________________
સમયસાર : આત્મખ્યાતિ
ઉપાસાઈ રહ્યો છે, આરાધાઈ રહ્યો છે, તે “શુદ્ધ એમ કહેવાય છે, “શુદ્ધ તિ મન તે’ | અર્થાત જે આ એક જ્ઞાયક ભાવ છે, તે અશેષ-બાકી બીજા બધા દ્રવ્યોના ભાવોથી જૂદો પડતો હોઈ કેવળ એક શુદ્ધ જ્ઞાયક ભાવમય આત્માનો નિશ્ચય કરાવે છે, એટલે જ જે આત્માની સ્વરૂપ પ્રાપ્તિ ઈચ્છે છે, એવા
આત્માર્થીઓથી આત્માના અંતસ્તત્ત્વરૂપ આ જ્ઞાયક ભાવ આરાધ્ય દેવની આ શદ્ધ એજ ઉપાસ્યમાન જેમ અત્યંત ભક્તિભાવથી ઉપાસાઈ રહ્યો છે, આરાધાઈ રહ્યો છે. અને આરાધ્ય દેવ અન્ય ભાવની ભેળસેળ રૂપ મલિનતા નહીં હોવાથી - પરભાવના દૈતની
અશુચિ નહીં હોવાથી નિર્મલ-શુચિ-પવિત્ર એવો તે જ્ઞાયક ભાવ “શુદ્ધ' એમ જ્ઞાનીજનોથી સંબોધાય છે - બિરાદાવાય છે. કારણકે આદર્શ તેવી સિદ્ધિ, આરાધ્ય આદર્શ શુદ્ધ હોય તો શુદ્ધ સિદ્ધિ થાય અને આત્માર્થીઓનો આરાધ્ય એવો આ ભેદજ્ઞાન શુદ્ધ આત્મજ્ઞાન ઉપજાવનારો જ્ઞાયક ભાવ શુદ્ધ આત્મસિદ્ધિ કરાવે છે, એટલે તેને “શુદ્ધ' બિરૂદ ઘટે છે.
ચૈતન્ય અને “જડ” એ બે ઓળખવાને માટે તે બન્ને વચ્ચે જે ભિન્ન ધર્મ છે, તે પ્રથમ ઓળખાવો જોઈએ, અને તે ભિન્ન ધર્મમાં પણ મુખ્ય ભિન્ન ધર્મ જે ઓળખવાનો છે, તે આ છે કે “ચૈતન્ય'માં “ઉપયોગ” (કોઈ પણ વસ્તુનો જે વડે બોધ થાય તે વસ્તુ) રહ્યો છે અને “જડ”માં “તે” નથી. અહીં કદાપિ આમ કોઈ નિર્ણય કરવા ઈચ્છે કે, “જડ”માં “શબ્દ સ્પર્શ' “રૂપ', “રસ' અને ગંધ' એ શક્તિઓ રહી છે, અને ચૈતન્યમાં તે નથી, પણ એ ભિન્નતા આકાશની અપેક્ષા લેતાં ન સમજાય તેવી છે. કારણ તેવા કેટલાક ગુણો આકાશમાં પણ રહ્યા છે, જેવા કે, નિરંજન, નિરાકાર, અરૂપી ઈ. તો તે આત્માની સાદૃશ્ય ગણી શકાય, કારણ ભિન્ન ધર્મ ન રહ્યા, પરંતુ ભિન્ન ઉપયોગ' નામનો આગળ કહેલો ગુણ તે દર્શાવે છે અને પછીથી જડ ચૈતન્યનું સ્વરૂપ સમજવું સુગમ પડે છે.”
- શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૬૪ (શ્રી મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી પરનો પત્ર) “જ્ઞાનસ્વરૂપ પણું એ આત્માનું મુખ્ય લક્ષણ છે અને તેના અભાવવાળું મુખ્ય લક્ષણ જડનું છે.” . શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૪૪૭, ૨૩૪ (મહાત્મા ગાંધીજીના ૨૭ પ્રશ્નોના ઉત્તર રૂપ સુપ્રસિદ્ધ પત્ર) અને “આનું (આ જ્ઞાયક એક ભાવનું) શેયનિષ્ઠાણાએ કરી જ્ઞાયકત્વ પ્રસિદ્ધિને લીધે -
- દાહ્મનિષ્કનિષ્ઠ દહનની જેમ - અશુદ્ધપણું નથી.” અર્થાતુ આમ આ જ્ઞાયક બેડિ પ્રિત નાયકની ભાવ જાણવામાં આવ્યો - mયપણો જણાયો, એથી કરીને એની શેયમાં પણ
યમાં ગણના છતાં ગણના થઈ, એટલે કે જ્ઞાયક શેયનિષ્ઠ થયો - શેયરાશિ મધ્યે સ્થિતપણે શાયકપણાની અશુદ્ધિ નથી: શેયપણે જણાયો અને આમ જોયનિષ્ઠાણાએ કરી જ્ઞાયક પણાની પ્રસિદ્ધિ થઈ અગ્નિનું દૃષ્ટાંત તેથી કાંઈ આ જ્ઞાયક ભાવનું અશુદ્ધપણું થતું નથી. અર્થાત્ કોઈ એમ શંકા
કરે કે આ તમે જે શુદ્ધ એવો જ્ઞાયક એક ભાવ કહ્યો, તે “જ્ઞાયક' - જાણનાર ભાવ ‘ય’ - જણાવા યોગ્ય જણાનાર ભાવ પણ થયો, એટલે જ્ઞાયકને જોય એમ બે ભાવ રૂપ કૈતભાવ થયો, તો પછી આ જ્ઞાયક “એક - અદ્વૈત શુદ્ધભાવ ક્યાં રહ્યો ? આમ જોયનિષ્ઠપણાથી તો અશુદ્ધપણું આવ્યું. એના સમાધાનમાં આચાર્યવર્ય અમૃતચંદ્રજી વદે છે કે - ર વાસ્થ સેનિઝન્ટેન જ્ઞાવિત્વપ્રસિદ્ધ અશુદ્ધત્વ - શેયનિષ્ઠપણાએ કરી જ્ઞાયકત્વપ્રસિદ્ધિને લીધે “આનું' - આ જ્ઞાયક એક શુદ્ધભાવનું અશુદ્ધપણું નથી. કોની જેમ? “દાહ્મનિષ્કનિષ્ઠ દહનની જેમ', - “હાલ્યનિનિદનચેવ' દાહ્ય” - દહાવા યોગ્ય એવા દાહ્યના “નિષ્કમાં” રાશિમાં - બળતણના ઢગલામાં “નિષ્ઠ' - સ્થિત દહનની અગ્નિની જેમ. અર્થાત - “દાહ્ય” ઈધનને અગ્નિ દહે છે. એટલા માટે અગ્નિ “દહન' કહેવાય છે - અગ્નિની “દહન' રૂપે પ્રસિદ્ધિ છે, પણ “દહાનાર” “દાહ્ય' ઈધન અને “દહનાર” “દહન' અગ્નિ પ્રગટ જૂદા છે, એટલે દાહ્ય ઈધનના રાશિ પર “દહન' કહેવાતો અગ્નિ મૂક્યો હોય, પણ તેથી
"तदेवैकं परं तत्त्वं, तदेवैकं परं पदम् । ભવ્યાRTષ્ય તહેવૈદ્ધ, તવૈવ મદ: II” - શ્રી પવનંદિપંચવિંશતિ, એકત્વસતિ, ૪૪
૯દ