________________
પૂર્વગઃ સમયસાર ગાથા-૮
‘પણ’ ઉપન્યસનીય છે, ‘અનુસત્તવ્ય’ - અનુસરવા યોગ્ય નથી, અનુસર્રવ્ય તો પરમાર્થ જ છે. વ્યવહાર જેનો પરમાર્થ છે એવા આત્મજ્ઞાનીની આશાએ વર્ષે આત્મા લક્ષગત થાય, કલ્યાણ
થાય.
""
‘‘આત્મા સાંભળવો, વિચારવો, નિદિધ્યાસવો, અનુભવવો એવી એક વેદની શ્રુતિ છે.'' ‘‘આત્મા સમજવા અર્થે શાસ્ત્રો ઉપકારી છે અને તે પણ સ્વછંદરહિત પુરુષને’'
- શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૬૪૩, ૪૬૮, ૫૬૯ અર્થાત્ - અત્રે બ્રહ્મવિદ્યાના - આત્મવિદ્યાના જ્ઞાતા આત્મજ્ઞાની આત્મારામી સદ્ગુરુ તે આર્યરૂપ બ્રહ્મક્ષ સ્થાને છે, આત્મઅજ્ઞાની જગત્ જીવ તે અનાર્ય મ્લેચ્છ સ્થાને છે, વ્યવહારનય તે મ્લેચ્છ ભાષાસ્થાને છે અને પરમાર્થ તે ‘ગીર્વાણ’ દેવભાષા સંસ્કૃત સ્થાને છે, એમ ઉપનય ઘટાવી શકાય છે. મ્લેચ્છ મ્લેચ્છ ભાષા જ સમજે છે, તેને ‘સ્વસ્તિ' વચન કહેનારા આર્યની ‘ગીર્વાણ’-સંસ્કૃત દેવ ભાષાનું ભાન નથી, તેમ મ્લેચ્છરૂપ જગત્ મ્લેચ્છભાષા રૂપ વ્યવહારની જ ભાષા સમજે છે, તેને ‘આત્મારૂપ’ ‘સ્વસ્તિ’ વચનની પરમાર્થ રૂપ ‘ગીર્વાણ’ - દેવી દિવ્ય ભાષાનું ભાન નથી. એટલે તેને પરમાર્થ સમજાવવા માટે વ્યવહારનયની ભાષાનો પ્રયોગ કરવો પડે છે, એટલે જ વ્યવહારમાં જ રચ્યાપચ્યા રહેનારા મ્લેચ્છરૂપ આત્મઅજ્ઞાની જગને ‘ગાત્મ' પદનો અર્થ સમજાવવા માટે, વ્યવહા૨-૫૨માર્થના જાણ જ્ઞાની સદ્ગુરુ રૂપ બ્રહ્મશ વ્યવહારરૂપ મ્લેચ્છભાષા દ્વારા ગીર્વાણ ભાષારૂપ દિવ્ય દેવભાષારૂપ પરમાર્થનો આત્મપદનો બોધ કરે છે અહો ! દર્શન-જ્ઞાન-ચરિત્ર પ્રત્યે જ ‘અતિતિ' - અતે છે - ગમન કરે છે પરિણમ્યા કરે છે, તે વસ્તુ ‘આત્મા' છે. એમ ઉક્ત પ્રકારે જગજીવને પરમાર્થ સમજાવવા માટે મ્લેચ્છભાષા સ્થાનીય વ્યવહારનયનો પ્રયોગ શ્રીમદ્ સદ્ગુરુ ભગવાન્ કરે છે અને આમ પરમાર્થ પ્રતિપાદપણે વ્યવહારનો પણ ઉપન્યાસ કરવો યોગ્ય છે રજૂઆત કરવી યોગ્ય છે, પણ ‘બ્રાહ્મણને મ્લેચ્છ કરવો યોગ્ય નથી' વટલાવી મ્લેચ્છ બનાવવો યોગ્ય નથી એ વચનથી વ્યવહારનય અનુસરવો યોગ્ય નથી, વ્યવહારનો પ્રયોગ પરમાર્થ સમજવા માટે છે. પણ વ્યવહારને જ પરમાર્થ સમજી તે અનુસરવો યોગ્ય નથી, પણ વ્યવહાર દ્વારા પણ પરમાર્થ સમજી અનુસરવા યોગ્ય તો એક ૫૨માર્થ જ છે, વ્યવહાર તો આલંબન-સાધન માત્ર જ છે, તે વ્યવહાર આલંબનથી ૫રમાર્થ-સાધ્ય પર જ ચઢવાનું છે. મારે પ્રથમ પદ-પ્રધાન મુખ્ય પદ તો પરમાર્થનું જ - નિશ્ચયનું જ છે, તેના લક્ષે ગૌણ પદ વ્યવહારનું છે અને એને પણ અત્ર સ્થાન આપ્યું છે તે તેના પરમાર્થ પ્રતિપાદકપણાને લીધે જ. તાત્પર્ય કે પરમાર્થ સમજવા વ્યવહારનય ઉપકારી પ્રયોજનભૂત છે, પણ તે કાંઈ અનુસરવાનો નથી, અનુસરવાનો તો શુદ્ધ સહજ આત્મસ્વરૂપ પ્રકાશનારો પરમાર્થ જ છે.
-
-
“અનંત કાળ વ્યવહાર કરવામાં વ્યતીત કર્યો છે, તો તેની જંજાળમાં પરમાર્થ વિસર્જન ન કરાય એમ જ વર્તવું એવો જેનો નિશ્ચય છે, તેને તેમ હોય છે એમ જાણીએ છૈયે.''
- શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૨૯૯
૧૦૯