________________
પૂર્વરંગઃ સમયસાર ગાથા-૪ જગતારક પ્રભુ વિનવું, વિનતડી અવધાર રે; તુજ દરિશણ વિણ હું ભમ્યો, કાળહ અનંત અપાર રે... જગતારક પ્રભુ. સુહુમ નિગોદ ભવે વસ્યોપુદ્ગલ પરિયટ્ટ અનંત રે; અવ્યવહારપણે ભમ્યો, ક્ષુલ્લક ભવ અત્યંત રે... જગતારક પ્રભુ.” ઈત્યાદિ - શ્રી દેવચંદ્રજી તુજ મરણે જે જનનીઓના, નયને નીતર્યા નીર, સંમિલન કરિએ તો થાયે, સાગરથીયે અધિક. - (સ્વ અનુવાદિત). આવું આ મહાદુઃખમય ભવભ્રમણ જીવ શાથી કરી રહ્યો છે ? શા માટે એ બહાખેદમય ભવભ્રાંતિ
છોડી દેતો નથી ? કોણ એને જબરજસ્તીથી પરાણે ભમાવી રહ્યું છે ? તેનો મહામોહ ગ્રહથી અત્ર જવાબ આપ્યો છે કે, તે “એકછત્રી કત વિશ્વતાએ કરીને - (વિશ્વના ગો’ જેમ વાહન એકછત્રીપણાએ કરીને) મહતુ એવા મોહથી ગો-બળદની જેમ વહાવાઈ
રહ્યો છે, છત્રીશ્રવિણવતામતા નો રિવ યાહ્યમનસ્ય, અખિલ વિશ્વને પોતાની આણમાં વર્તાવી પોતાના એક છત્ર શાસન તળે આયું, એથી વિશ્વના એકછત્રી પણાએ કરીને જે આખા જગતુ કરતાં મહતુ - મોટો છે. એવા મહામોહ-ગ્રહથી આ જીવલોક ગોની જેમ - બળદની જેમ હંકારાઈ રહ્યો છે. બંધન બદ્ધ બળદ પરતંત્ર હોવાથી ગાડું ચલાવનાર જેમ ચલાવે તેમ ચાલવું પડે છે, તેમ આ કર્મબંધન બદ્ધ જીવ-વૃષભ કર્મ પરતંત્ર હોવાથી ભવનું ગાડું ચલાવનાર મોહ-તંત્રી જેમ ચલાવે તેમ તેને ચાલવું પડે છે, જેમ ભમાવે તેમ ભમવું પડે છે. કારણકે નિશ્ચયથી જીવ જે કે સ્વતંત્ર છે, તો પણ વ્યવહારથી જ્યાં લગી તેને મોહને લીધે સ્વરૂપનું ભાન નથી ને પરભાવમાં આત્મબ્રાંતિ છે, ત્યાં લગી તે ગો-બળદ પશુ જેવો અબૂઝ ગમાર હોઈ કર્મ પરતંત્ર પણ છે, એટલે આ મોહજન્ય કર્મ પરતંત્રને લીધે જ તેને આ ભવ ભ્રમણ કરવું પડે છે. કર્મના આ સંચાલન કરનાર તંત્રી મોહ છે, એટલે જ તેને કર્મોનો રાજા કહ્યો છે અને એટલે જ કર્મચક્રથી ચાલતા આખા ભવચક્રમાં આ મહા મોહચક્રવર્તીનું એકછત્રી શાસન ચાલી રહ્યું છે. અત્રે પરભાવમાં “આત્મભાંતિ એ જ મુખ્ય મોહ છે અને આ આત્મબ્રાંતિથી જ આ ભવભ્રાંતિ
ઉપજી છે - ચાલી રહી છે. પરભાવમાં આત્મભ્રાંતિ રૂપ આ મોહ-ગ્રહને આ મહામોહ “ગ્રહ' જીવ જ્યાં લગી ગ્રહી રાખે-પકડી રાખે, ત્યાં લગી આ મોહ-ગ્રહ પણ આ
જીવને ગ્રહી રાખે છે, પકડી રાખે છે-જકડી રાખે છે. કારણકે રહ્યાતીતિ પ્રહ: અથવા ગૃહ્યસેગનેનેતિ પ્રદ, જે રહે છે તે ગ્રહ અથવા જેનાથી પ્રહાય છે તે ગ્રહ. એટલે જીવ મોહ-ગ્રહને રહે છે, તેથી તે મોહ-ગ્રહથી ગ્રહાય છે. આ મોહ ગ્રહ ખરેખર ! ગ્રહ જેવો ગ્રહ જ છે. કારણકે ગ્રહી રાખે-પકડી રાખે-જકડી રાખે તે ગ્રહ, કુટિલ આવેશ રૂપ પકડ, અતત્વ અભિનિવેશ, આ ગ્રહ ગ્રહની જેમ ભારી વસમો છે. (૧) ગ્રહ એટલે સૂર્ય-ચંદ્ર-રાહુ આદિ ગ્રહ. તેમાં દુષ્ટ ગ્રહ-અનિષ્ટ ગ્રહ જેમ મનુષ્યને પીડાકારી વસમો થઈ પડે છે, નડે છે, તેમ આ મોહરૂપ દુષ્ટ પ્રહ જીવને હેરાન હેરાન કરી નાંખી વસમો પીડાકારી થઈ પડે છે, કનડે છે. અથવા રાહુ જેવો પાપ ગ્રહ જેમ ચંદ્રને પ્રસી તેને ઉત્તાપકારી થાય છે, તેમ આ મોહ રૂપી વિષમ પાપ ગ્રહ આત્મચંદ્રને પ્રસી લઈ તેને અત્યંત તાપ પમાડે છે. આમ તે ભારે વસમો ગ્રહ છે. (૨) અથવા “ગ્રહ' એટલે ભૂત-પિશાચ-ઝોડ. જેમ કોઈને વસમું ભૂત, પિશાચ કે ઝોડ વળગ્યું હોય, તે તેનો કેડો ન મૂકે, તેને ગ્રહી રાખે - પકડી રાખે, જકડી રાખે અને તેને હેરાન પરેશાન કરી નાખે, તેમ આ મોહ રૂપ ભૂત પિશાચ કે ઝોડ જીવને જે વળગ્યું હોય, તો તે તેનો કેડો મૂકતું નથી, તેને ગ્રહી-પકડી-જકડી રાખે છે, કાઢવું મુશ્કેલ થઈ પડી તેને ખૂબ કનડે છે. જેના મનમાં આ મોહરૂપ ભૂત (Obsession, Delusion) ભરાઈ ગયું હોય, તેને તે કાઢવું ભારી વસમું થઈ પડે છે, એ બલાને કાઢવી ભારી વિકટ થઈ પડે છે ! આમ પણ મોહ વસમો ગ્રહ છે. (૩) અથવા “ગ્રહ એટલે મગર. મગર જે કોઈને ગ્રહે, પકડે, તો તેની પકડમાંથી
૭૫