________________
સમયસાર : આત્મખ્યાતિ
જીવ પદાર્થ સર્વ અન્ય પદાર્થોથી વિલક્ષણ, સર્વથા પૃથફભિન્ન-જુદો જ તરી આવતો અલગ સ્વતંત્ર પદાર્થ છે. અને આમ સ્વતંત્ર ચેતન સ્વભાવથી જીવ પદાર્થ અન્ય સર્વ પદાર્થોથી ભિન્ન છે, એટલા માટે જ
આ જીવ પદાર્થ અત્યંતમનંતદ્રવ્યસંsfe વાઢિપ્રવેવનાતુ - અત્યંતપણે અનંત દ્રવ્ય સંકરમાં પણ અનંત દ્રવ્યના સંકરમાં (સેળભેળમાં), પણ સ્વરૂપથી અપ્રચ્યવનને લીધે
ટંકોત્કીર્ણ ચિત સ્વભાવવાળો છે - “છોછીર્થવિસ્જમાવ:” અનંત દ્રવ્યોના
સંકરમાં પણ - સંમિશ્રપણામાં ભેળસેળ રૂપ શંભુ મેળામાં પણ આ જીવ સ્વરૂપથી પ્રય્યત થતો નથી, એટલે તે ટંકોત્કીર્ણ ચિત્ સ્વભાવવાળો જ અવસ્થિત રહે છે. આ અંગે શ્રી પંચાસ્તિકાય ૭મી ગાથામાં કહ્યું છે તેમ “અન્યોન્ય પ્રવેશતા, અન્યોન્ય અવકાશ દેતા અને નિત્ય મળવા છતાં પણ તેઓ (દ્રવ્યો) પોતાનો સ્વભાવ છોડતા નથી.' આની વ્યાખ્યા કરતાં પરમર્ષિ અમતચંદ્રાચાર્યજી વદે છે કે, “અત્રે છ દ્રવ્યોના પરસ્પર અત્યંત સંકરમાં પણ પ્રતિનિયત (પ્રત્યેકના નિયત) સ્વરૂપથી અપચ્યવન કહ્યું છે, એટલા માટે જ તેઓનું પરિણામવંતપણું છતાં પૂર્વે નિત્યપણું કહ્યું છે અને એટલા માટે જ તેઓની એકત્વ આપત્તિ નથી અને જીવ-કર્મનું વ્યવહાર નયાદેશથી એકત્વ છતાં પરસ્પર સ્વરૂપ - ઉપાદાન નથી.' અર્થાતુ ષડૂ દ્રવ્યાત્મક આ લોકમાં અનંત દ્રવ્યોનો સંકર - સંમિશ્રિતપણે સંમિલન છે, એક ક્ષેત્રાવગાહ સ્થિતિ છે, છતાં તે મધ્યે પણ અસાધારણ ચેતન સ્વરૂપ લક્ષણથી ભિન્ન એવો જીવ પદાર્થ સ્વરૂપથી પ્રશ્રુત-ભ્રષ્ટ થતો નથી, ભગવાન “અશ્રુત” જ રહે છે, તેથી ટંકણાથી શિલામાં ઉત્કીર્ણ - કોતરેલા અક્ષરની જેમ તે “અક્ષર' એવા ટંકોત્કીર્ણ ચિતુ સ્વભાવમાં સદા અવસ્થિત - જેમ છે તેમ જ રહે છે.
“ચેતન વિનું છે તે દરવ, તે અશુદ્ધ પર હેય; શુદ્ધ ચેતના સંજુગત, નિત્ય જીવ આદેય. પંચ દ્રવ્ય જડ હેય હૈ, તોભી કહીયે શેય; તાતે વખાનો પ્રગટ, સ્યાદ્વાદ નય લેય.” - શ્રી દેવચંદ્રજી કૃત દ્રવ્ય પ્રકાશ', ૧-૩૭-૩૮ આમ સત્ ચિત્ વસ્તુ સ્વરૂપ એવો આ જીવ નામનો પદાર્થ ચૈતન્ય રૂપ સ્વરૂપ સત્તાથી યુક્ત એવું
ગુણ પર્યાયવંત સ્વતંત્ર દ્રવ્ય છે, દર્શન-જ્ઞાન-જ્યોતિ સ્વરૂપ આ ચેતન દ્રવ્ય સતુ ચિત દ્રવ્ય સ્વપર પ્રકાશક સ્વ-પર પ્રકાશકપણાને લીધે વિશ્વરૂપ ગ્રાહી છતાં એકરૂપ છે, અને ચિત્ સ્વભાવી જીવ સમય અસાધારણ એવી ચિદ્રપતાને લીધે આકાશાદિ અન્ય સર્વ દ્રવ્યોથી ભિન્ન
હોઈ, ચિત સ્વરૂપથી અપ્રચ્યવનને લીધે ટંકોત્કીર્ણ' એવો ચિતુ સ્વભાવી છે. અને આમ એક ચિત્' અક્ષરમાં જ અક્ષર એવું જેનું સંપૂર્ણ સ્વરૂપ સમાય છે, એવો આ જીવ નામનો પદાર્થ એકપણે એકી સાથે જાણે છે અને જાય છે, ગમન કરે છે, પરિણમન કરે છે, પરિણમે છે, તેથી નિરુક્તિથી - વ્યુત્પત્તિથી “સમય” એવી યથાર્થ સંજ્ઞાથી ઓળખાય છે, અર્થાત જાણવું અને પરિણમવું એ બન્ને જ્યાં “એકી સાથે એકપણે થાય છે, જાણવું એજ જ્યાં પરિણમવું અને પરિણમવું એજ જ્યાં જાણવું છે, એટલે કે જે જાણપણા પણે પરિણમે છે, એવો આ જીવ નામનો સમય છે.
"अण्णोष्णं पविसंता दिता ओगासमण्णमण्णस्स । મેનંતા વિ 3 વુિં સાં સમાવં વિનતિ ” - શ્રી પંચાસ્તિકાય ગા. ૭ "अत्र षण्णां द्रव्याणां परस्परमत्यन्त संकरेऽपिप्रतिनियतस्वरूपादप्रच्यवनमुक्तम् । अत एव तेषां परिणामवत्वेऽपि प्राग्नित्यत्वमुक्तम् । अत एव च न तेषामेकत्वापत्ति न च जीवकर्मणो र्व्यवहारनयादेशादेकत्वेऽपि પરસ્પરસ્વરૂપોપલાનતિ ” - શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત “પંચાસ્તિકાય’ ટીકા ગા-૭
૫૨