________________
પૂર્વરંગઃ સમયસાર ગાથા-૭
આત્મખ્યાતિ ટીકાર્થ બંધપ્રત્યય થકી શાયકનું અશુદ્ધપણું તો દૂર રહો ! દર્શન-જ્ઞાન-ચારિત્ર જ નથી વિદ્યમાન. કારણકે - અનંત ધર્મવાળા એક ધર્મોમાં અનિષ્ણાત અંતેવાસી (શિષ્ય) જનને, તેનો અવબોધ કરાવનારા કોઈ ધર્મો વડે તેને અનુશાસતા (ઉપદેશતા) સૂરિઓનો - ધર્મ-ધર્મીનો સ્વભાવથી અભેદ છતાં વ્યપદેશથી ભેદ ઉપજાવી - વ્યવહારમાત્રથી જ “જ્ઞાનીના દર્શન-જ્ઞાન-ચારિત્ર' એવો ઉપદેશ છે,
પણ પરમાર્થથી તો - એક દ્રવ્યથી નિષ્પીત અનંત પર્યાયતાએ કરીને એક કિંચિત્ મિલિત આસ્વાદવાળો અભેદ એક સ્વભાવ અનુભવંતાને (જ્ઞાનીને) નથી દર્શન, નથી જ્ઞાન, નથી ચારિત્ર-જ્ઞાયક જ એક શુદ્ધ છે. ll
અમૃત જ્યોતિ” મહાભાષ્ય દ્રવ્ય અને ગુણનું અનન્યત્વ-અવિભક્તત્વ એટલે પ્રદેશભેદ રહિતપણું છે, ક્ષેત્રમંતર નથી. દ્રવ્યના
ગુણનો નાશ અને ગુણના નાશથી દ્રવ્યનો નાશ થાય એવો ઐક્યભાવ છે. દ્રવ્ય અને ગુણનો ભેદ કહીએ છિયે તે કથનીથી છે, વસ્તુથી નથી.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. દ૯૪
“ગ્રહ નક્ષત્ર તારા ચંદ્રની, જ્યોતિ દિનેશ મઝાર રે; દર્શન શાન ચરણ તણી, શક્તિ નિજાતમ ધાર રે...
... ધરમ પરમ અરનાથનો.” - શ્રી આનંદઘનજી ઉપરમાં જ્ઞાયક એક શુદ્ધ ભાવની વાત કરી, ત્યારે કોઈ કહેશે કે દર્શન-જ્ઞાન-ચારિત્રવંત આત્મા કહેવાય છે, તેથી આ દર્શન-જ્ઞાન-ચારિત્રવંતપણાએ કરીને શાયકનું અશુદ્ધપણું છે, આપે તો એક
અદ્વૈત શાયક ભાવ કહ્યો, પણ આ તો દર્શન-શાનચારિત્ર એમ અનેક વ્યવહારથી જ શાનિના ભાવવંતપણું - દૈતપણું પ્રાપ્ત થાય છે અને તેથી એનું અશુદ્ધપણું પ્રગટ છે દર્શન - શાન - ચારિત્ર: તેનું કેમ ? તેનું સમાધાન કરતાં શાસ્ત્રકારે આ ગાથા કહી છે અને તેનું નિશ્ચયથી શાયક એક શુદ્ધ અપૂર્વ તત્ત્વવ્યાખ્યાન પ્રકાશમાં “આત્મખ્યાતિ' સૂત્રકર્તા ઉપર કહ્યું એથી પણ
આગળ વધીને કહે છે - “માસ્તાં તાવત્ વંધપ્રત્યયાજ્ઞીયલ્ટી કશુદ્ધત્વ - બંધપ્રત્યય થકી શાયકનું અશુદ્ધપણું તો દૂર રહો ! “દર્શન-જ્ઞાન-ચારિત્ર જ વિદ્યમાન છે નહિ.” અર્થાત્ બંધ પ્રત્યય થકી-બંધના નિમિત્ત થકી શાયકનું અશુદ્ધપણું હોવું તો દૂર રહો, પણ જ્ઞાનિના દર્શન-શાન-ચારિત્ર જ છે નહિ, શાયક-ભાવ રૂ૫ આત્માથી સ્વતંત્ર જુદું અસ્તિત્વ ધરાવતા નથી. પરભાવ રૂપ બહિર્ગત પુદ્ગલ કર્મના સંબંધ થકી કે વિભાવ રૂપ અંતરગત ચૈતન્ય વિકારમય ભાવકર્મના સંબંધ થકી જ્ઞાયક ભાવનું અશુદ્ધપણું થતું નથી, એટલું જ નહિ પણ દર્શન-જ્ઞાન-ચારિત્ર જે આત્માના સ્વગત-અંતરગત અંગભૂત સ્વભાવભૂત ગુણ ગણાય છે, તેથી પણ જ્ઞાયક એવા જ્ઞાનીનું-આત્માનું અશુદ્ધપણું પ્રાપ્ત થતું નથી, તો પછી બીજનું તો પૂછવું જ શું ? આનું કારણ શું ? - ધર્મMિાં માવતો બેડ'િ - ધર્મો અને ધર્મીનો સ્વભાવથી અભેદ છતાં, “વ્યપદેશથી ભેદ ઉપજાવી, “વ્યવહાર માત્રથી જ શાનીના દર્શન-જ્ઞાન-ચારિત્ર એવો ઉપદેશ છે.' કોને ? કોનો ? અનંત ધર્મ જેમાં રહ્યા છે એવા એક ધર્મીમાં “અનિષ્ણાત' - અપટુ - કુશલ - “અંતેવાસી જનને' - સમીપવાસી શિષ્યજનને, તે ધર્મીનો “અવબોધ' કરાવનારા - “અવ' - વસ્તુ મર્યાદા પ્રમાણે બોધ સમજણ પાડનારા કોઈ ધર્મો વડે તેને “અનુશાસતા” - અનુશાસન કરતાં - “સૂરિઓનો' - આચાર્યોનો. ભલે આમ વ્યવહારથી ઉપદેશ હો, પણ પરમાર્થથી શી સ્થિતિ છે ? પરમાર્થથી નિશ્ચયથી -
"निश्चयैकद्दशा नित्यं तदेवैकं चिदात्मकम् । Hવશ્યક પ્રતિર્થવદાશાપર ” - શ્રી પદ્મનંદિ પંચ. એકવસતિ, ગ્લો. ૧૭
૯૯