________________
સમયસાર : આત્મખ્યાતિ
અમૃત જ્યોતિ’ મહાભાષ્ય “સાત્ મુદ્રા તે સ્વરૂપસ્થિત આત્મા છે, શ્રુતજ્ઞાનની અપેક્ષાએ સ્વરૂપ સ્થિત આત્માએ કહેલી શિક્ષા છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-૨૪૬, હાથનોંધ-૧, અં. ૧૦
ક્ષાયોપથમિક ગુણ સર્વ થયા, તુજ ગુણરસી હો લાલ; સત્તા સાધન શક્તિ, વ્યક્તતા ઉલ્લસી હો લાલ... દીઠો સુવિધિ.” - શ્રી દેવચંદ્રજી ઉપરમાં કહ્યું તેમ આ જગતમાં જ્યાં જુઓ ત્યાં પસંબદ્ધ અશુદ્ધ આત્માનું મહાભારત જ
સંભળાય છે, પણ આત્મારામી શુદ્ધ આત્માનું રામાયણ તો જવલ્લે જ ભગવાન શાસ્ત્રકારની સાંભળવા મળે છે, અર્થાત્ એકત્વ નિશ્ચયગત શુદ્ધ આત્માની તત્ત્વવાર્તા પ્રતિજ્ઞા અને વિશકિ સુલભ નથી, અત્યંત દુર્લભ છે, એટલે જ જ્યાં એક શુદ્ધ અદ્વૈત
આત્મા સિવાય બીજું કાંઈ નથી એવું જે આત્માનું એકત્વ અસુલભપણે. - દુર્લભપણે આગલી ગાથામાં દર્શાવ્યું, તે અત્રે આ સમયસાર શાસ્ત્રમાં દર્શાવવામાં આવે છે. અત્રે શાસ્ત્રકર્તા પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ - “તે એકત્વવિભક્ત આત્મા આત્માના સ્વવિભવથી હું દર્શાવું' - એવી મહામનોરથમથી મહા પ્રતિજ્ઞા કરી પરમ મૃદુ - ઋજુ ભાવથી વિજ્ઞપ્તિ કરી છે કે - “જો હું દર્શાવું તો પ્રમાણ કરવું, પણ ચૂકું તો છલ ન રહવું - “છત્તે ન ઘેત્તળું | આ ભાવને પરિસ્કુટ કરતાં પરમષિ અમૃતચંદ્રાચાર્યજી પ્રકાશે છે કે - “જે કોઈ પણ મહારા આત્માનો સ્વવિભવ છે તે સમસ્તથી જ આ - પ્રત્યક્ષ અનુભવાઈ રહેલો આત્મા એવો હું તે એકત્વ વિભક્ત આત્મા દર્શાવું, એમ બદ્ધવ્યવસાય છું,' અર્થાત્ મહારા આત્માનો જે કોઈ પણ
સ્વવિભવ' - પોતાનો વૈભવ - આત્મસંપદુ છે, તે સર્વથી જ આ પ્રત્યક્ષ અનુભવાઈ રહેલો હું આત્મા એકપણાથી વિભક્ત-ભિન્ન જૂદો તે આત્મા દર્શાવું એમ હું કૃત નિશ્ચય છું.
આ એકત્વ નિશ્ચયગત શુદ્ધ આત્માનું દર્શન કોણ કરાવી શકે ? જેણે આ શુદ્ધ આત્માનું આત્મસાક્ષાત્કાર રૂપ દર્શન કર્યું હોય છે. તેવા તથારૂપ શુદ્ધ આત્માનું આત્મસાક્ષાત્કાર રૂપ સાક્ષાત્ અનુભવ-દર્શન જેણે કર્યું છે એવા સાક્ષાત્ આત્મદેા. પરમ ભાવિતાત્મા કુંદકુંદાચાર્યજીએ તેવા શુદ્ધ આત્માનું દર્શન - આત્મસાક્ષાત્કાર કરાવવાની - સાક્ષાત દેખાડવાની અત્ર આવી પરમ ઉદાત્ત આત્મભાવનામયી મહાપ્રતિજ્ઞા કરી છે. આ મહા પ્રતિજ્ઞા કરનારા મહાવિભૂતિ રૂપ પરમર્ષિ કુંદકુંદાચાર્યજીના આત્માનો સ્વ વિભવ કેવો છે ? તેનું કુંદકુંદાચાર્યજીના દિવ્ય આત્માને ભવ્ય અંજલિ રૂપ પરમ સુંદર પરિક્રુટ સ્પષ્ટીકરણ કરતાં તેવા જ મહાવિભૂતિ રૂપ સાક્ષાત્ આત્મદે પરમ સમર્થ અનન્ય અદ્વિતીય “આત્મખ્યાતિ’ ટીકાકાર પરમષિ અમૃતચંદ્રાચાર્યજીએ તે સ્વવિભવ જેનાથી જન્મ પામ્યો છે એવા ચાર કારણોનો અત્ર ઉપન્યાસ કર્યો છે. તે આ પ્રકારે – 9. સોમાલિયામુદ્રિતશદ્રોપાનના - સકલ ઉભાસિ “સ્યાત' પદથી મુદ્રિત શબ્દ
બ્રહ્મના ઉપાસનથી જન્મ છે જેનો એવો. - “સલોભાસિ” - સકલ - આગમ - યુક્તિ - અનુશાસન -સર્વ - સંપૂર્ણ વસ્તુ સ્વરૂપને “ઉભાસતા' - ઉત્કૃષ્ટપણે પ્રકાશતા “ચા” અનુભવન જનિત સ્વવિભવ પદથી “મુદ્રિત - અંકિત એવા “શબ્દબ્રહ્મના’ - વિશ્વ વ્યાપક વચન રૂપ
આગમ રૂપ બ્રહ્મના “ઉપાસનથી' - આરાધનથી - આસેવનથી “જન્મ' સમુદ્ભવ છે, જેનો એવો આ સ્વવિભવ છે. અર્થાતુ પ્રથમ તો આ “સ્વવિભવ' વિશ્વ પ્રકાશક સાદું વાદ પરમશ્રુતના ઉપાસનથી પરમભક્તિ આરાધનથી જન્મ પામેલો છે.
૨. સમસ્તવિપક્ષક્ષક્ષમતિનિgષવૃવત્યવતંવનનમ્ - સમસ્ત વિપક્ષના ક્ષોદમાં ક્ષમ અતિ નિખુષ યુક્તિના અવલંબનથી જન્મ છે જેનો એવો, - સમસ્ત “વિપક્ષના” - વિરુદ્ધ પક્ષના - પ્રતિપક્ષના