________________
સમયસાર : આત્મખ્યાતિ
મ્હારા આત્માનું જેટલું સ્વધન છે જેટલો પોતીકી આત્મસંપત્તિ છે, તે સર્વ કાંઈ પણ બાકાત રાખ્યા વિના (without any reservation) હું આ સમયસાર શાસ્ત્રની રચનામાં સમર્પૂ છું. મ્હારી ક્ષાયોપશમિક શક્તિનો જે કાંઈ પ્રકાશ હોય તે આ સત્ શાસ્ત્રની ગૂંથણીમાં હાજર કરૂં છું, કે જેથી કરીને જગા પરમોત્તમ તત્ત્વરૂપ આ શુદ્ધ આત્મતત્ત્વનો સમયસારનો આ વિશ્વને વિષે પરમ પ્રકાશ થાય અને જેથી કરીને મ્હારા આત્માની જેમ અન્ય આત્માર્થી આત્માઓને સમસ્ત જગજ્જીવોને પણ સર્વ પરભાવ-વિભાવથી વ્યાવૃત્તિ થઈ શુદ્ધાત્મ સ્વભાવને વિષે આત્યંતિક પ્રવૃત્તિ થાય.
किंतु यदि दर्शयेयं
સ્વાનુભવથી પરીક્ષી પ્રમાણજો, ચૂકું તો છલ મ ગ્રહો !
મહાજ્ઞાનેશ્વરી મહાદાનેશ્વરી આ જગતગુરુ યુગ્મનું જગતને પ્રભૃત’
-
-
‘કિંતુ જો દર્શાવું તો સ્વયંમેવ સ્વાનુભવ પ્રત્યક્ષથી પરીક્ષીની પ્રમાણ કર્તવ્ય છે, તવા સ્વયંમેવ સ્વાનુમવ પ્રત્યક્ષળ પરીક્ષ્ય પ્રમાળી ર્તવ્યું, પણ જો સ્ખલું તો - વિ તુ સ્વત્તેય, છલ ગ્રહણમાં જાગરૂક થવું યોગ્ય નથી, ‘તવા તુ ન छलग्रहण जागरूकैर्भवितव्यम्’ ! અર્થાત્ જો યથોક્ત
હું
આગમ-અનુમાન-અનુગ્રહ-અનુભવથી જન્મેલા મ્હારા સ્વવિભવથી મ્હારા આત્માને જેમ આત્માનુભવ પ્રત્યક્ષથી પ્રમાણ ભાસ્યું તેમ ઋજુતાથી - સરળતાથી આ એકત્વવિભક્ત આત્મા દર્શાવું, તો સુજ્ઞ વિવેકી તત્ત્વચિંતક મુમુક્ષુએ પણ સ્વયંમેવ-પોતાની મેળે જ આત્માનુભવ પ્રત્યક્ષથી પરીક્ષા કરવી, પ્રત્યક્ષ આત્માનુભવની કસોટીએ ચઢાવી બરાબર ચોકસી કરવી અને તે પ્રત્યક્ષ આત્માનુભવની અગ્નિ પરીક્ષામાં ઉત્તીર્ણ થાય, તો હું જે દર્શાવું છું તે સત્ય જાણી ઋજુતાથી-સરળતાથી પ્રમાણ કરવું, માન્ય કરવું, પણ જો ક્વચિત્ હું સ્ખલના કરૂં, ચૂકું તો, છલ ગ્રહણ કરવામાં જાગરૂક-ખબરદાર (Ever-ready) ન થવું, છલ પકડવામાં અર્થાત્ વક્રતાથી દૂષણાભાસ રૂપ છિદ્ર શોધવામાં તત્પર ન થવું, સદા જાગતા (always alert) ન રહેવું.
આમ ઋજુતાની - મૃદુતાની મૂર્તિ પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ શુદ્ધ સ્ફટિક જેવા સ્વચ્છ હૃદયથી નિખાલસપણે આ ભાવ દર્શાવ્યો છે. અત્રે મ્હારા આત્માનો સ્વવિભવ’ એમ કહ્યું તે એમ સૂચવે છે કે ‘હું' એટલે દેહ અને દેહાશ્રિત ‘કુંદકુંદ’ નામ ધરનારો નહિ પણ આ કુંદકુંદ નામધારી દેહમાં બેઠેલો દેહી - શુદ્ધ ચૈતન્યમૂર્તિ આત્મા, એવો સતત જાગતો ઉપયોગ શુદ્ધોપયોગ સુસ્થિત આત્મારામી મહાશ્રમણ કુંદકુંદજીના હૃદયમાં સદોદિત જ છે. નિષ્કારણ કરુણાથી જગત્નો ઉપકાર કરવો એ સત્ પુરુષોની સનાતન પ્રણાલિકા છે, તેને અનુસરી આ મહા જ્ઞાન-દાનેશ્વરીએ પોતાના આત્માનો' જેટલો કાંઈ ‘સ્વવિભવ' છે, તે સર્વસ્વ કાંઈ બાકી રાખ્યા વિના - અત્ર જગત્ કલ્યાણાર્થે કોઈ પણ જાતની કંઈ પણ સ્પૃહા વિના પરમ નિસ્પૃહપણે ખર્ચી નાંખ્યો છે, ખાલી કરી ઠલવી નાંખ્યો છે, છતાં આત્મામાં પૂરો ભરી રાખ્યો છે ! જગના આત્મકલ્યાણ યજ્ઞમાં આત્મ સમર્પણ કરનારા આ જ્ઞાન-ધનેશ્વરે જેનું દાન દીધાથી વધે છે, એવા જ્ઞાન ધનનો આ અક્ષયતિનિધ જગત્ દિરદ્ર દૂર કરવા માટે ખૂલ્લો મૂકી દીધો છે; અને દાનમાં કે ભેટમાં તો કોઈ બદલાની કે સ્પૃહાની આશા હોય નહિ, એટલે આ સર્વસ્વ દાન કરનારા જ્ઞાનેશ્વરી-દાનેશ્વરી એ આ લોક-પરલોક સંબંધી ખ્યાતિ-માન-પૂજાદિ કોઈ પણ તુચ્છ કામના વિના સર્વથા નિષ્કામ-નિઃસ્પૃહ પણે સ્વ-પરના એકાંત શુદ્ધ આત્માર્થ હેતુએ જ - શુદ્ધ પરમાર્થ હેતુએ જ આ પરમાર્થ જ્ઞાનદાન કરી ઉત્તમ તત્ત્વજ્ઞાનની જગત્ને ભેટ ધરી.
જય કુંદકુંદ ! જય અમૃતચંદ્ર !
અને આ સમયસાર શાસ્ત્રનું ‘સમય પ્રામૃત' નામ પણ એજ અર્થનું સૂચન કરે છે. મહા જ્ઞાનેશ્વરી-દાનેશ્વરી પરમર્ષિ ભગવત્ કુંદકુંદાચાર્યજીએ આ પરમાર્થ સંસ્કૃત સમયસાર પ્રામૃત”નું જગત્ને પ્રાભૃત (ભેટલું) ધર્યું છે, અને તેવા જ મહા જ્ઞાનેશ્વરી-દાનેશ્વરી પરમર્ષિ ભગવત્ અમૃતચંદ્રાચાર્યજીએ પણ અત્રે આત્માનો
૮૬