________________
પૂર્ણરંગઃ સમયસાર ગાથા
“કનકાપલવનું પડિ પુરુષ તણી, જોડી અનાદિ સ્વભાવ; અન્ય સંયોગી જિહાં લગી આતમા, સંસારી કહેવાય.” - શ્રી આનંદઘનજી
જડ ચેતન સંયોગ આ, ખાણ અનાદિ અનંત; કર્તા કોઈ ન તેહનો, ભાખે જિન ભગવંત.” - શ્રીમદ્ રાજચંદ્રજી, અં. ૨૬૬ કર્મ-આત્માનો આ સંયોગ સંબંધ જે અનાદિ ન માનીએ તો આમ વિરોધ આવે છે ? જે કર્મને
પહેલું માનીએ તો આત્મા વિના કર્મ કર્યા કોણે ? અને તે લાગ્યા કોને ? કર્મ-આત્માનો અનાદિ જે કેવલ શુદ્ધ આત્માને પહેલો માનીએ તો શુદ્ધ આત્માને કર્મ લાગવાનું સંયોગ સંબંધ પ્રયોજન શું ? અને લાગે છે એમ માનીએ તો શુદ્ધ એવા સિદ્ધ આત્માને
પણ કેમ નહીં લાગે ? વળી મરઘી પહેલી કે ઈંડુ પહેલું ? વૃક્ષ પહેલું કે બીજ પહેલું ? તેનો નિર્ણય જેમ કહી શકાતો નથી ને બન્ને અનાદિ જ માનવાનું પ્રાપ્ત થાય છે, તેમ અત્રે પણ કર્મ - આત્માનો બંધ સંબંધ* અનાદિ જ સંસિદ્ધ થાય છે. (આ અંગે અનાદિ શુદ્ધવાદના સવિસ્તર નિરસન અર્થે જુઓ લલિત વિસ્તરા” મદ્ભૂત વિવેચન પૃ. ૩૭૨ ઈ.)
“જીવ પહેલો કે કર્મ? બન્ને અનાદિ છે. જીવ પહેલો હોય તો એ વિમળ વસ્તુને મળ વળગવાનું કંઈ નિમિત્ત જોઈએ. કર્મ પહેલા કહો તો જીવ વિના કર્મ કર્યા કોણે? એ ન્યાયથી બન્ને અનાદિ છે.” - શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી મોક્ષમાળા.
મુરગી બિન ઈડા નહીં પ્યારે, યા બિન મુરગ કી નાર; ભુટ્ટા બીજ વિના નહીં રે, બીજ ન ભુટ્ટા ટાર... વિચારી કહા વિચારે રે, તેરો આગમ અગમ અથાહ.” - શ્રી આનંદઘન પદ, ૨૨ આ અનાદિ કર્મ વિચિત્ર છે - નાના પ્રકારનું છે અને તે દ્રવ્ય-ભાવ ભેદમાં વિભક્ત થયેલું છે.
દ્રવ્યકર્મ તે પુદ્ગલ પરમાણુરૂપ અને ભાવકર્મ તે આત્મપરિણામ રૂપ છે. કર્મના ભેદ ઘાતિ અઘાતિ રાગ-દ્વેષ-મોહ એ અશુદ્ધ આત્મપરિણામ તે ભાવકર્મ છે અને
જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મ તે દ્રવ્યકર્મ છે. તેમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચાર આત્માના મૂળ સ્વભાવભૂત ગુણની ઘાત કરનાર હોવાથી “ઘાતિ' કર્મ અને આયુ નામ, ગોત્ર, ને વેદનીય એ ચાર “અઘાતિ’ કર્મ કહેવાય છે. આમ ચાર ઘાતિ અને ચાર અઘાતિ એમ આઠ મૂળ પ્રકૃતિના વળી ઉત્તર ભેદ અનેક છે અને તેના બંધના ચાર પ્રકાર છે - પ્રતિબંધ, સ્થિતિબંધ, રસબંધ, પ્રદેશ બંધ. તેમાં સ્થિતિ બંધ-૨સ બંધ કષાયથી થાય છે અને પ્રકૃતિ બંધ-પ્રદેશ બંધ મન-વચન-કાયાના યોગથી થાય છે. તે તે કર્મોના બંધ, ઉદય, ઉદીરણા, સત્તા, કર્મ-
વિચ્છેદ આદિ અનેક સૂક્ષ્મ પ્રકારો “કર્મગ્રંથ', “પંચાધ્યાયી' “ગોમઢસાર', પખંડાગમ' આદિ મહાગ્રંથ રત્નોથી તત્ત્વરસિકે સમજવા યોગ્ય છે.
“પપ્રભ જિન ! તુજ મુજ આંતરું, કિમ ભાંજે ભગવંત ? કર્મ વિપાકે હો કારણ જોઈને, કોઈ કહે મતિમંત... પદ્મપ્રભ. પયડિ ઠિઈ અણુભાગ પ્રદેશથી, મૂળ ઉત્તર બહુ ભેદ; ઘાતિ અઘાતિ બંધ ઉદય ઉદીરણા, સત્તા કર્મ વિચ્છેદ... પદ્મપ્રભ.” - શ્રી આનંદઘનજી
કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય આઠ; તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ.” - શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત શ્રી આત્મસિદ્ધિ સૂત્ર-૧૦૨ "योग्यतामन्तरेणास्य संयोगोऽपि न युज्यते । ના ૬ તત્તત્વમત્રેવં તત્રંથોનો અનાવિનાનું ” - શ્રીહરિભદ્રાચાર્યજી કૃત શ્રી યોગબિન્દુ, શ્લો. ૧૦