેવચંદ્રજી આમ ચેતન મોહને લીધે પર પ્રત્યે ગમન-પરિણમન કરી પુદ્ગલ ભોગમાં રાચ્યો, પર
પ્રત્યયે-પર નિમિત્તે મોહજન્ય રાગાદિ રૂપ આસક્તિ ભાવે-વિભાવ ભાવે
પરિણમ્યો, તેથી પર કારણના યોગે કરીને નિમિત્ત-નૈમિત્તિક સંબંધથી જડ અશુદ્ધ નિમિત્ત: સત્.
આત્માની આ પર પરિણામિકતા રૂપ અશુદ્ધ દશા ઉપજી, પણ આ શાસ્ત્ર વ્યાખ્યાન શુદ્ધ નિમિત્ત
જાણપણા રહિત પરદ્રવ્ય રૂપ જડ તો અશુદ્ધ નિમિત્ત છે, વીર્ય-શક્તિથી
વિહીન છે, સર્વથા સામર્થ્ય રહિત છે, અને આ પરમ શુદ્ધ નિમિત્ત રૂપ ભગવાન સમયસાર - શુદ્ધ આત્મા તો અનંત વીર્ય અને અનંત જ્ઞાનથી અનંત સુખમાં લીન પરમ સમર્થ છે. એટલે આ અનંત વીર્ય-અનંત જ્ઞાન સંપન્ન અનંત શક્તિના સ્વામી પરમ શુદ્ધ નિમિત્ત રૂપ જિન-સિદ્ધ સ્વરૂપ સાક્ષાત સમયસાર શુદ્ધ આત્માની આગળ આ પરમ અશુદ્ધ નિમિત્ત રૂપ પામર નિર્વીર્ય-નિઝુન જડની શી તાકાત છે ? એટલે મેં નિશ્ચય કર્યો છે કે નિશ્ચયથી આ તેવા જ તથારૂપ અનંત શક્તિના સ્વામી પરમ શુદ્ધ ઉપાદાન નિમિત્ત રૂપ શુદ્ધ આત્મા - સમયસારનું ઉત્કીર્તન કરનારા આ સમયસાર શાસ્ત્રના વ્યાખ્યાન રૂપ પરમ શુદ્ધ નિમિત્તના સેવનથી મને-હારા આત્માને પર પરિણતિ ટળી નિજ પરિણતિનો ભોગ થશે, શુદ્ધ આત્માનુભવનો આત્યંતિક ઉત્કટ અભ્યાસ પ્રાપ્ત થશે, રાગ-દ્વેષ-મોહ રૂપ વિભાવની-ભાવકર્મની અંતરંગ અશુદ્ધિ દૂર થશે અને દ્રવ્ય કર્મરૂપ બહિરંગ અશુદ્ધિની નિરા થશે, એટલે દેહ ધારણ રૂપ નોકર્મ પણ દૂર થતાં ભવભયનો શોક ભાગી જશે અને આમ કોઈ પણ પ્રકારની કંઈ પણ
છે માત્ર પણ અવકાશ નહિ રહે, એવી હું શુદ્ધ ચિત્માત્ર મૂર્તિ અનુભૂતિની પરમ વિશુદ્ધિ થશે.
“શ્રી યુગમંધર વિનવું રે, વિનતડી અવધાર રે દયાળ રાય ! એ પરપરિણતિ રંગથી રે, મુજને નાથ ઉગાર રે દયાળ રાય !... શ્રી યુગ. પર પરિણામિકતા દશા રે, લહી પર કારણ યોગ રે... દયાળ રાય ! ચેતનતા પરગત થઈ રે, રાચી પુલ ભોગ રે... દયાળરાય.... શ્રી યુગ. અશુદ્ધ નિમિત્ત તો જડ અછે રે, વીરજ શક્તિ વિહીન રે દયાળ રાય ! તું તો વીરજ જ્ઞાનથી રે, સુખ અનંતે લીન રે દયાળ રાય !... શ્રી યુગ. તિશે કારણ નિશ્ચય કર્યો રે, મુજ નિજ પરિણતિ ભોગ ૨. દયાળ રાય ! તુજ સેવાથી નીપજે રે, ભાંજે ભવ ભય સોગ રે. દયાળ રાય!... શ્રી યુગ.
- ભક્ત શિરોમણિ શ્રી. દેવચંદ્રજી આમ વિશેષ વિચાર કરતાં જણાય છે કે – આ આખો સંસાર પર નિમિત્ત શું કરી શકે છે એનો