________________
પૂર્વગઃ સમયસાર ગાથા-૪
અહો ! અહો ! શ્રી સદ્ગુરુ, કરુણા સિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો ! ઉપકાર. શું પ્રભુ ચરણ કને ધરૂં ? આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપિયો, વર્તુ ચરણાધીન. આ દેહાદિ આજથી, વર્તો પ્રભુ આધીન;
દાસ દાસ હું દાસ છું, તેહ પ્રભુનો દીન.’’
શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૧૨૪, ૧૨૫, ૧૨૬
જે સત્પુરુષોએ જન્મ જરા મરણનો નાશ કરવાવાળો, સ્વ સ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ કહ્યો છે, તે સત્પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવનામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે. એવા સર્વ સત્પુરુષો, તેનાં ચરણારવિંદ સદાય હૃદયને વિષે સ્થાપન રહો !
જે સત્પુરુષોએ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણ અર્થે કહી છે. જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દૃષ્ટિ ગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે, તે ભક્તિને અને તે સત્ પુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો.’’
શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-૪૦૬ (સુપ્રસિદ્ધ ષટ્પદ પત્ર- અં. ૪૯૩) આમ વિવેક આલોક અર્પનારા આત્મશ સદ્ગુરુનું સમુપાસન જીવને ૫૨મ ઉપકારી થાય છે. પણ પૂર્વે આ અનાત્મશ જીવે તો તેવા આત્મજ્ઞનું કદી પણ ઉપાસન કર્યું નથી. વિવિક્ત એકત્વ ન કદી सत्स्वस्यानात्मज्ञतया વરેષાનાત્મજ્ઞાનામનુવાસનાદ્ય એટલે તેને વિવેક આલોકની શ્રુતપૂર્વ ન પરિચિતપૂર્વ, પ્રાપ્તિ થઈ નથી, અને એટલે જ વિવિક્ત-સર્વ અન્ય ભાવથી ભિન્ન એવું તે ન અનુભૂતપૂર્વ કેવલ એકત્વ તેણે કદી પણ પૂર્વે સાંભળ્યું નથી, કદી પણ પૂર્વે પરિચય કર્યું નથી અને કદી પણ પૂર્વે અનુભવ્યું નથી. જો તેનામાં આત્મજ્ઞપણું હોત - જો તેનામાં આત્માનું સ્વરૂપ ભાન હોત અથવા આત્મજ્ઞ એવા અન્ય જ્ઞાની પુરુષનું તેણે ઉપાસન કર્યું હોત, આત્મજ્ઞાની આત્મારામી વીતરાગ સદ્ગુરુનું ચરણ સેવન કર્યું હોત, તો તો તેને તે વિવિક્ત શુદ્ધ આત્મસ્વરૂપ સાંભળવામાં કે પરિચયમાં કે અનુભવમાં આવ્યું હોત. પણ તેવો ‘જોગ’ તેને નહીં બન્યો હોવાથી, સદ્ગુરુ સંતને તેણે નહીં સેવ્યા હોવાથી તેને પૂર્વે તે વિવિક્ત એકત્વનું કદી પણ શ્રવણ થયું નથી, કદી પણ પરિચય સાંપડ્યો નથી. ને કદી પણ અનુભવ મળ્યો નથી. આમ પરમ અપૂર્વ એવા એકત્વની પ્રાપ્તિનું સુલભપણું નથી અર્થાત્ અત્યંત અત્યંત દુર્લભપણું જ છે - “ગત પુત્વક્ષ્ય ન સુતમત્વ '
૮૧