________________
સમયસાર : આત્મખ્યાતિ
-
આમ આ અનાદિ સંસાર અવસ્થામાં આ અનાદિ કર્મ સાથે બંધ પર્યાયની દૃષ્ટિએ જોઈએ તો કર્મ પુદ્ગલોની સાથે આત્માનું ક્ષીરનીરવત્ - દૂધ ને પાણી જેવું એકપણું છે ‘ક્ષીરોવવત્ ર્મપુાતૈ સમન્ વેંડપિ । અર્થાત્ કર્મપુદ્ગલ અને આત્માનો દૂધ ને પાણી જેમ જૂદા ન પાડી શકાય એવો એટલો બધો એક ક્ષેત્રાવગાહપણે ગાઢ સંબંધ છે કે, તે બન્નેનું જાણે એકપણું ભાસે છે. આમ બંધપર્યાયની દૃષ્ટિએ સંયોગ સંબંધથી જીવ-પુદ્ગલનું ભલે એકપણું છે. છતાં એકપણામાં પણ દ્રવ્ય સ્વભાવની દૃષ્ટિએ જોઈએ તો પુદ્ગલ દ્રવ્યથી ભિન્નપણું હોઈ પુદ્ગલ કાંઈ જીવ નથી બની જતો ને જીવ કાંઈ પુદ્ગલ નથી બની જતો, એટલે બંધ સંબંધથી એક છતાં તત્ત્વથી-પરમાર્થથી તે બન્નેનું જૂદાપણું તો એમને એમ કાયમ જ છે. અર્થાત્ શાયક આત્મા કાંઈ અજ્ઞાયક જડ બની જતો નથી ને અજ્ઞાયક, જડ જ્ઞાયક આત્મા બની જતો નથી. તેમજ જ્ઞાયક જડની અંદર જડમાં પેસી જતો નથી ને જડ શાયકની અંદર શાયકમાં પેસી જતો નથી, શાયક તો શાયક જ રહે છે, એટલે જ્ઞાયક કદી પણ શાયક ભાવથી પ્રમત્ત-ભ્રષ્ટ થયો નથી ને થવાનો નથી. તે શાયક ભાવ જો પ્રમત્ત જ થયો નથી ને થવાનો નથી, તો પછી અપ્રમત્ત થવાનો પ્રશ્ન જ નથી. શાયક ભાવ શું કદી અજ્ઞાયક બની ગયો છે ? કે બની જવાનો છે ? નહિં જ. જ્ઞાયકે શું કદી જ્ઞાયકપણું છોડી દીધું છે ? કે છોડી દેવાનો છે ? નહિં જ. તો પછી એ પ્રમત્ત કેમ જ હોઈ શકે ? અને પ્રમત્ત ન હોય તો પછી અપ્રમત્ત થવાનો અવકાશ જ ક્યાં રહ્યો ?
બંધપર્યાય અપેક્ષાએ કર્મ-આત્માનું એકપણું છતાં દ્રવ્ય સ્વભાવ અપેક્ષાએ ભિન્નપણું
‘‘જીવ, કાયા પદાર્થપણે જૂદાં છે, પણ સંબંધપણે સહચારી છે, કે જ્યાં સુધી તે દેહથી જીવને કર્મનો ભોગ છે. શ્રી જિને જીવ અને કર્મનો ક્ષીર નીરની પેઠે સંબંધ કહ્યો છે. તેનો હેતુ પણ એજ છે કે ક્ષીર અને નીર એકત્ર થયાં સ્પષ્ટ દેખાય છે, છતાં પરમાર્થે તે જૂદાં છે, પદાર્થપણે ભિન્ન છે, અગ્નિપ્રયોગે તે પાછાં સ્પષ્ટ જૂદાં પડે છે, તેમજ જીવ અને કર્મનો સંબંધ છે. કર્મનો મુખ્ય આકાર કોઈ પ્રકારે દેહ છે, અને જીવ ઈંદ્રિયાદિ દ્વારા ક્રિયા કરતો જાણી જીવ છે. એમ સામાન્યપણે કહેવાય છે, પણ જ્ઞાન દશા આવ્યા વિના જીવ કાયાનું જે સ્પષ્ટ જૂદાપણું છે, તે જીવને ભાસ્યામાં આવતું નથી, તથાપિ ક્ષીરનીરવત્ જૂદાપણું છે. જ્ઞાન સંસ્કારે તે જૂદાપણું સાવ સ્પષ્ટ વર્તે છે.''
શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-૪૨૦, ૫૦૯ આમ બંધપર્યાયની અપેક્ષાએ જ્ઞાયક આત્માનું જડ કર્મ પુદ્ગલ સાથે એકપણું છતાં દ્રવ્ય સ્વભાવની અપેક્ષાએ ભિન્નપણું છે, એટલે દ્રવ્યકર્મ સાથે ક્ષીરનીરવત્ ગાઢ સંબંધની અપેક્ષા લક્ષમાં લેતાં પણ આત્મા શાયક નથી પ્રમત્ત-અપ્રમત્ત નથી. એટલું જ નહિ, પણ ચૈતન્ય વિકાર રૂપ - વિભાવ રૂપ – વિચિત્ર શુભાશુભ ભાવરૂપ ભાવકર્મની અપેક્ષા લક્ષમાં લેતાં પણ શુદ્ઘ દ્રવ્ય સ્વભાવની દૃષ્ટિએ આત્મા પ્રમત્ત-અપ્રમત્ત નથી, દ્રવ્યસ્વમાવનિરૂપાયા_પ્રમત્તોડપ્રમત્તજ્જન મતિ । શાથી ? શુદ્ઘ દ્રવ્ય સ્વભાવની દૃષ્ટિએ આ જ્ઞાયકભાવ શુભાશુભ ભાવોના સ્વભાવે પરિણમતો નથી, માટે.
શાયક એકભાવ
ન પ્રમત્ત ન અપ્રમત્ત
-
-
શુમાશુમમાવાનાં* સ્વમાવેન ઝપરિણમનાત્। આ શુભાશુભ ભાવો કેવા છે ? ‘ઉપવૈશ્વરૂપ્ચાળાં’ -વૈશ્વરૂપ્સ - વિશ્વરૂપપણું જેણે ઉપાત્ત કર્યું છે - ઉપગૃહીત કર્યું છે એવા આ શુભાશુભ ભાવો પુણ્ય પાપ નિર્વર્તક છે, ‘મુખ્યપાપાનિર્વર્તાનાં’. અર્થાત્ શુભાશુભ ભાવો ગણ્યા ગણાય નહિં ને વીણ્યા વીણાય નહિં એટલા લોકપ્રમાણ અનંત - વિશ્વરૂપ છે અને તે પુણ્ય-પાપના નીપજાવનારા છે. આ વિશ્વરૂપ
" एक क्षेत्रस्थितोप्येति नात्मा कर्मगुणान्चयम् ।
तथा भव्यस्वभावत्वात्छुद्धो धर्मास्तिकायवत् ॥ यथा तैमिरिकचंद्रमप्येकं मन्यते द्विधा ।
અનિશ્ચયતોન્નાવ તથાત્માનમનેવષા ।'' - શ્રી યશોવિજયજી કૃત અધ્યાત્મસાર આત્મનિશ્ચયાધિકાર, શ્લોક-૧૯, ૨૦
૯૨