________________
પૂર્વગઃ સમયસાર ગાથા-૭ દ્રવ્યનો અભાવ હોય. (૩) દ્રવ્ય-ગુણોનું અવિભક્ત અનન્યપણું છે, વિભક્ત અન્યપણું વા વિભક્ત અનન્યપણે નિશ્ચયજ્ઞો ઈચ્છતા નથી. (૪) વ્યપદેશો, સંસ્થાન, સંખ્યા અને વિષયો તે અનેક હોય છે, તે તેઓના અન્યપણામાં તેમ અનન્યપણામાં પણ વિદ્યમાન છે. (૫) જ્ઞાન જેમ જ્ઞાની કરે છે અને ધન ધની કરે છે, એમ બે પ્રકારે તત્ત્વજ્ઞો પૃથક્વ અને એકત્વ કહે છે. (૬) જ્ઞાની અને શાન સદા અન્યોન્ય અર્થાતરિત (જૂદા અર્થ) જે હોય, તો બન્નેનાં અચેતનપણાનો પ્રસંગ આવે, કે જે સમ્યકપણે જિનાવમત (જિનને અમાન્ય) છે."* આ ગાથાઓની પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ કરેલો અત્યંત પરિÚટ પરમ તલસ્પર્શી તાત્ત્વિક મીમાંસા પરથી ફલિત થાય છે કે ધર્મ-ધર્મીનો વ્યપદેશથી ભેદ પાડવામાં આવતાં છતાં વસ્તુતઃ અભેદ જ છે. સ્પશદિ ગુણ સાથે પરમાણુની જેમ અવિભક્ત પ્રદેશપણાએ કરીને અનન્યપણું જ છે, પણ અત્યંત દૂરવર્તી સહ્યાચલ-વિંધ્યાચલની જેમ વિભક્ત પ્રદેશપણાએ કરીને અન્યપણું નથી, કે અત્યંત નિકટવર્તી દૂધ-પાણીની જેમ વિભક્ત પ્રદેશપણાએ કરીને અનન્યપણું પણ નથી, અર્થાત્ ગુણનો પ્રદેશ જૂદો ને ગુણીનો પ્રદેશ જૂદો એમ ગુણ-ગુણીનું વિભક્ત પ્રદેશપણા રૂપ અન્યપણું કે વિભક્ત પ્રદેશપણા રૂપ અનન્યપણું નથી, પણ જે ગુણનો પ્રદેશ તે જ ગુણીનો પ્રદેશ એમ અવિભક્ત પ્રદેશપણા રૂપ અનન્યપણું જ છે. એટલે આ ઉક્ત સર્વ અપેક્ષા લક્ષમાં રાખી ગુણ-ગુણીનો વા ધર્મ-ધર્મીનો વ્યપદેશથી ભેદ પાડવામાં આવે છે. તેમાં વિરોધ નથી અને તે વસ્તતત્ત્વને બાધક નથી.
અને પ્રકતમાં પણ આજ સર્વ અપેક્ષાનો આશય લક્ષમાં રાખી જ્ઞાનીના દર્શન-જ્ઞાન-ચારિત્ર "व्यवहरणं व्यवहारः स्यादिति शब्दार्थतो न परमार्थ । स यथा गुणगुणिनोरिह सदभेदे भेदकरणं स्यात् ॥ साधारण गुण इति वा यदि वाऽसाधारणः सतस्तस्य । भवति विवक्ष्यो हि यदा व्यवहारनयस्तदा श्रेयान् ॥ फलमास्तिक्य मति स्यादनन्तधर्मकधर्मिणस्तस्य ગુજાનબા નિયમનું વ્યક્તિત્વ સુમતિતત્વાન ” , “પંચાધ્યાયી'-૫૨૨, ૫૨૪ ण वियप्पदि णाणादो णाणी णाणाणि होति गाणि । तया दु विस्सरूवं भणियं दवियत्ति णाणीहिं ॥ जहि हवदि दब्बमणं गुणदो य गुणा य दबदो अण्णे । दबा गंतियमधवा दबाभावं पकुबंति ॥ अविभत्तमणण्णतं दब्वगुणाणं विभत्तमण्णतं । णिछंति णिचयण्हू तब्विवरीदं हि वा तेसि ॥ बबवेसा संठाणा संखा विसया य होंति ते बहुगा । ते तेसिमणण्णत्ते अण्णते चावि विझंते ॥ णाणं धणं च कुबदि घणिणं जह णाणिणं चदुविधेहिं । भण्णंति तह पुधत्तं एयत्तं चावि तबाहू ॥ णाणी णाणं च सदा अत्यं तरिदा दु अण्ण मण्णस्स । दोण्हं अचेदणतं पसजदि सम्म जिणावमदं ॥"
- શ્રી પંચાસ્તિકાય ગા. ૪૩ થી ૪૮ (જુઓ આચાર્યવર્ય અમૃતચંદ્રજીની ટીકા) આ ગાથાઓની પરમ તાત્ત્વિક મીમાંસા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ કરી છે - (૧) જ્ઞાની જ્ઞાનથી પૃથક હોતો નથી, બન્નેનું એકાસ્તિત્વથી નિવૃત્તપણાએ કરીને એકદ્રવ્યપણું છે માટે, બન્નેનું અભિન્ન પ્રદેશપણાએ કરીને એક ક્ષેત્ર પણું છે માટે, બન્નેનું એક સમયે નિવૃત્તપણાએ કરીને એક કાલપણું છે માટે, બન્નેનું એક સ્વભાવપણાએ કરીને એકભાવપણું છે માટે અને એમ કહેવામાં આવ્યું પણ એક આત્મામાં આભિનિબોધિક આદિ અનેક જ્ઞાનો વિરોધ પામતા નથી, દ્રવ્યનું વિશ્વરૂપ પડ્યું છે માટે. કારણકે દ્રવ્ય સપ્રવૃત્ત-ક્રમ પ્રવૃત્ત અનંત ગુણપર્યાયની આધારતાએ કરીને અનંત રૂપપણાને લીધે એક છતાં વિશ્વરૂપ કહેવાય છે. (૨) દ્રવ્યના ગુણોથી ભેદગમાં અને ગુણોના દ્રવ્યથી ભેદમાં આ દોષ આવે છે. () ગુણો ક્વચિત્ આશ્રિત છે, જ્યાં આશ્રિત છે તે દ્રવ્ય છે, તે જે ગુણોથી અન્ય હોય તો પુનરપિ ગુણો ક્વચિત આશ્રિત છે, જ્યાં આશ્રિત છે તે દ્રવ્ય છે, તે પણ જે ગુણોથી અન્ય હોય તે પુનરપિ ગુણો ક્વચિત્ આશ્રિત છે, જ્યાં આશ્રિત છે તે દ્રવ્ય છે, તે પણ ગુણોથી અન્યજ છે, એમ દ્રવ્યના ગુણોથી ભેદમાં દ્રવ્યાનન્ય દ્રવ્યનું અનંતપણું થાય છે. (4) દ્રવ્ય છે તે ગુણોનો સમુદાય છે. ગુણો જો સમુદાયથી અન્ય હોય, તો સમુદાય શો વાર? એમ ગુણોના દ્રવ્યથી
૧૦૧