________________
સમયસાર : આત્મખ્યાતિ
છૂટવું બહુ મુશ્કેલ વસમું છે, તેમ મોહ રૂ૫ ગ્રહના - મગરના પંજામાં જે સપડાયો, તેની દાઢમાં જે ભીડાયો, તેને પણ તેના સકંજામાંથી છૂટવું ભારી વસમું થઈ પડે છે. આ રીતે પણ આ મોહ વસમો ગ્રહ છે. આમ દુષ્ટ ગ્રહ, ભૂત કે મગર એમ ગ્રહના કોઈપણ અર્થમાં મોહને “ગ્રહ” નામ આપ્યું તે યથાર્થ છે. આવા જીવને ગ્રહી રાખનારા, પકડી રાખનારા, ભવબંધમાં જકડી રાખનારા આ મહામોહ-ગ્રહથી ગૃહીત થયેલો આ આત્મસ્વરૂપથી અબૂઝ ગમાર પશુ જેવો જીવરૂપ બળદીઓ ભવભ્રમણ કરી રહ્યો છે, વિશ્વનું એકછત્રી શાસન કરનાર - વિશ્વ સામ્રાજ્ય ચલાવનાર મહામોહ-ચક્રવર્તીથી બળદની જેમ ભવમાર્ગમાં હંકારાઈ રહ્યો છે, મહામોહ-ઘાંચીથી ભવચક્રની ઘાણીમાં ઘૂમાવાઈ રહ્યો છે.
અંતર્લાનથી સ્મરણ કરતાં એવો કોઈ કાળ જણાતો નથી વા સાંભરતો નથી કે જે કાળમાં, જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય અને એ વડે સમાધિ ન ભૂલ્યો હોય, નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે અને એ મહા વૈરાગ્યને આપે છે. વળી જેનું મુખ કોઈ કાળે પણ નહિ જોઉં, જેને કોઈ કાળે હું ગ્રહણ નહીં જ કરું, તેને ઘેર પુત્રપણે, સ્ત્રીપણે, દાસ પણે, દાસી પણ, નાના જન્તપણે શા માટે જન્મ્યો ? અર્થાતુ એવા ષથી એવા રૂપે જન્મવું પડ્યું ! અને તેમ કરવાની તો ઈચ્છા નહોતી ! કહો, એ સ્મરણ થતાં આ ક્લેશિત આત્મા પરત્વે જુગુપ્સા નહીં આવતી હોય ? અર્થાત આવે છે. વળી સ્મરણ થાય છે કે, જેના વિના એક પળ પણ હું જીવી નહીં શકું, એવા કેટલાક પદાર્થો (સ્ત્રીયાદિક) તે અનંત વાર છોડતાં તેનો વિયોગ થયો, અનંત કાળ પણ થઈ ગયો, તથાપિ તેના વિના જીવાયું એ કંઈ થોડું આશ્ચર્યકારક નથી. અર્થાતુ જે જે વેળા તેવો પ્રતિભાવ કર્યો હતો, તે તે વેળા તે કલ્પિત હતો. એવો પ્રીતિભાવ કાં થયો ? એ ફરી ફરી વૈરાગ્ય આપે છે.”
- શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-૧૧૮ અને આમ ઘાણીના બેલની જેમ આ ભવચક્રમાં ભ્રમણ કરતો આ જીવલોક “પ્રબલ પણે
ઉજ્જાભિત (વૃદ્ધિ પામેલી) તૃષ્ણાલંકપણાને લીધે અંતર્ આધિ વ્યક્ત કરી તૃષાની તીવ્ર વેદના રહ્યો છે', “ સમોસ્મૃમિતgતંત્વેન વ્યવત્તાતરા | અર્થાત્ આ જીવને
તીવ્ર તુણાતક - તીવ્ર તુણા વેગ ઉભિત - ઉલ્લસિત થાય છે, જૂભા-બગાસાંની જેમ ઉત્તરોત્તર વધતો જાય છે અને એ વડે એ તીવ્ર અંતરૂ આધિ-ઉગ્ર અંતર દાહ વેદના વ્યક્ત-પ્રગટ દાખવી રહ્યો છે. એક બાજુ ઉગ્ર ગ્રીષ્મનો તાપ હોય ને ત્યાં વળી ભ્રમણનો થાક ચઢ્યો હોય, ત્યારે અરયમાં ભમતાં બળદને કેટલી બધી તરસ લાગે ? કેટલી બધી દાવેદના ઉપજે ? અને આ તો ઉગ્ર વિગ્રીષ્મનો અનંત ઉત્તાપ ને મોટી ઘાણી જેવા ગોળ ગોળ ભવારણ્યમાં અનંત પરિભ્રમણનો મહા ખેદ, ત્યાં પછી તૃષ્ણાનું પૂછવું જ શું? અંતર્ દાહ વેદનાનું પૂછવું જ શું? અર્થાત્ જીવને અંતરૂ આધિના (અંતર માથના) - અંતરૂ વેદનાના આવિષ્કાર રૂપ તીવ્ર વિષય તૃષ્ણા વધતી જ જાય છે, બીજી બાહ્ય તૃષ્ણા તો જલથી તૃપ્ત થાય, પણ આ અંતર વિષય તૃષ્ણા તો ગમે તેટલા વિષય જલથી તૃપ્તિને પામતાં ઉલટી બળવત્તર બનતી જાય છે. અગ્નિમાં ઈધન નાંખતા તે જેમ પ્રજ્વલતો જય, તેમ વિષય-આહતિથી* આ તુણાઅગ્નિ ઉલટો પ્રજ્વલિત થઈ જીવને પરિતાપ પમાડ્યા કરે છે. ગમે તેટલા પાણીના પૂરથી સમુદ્ર પૂરાય નહિ, તેમ ગમે તેટલી વિષય નદીઓના પૂરથી આ તૃષ્ણા સમુદ્રનો ખાડો પૂરાતો નથી. સાગર જેટલા દેવલોકાદિના મહાસુખ આ જીવે અનંતવાર ભોગવ્યા છતાં,. જે તૃષ્ણા શમાઈ નહીં, તે ગાગર જેટલા મનુષ્યાદિના તુચ્છ ભોગોથી શી રીતે શમાવાની હતી ? આમ
"विषयैः क्षीयते कामो नेधनैरिव पावकः । प्रत्युत प्रोल्लसछक्तिर्भूय एवोब बर्द्धते ॥ अप्राप्तत्वभ्रमादुबैरवाप्तेष्वप्यनंतशः । कामभोगेषु मूटानां समहा नोपशाम्यति ॥"
- શ્રી યશોવિજયજી કૃત “અધ્યાત્મસાર” "न हि केनाप्युपायेन जन्मजातसंभवा । विषयेषु महातृष्णा पश्य पुंसां प्रशाम्यतिं ॥"
- શ્રી શુભચંદ્રાચાર્યજી કૃત શ્રી “શાનાર્ણવ'