________________
સમયસાર : આત્મખ્યાતિ અવલંબને સિદ્ધપણે સાધ્ય આત્માને આત્મસિદ્ધિ પ્રાપ્ત થાય છે, એટલા માટે જ અત્રે ભગવાન શાસ્ત્રકર્તા-વ્યાખ્યાકર્તાએ ભાવસ્તવ-દ્રવ્યસ્તવથી આ સિદ્ધ ભગવાનોને પરમ ભક્તિથી પોતાના આત્મામાં
અને શાસ્ત્ર-વ્યાખ્યાનો સ્વાધ્યાય કરનારા પરના આત્મામાં નિધાનની જેમ શાસ્ત્ર પ્રારંભે જ ભક્તિમાર્ગની ધારણ કર્યા છે અને કરાવ્યા છે, દેહ પર્યાય નાશ પામે, પણ આત્મા નાશ મહા પ્રતિષ્ઠા : પરમ નિધાન ન પામે, મન-વચન-કાયાના યોગ થાકે, પણ આત્મભાવ ન થાકે, એટલે જેમ સુપ્રતિષ્ઠિતપણું | સદાસ્થાયી “આત્મામાં અને આત્મભાવમાં સ્થાપન કર્યા છે - કરાવ્યા છે,
અર્થાતુ શુદ્ધ ચૈતન્ય પ્રતિમા સિદ્ધ ભગવાનનું જેમ સિદ્ધાલયમાં શાશ્વત સુપ્રતિષ્ઠિતપણું છે, શુદ્ધ ચૈતન્ય પ્રતિમા સિદ્ધ ભગવાનના પ્રતિબિંબ રૂપ ધાતુપ્રતિમાનું જેમ જિન મંદિરમાં સુપ્રતિષ્ઠિત પણું છે, તેમ આત્માના અંતરાત્મા રૂપ નિજ મંદિરમાં આ સિદ્ધ ભગવાનનું ત્રણે કાળમાં ન ચળે એવું સુપ્રતિષ્ઠિતપણું કર્યું છે અને આત્મામાં જે આ સુપ્રતિષ્ઠિતપણું કર્યું છે, તે પણ પરમ નિધાનની જેમ સુપ્રતિષ્ઠિતપણું કર્યું છે. કોઈ મહામૂલ્યવાન નિધાન-ખજાનો હોય તો તેની રક્ષા માટે કેવી તકેદારીથી રાત દિવસ કેવો જાગ્રત રહે ? તો પછી આ તો અચિંત્ય તત્ત્વચિંતામણિ સ્વરૂપ અનંત ગુણરત્નના પરમ નિધાન શુદ્ધ ચૈતન્યમૂર્તિ શુદ્ધ આત્મા-સિદ્ધ ભગવાન તેને તો કેટલા પ્રયત્નાતિશયથી, કેટલા આદરાતિશયથી, કેટલા ભજ્યતિશયથી વજકીલકની (વજના ખીલાની જેમ આત્મામાંથી એક ક્ષણ પણ ખસે નહિ એમ સુરક્ષિતપણે રાત દિવસ સતત ઉપયોગ જાગૃતિથી સ્થિર સ્થાપન કરી રાખવા જોઈએ, તે વગર કો સ્વયં સમજાય છે.
તિરે મુજ આતમા તુજ થકી નીપજે, મારી સંપદા સકલ મુજ સંપજે; તિણે મન મંદિરે ધર્મપ્રભુ થાઈએ, પરમ દેવચંદ્ર નિજ સિદ્ધિ સુખ પાઈએ. ... ધર્મ જગનાથનો ધર્મ શુચિ ગાઈએ, આપણો આતમા તેહવો ભાવીએ.” - શ્રી દેવચંદ્રજી “મેરે એ પ્રભુ ચાહીએ, નિત્ય દરિશન પાઉં; ચરણ કમલ સેવા કરું, ચરણે ચિત્ત લાઉં... મેરે. મન પંકજ કે મોલમેં, પ્રભુ પાસ બેઠાઉં; નિપટ નજીક હો રહું, મેરે જીવ રમાવું... મેરે. અન્તરજામી આગલે, અન્તરિક ગુણ ગાઉં, આનન્દઘન પ્રભુ પાસજી, મેં તો ઔર ન બાઉં... મેરે.” - શ્રી આનંદઘનજી પદ, ૧૦૮
સાહેલાં તે કુંથ જિનેશ્વર દેવ, રત્નદીપક અતિ દીપતો હો લાલ; સા૦ આવે છે મુજ મનમાંહી, સક્લ અરિબલ ઝીપતો હો લાલ.” - શ્રી યશોવિજયજી
સુખ ધામ અનંત સુસંત ચહી, દિનરાત રહે તદ ધ્યાન મહીં, પરશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે, વર તે, જય હે !” - શ્રીમદ્ રાજચંદ્રજી, અં-૯૫૪