________________
સમયસાર : આત્મખ્યાતિ
અત્રે માત્ર વ્યવહારથી છે, એમ સૂરિઓનો - સહજાત્મસ્વરૂપના દિવ્ય પ્રકાશથી સૂર્ય સમા પ્રકાશમાન આચાર્ય ભગવંતોનો - આત્મજ્ઞાની આત્મારામી સદ્ગુરુઓનો શિષ્યના હિત હેતુએ ઉપદેશ છે. કારણકે અનંત ધર્મવાળા એક ધર્મીમાં જે અનિષ્ણાત-અકુશલ છે, અનંત ધર્મથી યુક્ત એવા એક ધર્મીનું સ્વરૂપ જાણવા રૂપ કુશલપણું જેનામાં નથી, એવા અબૂઝ અંતેવાસી જનને - વિનય શિષ્ય જનને સમજાવવાને માટે, તે એક ધર્મીનો અવબોધ કરતા-સમજણ પાડતા કોઈ ધર્મો વડે શ્રી સદ્ગુરુ તેને “અનુશાસન' કરે છે, સનાતન સદ્ગુરુ પરંપરાને અનુસરતું શાસન-શિક્ષણ - ઉપદેશન કરે છે, અને તેટલા માટે જ ધર્મ-ધર્મીનો સ્વભાવથી અભેદ છતાં વ્યપદેશથી ભેદ પડાવી, વ્યવહારમાત્રથી જ જ્ઞાનીનું દર્શન-જ્ઞાનચારિત્ર છે' એવો ઉપદેશ પરમકૃપાળુ શ્રીમદ્ સદગુરુ ભગવંત કરે છે, વ્યવહારમા2ીવ જ્ઞાનિનો દર્શને જ્ઞાન વારિત્ર રૂતિ ઉપવેશ: |
પણ પરમાર્થતતુ - પરમાર્થથી તો વ્યનિબીતાનંતપર્યાયતયા - એક દ્રવ્યથી નિષ્ણાત (નિતાંતપણે પીવાઈ ગયેલ) અનંત પર્યાયતાએ કરીને એક કિંચિત્ મિલિત આસ્વાદવાળો - “ વિચિત્ સિતાસ્વાદું અભેદ એક સ્વભાવ અનુભવંતાને (જ્ઞાનીને) “કેમેસ્વ-વિનુભવતો નથી દર્શન, નથી જ્ઞાન, નથી ચારિત્ર - જ્ઞાયક જ એક શુદ્ધ છે, “જ્ઞાવિ ઇવ : શુદ્ધઃ | અર્થાત્ પરમાર્થથી તો એક દ્રવ્યથી અનંત પર્યાય નિષ્પીત - નિતાંતપણે સર્વથા પીવાઈ ગયેલા હોઈ, એક દ્રવ્યમાં અનંત પર્યાય અંતરુ મગ્ન હોઈ, તે બધાના સંમિલનથી કિંચિત્ - કંઈક મિલિત - મળેલ - મિશ્રિત આસ્વાદવાળો એક - અદ્વૈત અભેદ એક સ્વભાવ જે અનુભવી રહ્યા છે, એવા જ્ઞાનીને તો ભેદ નિર્દેશ રૂપ દર્શન-જ્ઞાન-ચારિત્ર જ છે નહીં, પણ તે દર્શનાદિ સર્વ ભેદ જ્યાં અંતર્ભત છે, એવો
ભેદમાં દ્રવ્યાભાવ થાય છે. (આમ બે દોષ આવે છે.) (૩) દ્રવ્ય-ગુણોનું સ્વોચિત અનન્યત્વ આ પ્રકારે છે - દ્રવ્ય-ગુણોનું અવિભક્ત પ્રદેશત્વ લક્ષણ અનન્યત્વ માનવામાં આવે છે, પણ વિભક્ત પ્રદેશત્વ લક્ષણ અન્યત્વ અને અનન્યત્વ માનવામાં નથી આવતું. તે આ પ્રકારે - જેમ એક પરમાણુનું એક આત્મપ્રદેશ સાથે અવિભક્તપણાને લીધે અનન્યત્વ છે, તેમ એક પરમાણુનું અને તદ્ વર્તિ સ્પર્શ-રસ-ગંધ-વર્ણાદિ ગુણોનું અવિભક્ત પ્રદેશપણાને લીધે અનન્યત્વ છે. પણ જેમ અત્યંત વિપ્રષ્ટિ (દૂર) સહ્યાદ્રિ વિધ્યાદ્રિનું અને અત્યંત સકિષ્ટ (નિકટ) મિશ્રિત પાણી-દૂધનું વિભક્ત પ્રદેશત્વ લક્ષણ અન્યત્વ અને અનન્યત્વ છે, તેમ દ્રવ્ય-ગુણોનું વિભક્ત પ્રદેશત્વના અભાવને લીધે અન્યત્વ અને અનન્યત્વ નથી. (૪) વળી વ્યપદેશાદિનું એકાંતથી દ્રવ્ય ગુણના અન્યત્વનું નિબંધનપણું અત્ર નિષેધ્યું છે. (a) જેમ “દેવદત્તની ગાય' એમ અન્યત્વમાં છઠ્ઠી વિભક્તિનો વ્યપદેશ છે, તેમ વૃક્ષની શાખ, દ્રવ્યના ગુણો” એમ અનન્યત્વમાં પણ છે. (b) જેમ દેવદત્ત ફૂલને, અંકુશ વડે, ધનદત્ત માટે, વૃક્ષમાંથી, વાડીમાં ચૂંટે છે. એમ અનન્યત્વમાં કારક વ્યપદેશ છે, તેમ મૃત્તિકા ઘટભાવને, સ્વયં સ્વ વડે, સ્વ માટે, સ્વ થકી, સ્વમાં કરે છે, આત્મા આત્માને આત્માથી આત્માર્થે આત્મા થકી આત્મામાં જાણે છે એમ અનન્યત્વમાં પણ છે. (c) જેમ ઉંચા દેવદત્તની ઉંચી ગાય, એમ અન્યત્વમાં સંસ્થાન છે, તેમ ઉંચા વૃક્ષનો ઉચો શાખાભર, મૂર્ત દ્રવ્યના મૂર્ત ગુણો એ અનન્યત્વમાં પણ છે. (1) જેમ એક દેવદત્તની દશ ગાય એમ અન્યત્વમાં સંખ્યા છે, તેમ એક વૃક્ષની દશ શાખા, એક દ્રવ્યના અનંત ગુણો એમ અનન્યત્વમાં પણ છે. (e) જેમ ગોષ્ઠમાં ગાયો એમ અન્યત્વમાં વિષય છે, તેમ વૃક્ષમાં શાખાઓ, દ્રવ્યમાં ગુણો એમ અનન્યત્વમાં પણ છે. તેથી વ્યપદેશાદિ દ્રવ્યગુણોનો વસ્તુત્વથી ભેદ સાધતા નથી. (૫) વસ્તુત્વના ભેદ-અભેદનું ઉદાહરણ આ છે - જેમ ભિન્ન અસ્તિત્વથી નિવૃત્ત, ભિન્ન સંસ્થાનવાળું, ભિન્ન સંખ્યાવાળું, ભિન્ન વિષયથી લબ્ધવૃત્તિક વૃત્તિ પામેલ) એવું ધન, સંખ્યાવાળા, ભિન્ન વિષયથી લબ્ધવૃત્તિક વૃત્તિ પામેલ) એવા પુરુષનો “ધની' એવો વ્યપદેશ પૃથક્વ પ્રકારથી કરે છે અને જેમ અભિન્ન અસ્તિત્વથી નિવૃત્ત, અભિન્ન સંસ્થાનવાળું, અભિન્ન સંખ્યાવાળું, અભિન્ન વિષયથી લબ્ધ વૃત્તિક વૃત્તિ પામેલું) એવું જ્ઞાન-અભિન્ન અસ્તિત્વથી નિવૃત્ત, અભિન્ન સંસ્થાનવાળા, અભિન્ન સંખ્યાવાળા, અભિન્ન વિષયથી લબ્ધ વૃત્તિક (વૃત્તિ પામેલા) એવા પુરુષનો, ‘જ્ઞાની' એવો વ્યપદેશ એકત્વ પ્રકારથી કરે છે. તેમ અન્યત્ર પૃથક્ત છે, જ્યાં અભેદથી ત્યાં એકત્વ છે. (૬) દ્રવ્ય-ગુણોના અર્થાન્તરભૂત પણામાં દોષ આ છે - શાની જે જ્ઞાનથી અર્થાન્તરભૂત જુદો જ અર્થ-પદાર્થ) હોય તો સ્વકરણાંશ વિના પરશુ રહિત દેવદત્તની જેમ કરણ વ્યાપારના અસમર્થપણાને લીધે અચેતતો સતો અચેતન જ હોય અને જ્ઞાન જે જ્ઞાનીથી અર્થાતરભૂત હોય, તો તે કર્તૃઅંશ વિના દેવદત્ત રહિત પરશુ જેમ કત્વ વ્યાપાર અસમર્થપણાને લીધે અચેતતનું સતું અચેતન જ હોય અને યુતસિદ્ધ એવા જ્ઞાન-જ્ઞાનીના સંયોગથી ચેતનપણું નથી, કારણકે નિર્વિશેષ દ્રવ્યનું અને નિરાશ્રય ગુણોનું શૂન્યપણું છે માટે,
(કૃતિ પામેલ) એ ધન, *
અભિન્ન અસ્તિત્વથી નિવૃત્ત આ
તન અભિન્ન સંસ્થાનવાળા,
૧૦૨