________________
પૂર્વગઃ સમયસાર ગાથા-૩
એટલે વિહત્વે સર્વાનાં પ્રતિષ્ઠિત સતિ - એમ સર્વ પદાર્થ અર્થોનું એકત્વ પ્રતિષ્ઠિત સતે જીવ નામના સમયની બંધકથાને જ વિસંવાદપણાની આપત્તિ છે, નીવાશ્રયસ્ય સમયી વંધwથાયી પુર્વ
વિસંવાદુત્વાપત્તિઃ | અર્થાત્ સિદ્ધાલયમાં શુદ્ધ ચૈતન્ય મૂર્તિ સિદ્ધ ભગવાનનું જેમ સર્વ અર્થોનું એકપણું પ્રતિષ્ઠિત શાશ્વત સપ્રતિષ્ઠિતપણું છે. જિનાલયમાં શુદ્ધ ચૈતન્ય મૂર્તિ જિન ભગવાનના બિબ ત્યાં જીવની બંધકથાની જ વિસંવાદિતા
* * રૂપ ધાતુ-પાષાણમયી મૂર્તિનું જેમ સુપ્રતિષ્ઠિતપણું છે, સત્યનું – પરમાર્થસતુ
તત્ત્વનું જેમ સ્વરૂપથી શાશ્વત સુપ્રતિષ્ઠિતપણું છે, તેમ આ સર્વ સત્ય તત્ત્વભૂત પરમાર્થ સતુ અર્થોનું એક નિશ્ચયગતપણે - એકપણા રૂપ નિશ્ચયગતપણે શાશ્વત સુપ્રતિષ્ઠિતપણું છે. આમ સર્વ પદાર્થોનું એકપણું પ્રતિષ્ઠિત છે, ત્યાં જીવ નામના સમયની - પદાર્થની બંધકથાને જ વિસંવાદની - વિસંવાદપણાની - બસૂરાપણાની પ્રાપ્તિ છે. કારણકે સર્વ સમય (અર્થ) જે સ્વસમયની - સ્વસ્વરૂપની મર્યાદામાં સ્થિત હોઈ એકત્વ પ્રતિષ્ઠિત છે, તો પછી જીવ સમયની પરસમય (પર પદાર્થ) સાથેના બંધની જે વાર્તા છે, તે જ વિસંવાદિની-બસૂરી જણાય છે, સર્વ પદાર્થના સુસંવાદમાં આ એક જ વાત વિસંવાદી બસૂરો (Discordant note) પૂરાવે છે. બંધ તો બે વિના બને નહિ, એટલે એકપણાની જ જ્યાં સ્થિતિ છે. ત્યાં બેની વાત બસૂરી લાગે છે, “બગડે બે થી બધુંય “બગડે' છે, સમયનું સ્વરૂપ સૌંદર્ય વિરૂપપણાને - કદ્રષપણાને પામે છે. એટલે એક સ્વરૂપ સ્થિતપણાથી સુંદર લાગતા સર્વ અર્થો જ્યાં એકપણાનું એકસૂરું સંગીત કરી રહ્યા છે, ત્યાં આ જીવપદાર્થનું બેસૂરાપણું શું ? અખિલ વિશ્વતત્ત્વની એકપણા રૂપ સુસંવાદી બંસરી વાગી રહી છે. ત્યાં આ પર સાથે બંધકથાની બસૂરી વાત શી? સંગીતનો રંગ જામ્યો હોય, તો રંગમાં કેવો ભંગ પડે ? તેમ એકત્વનિશ્ચયરૂપ વિશ્વ તત્ત્વના સંગીતનો રંગ જામ્યો છે, બધાય દ્રવ્ય-વાદ્યો એકપણાનો એક સૂર વગાડી રહ્યા છે, ત્યાં આ જીવ સમયની બંધકથાનો બસૂરો રાગડો નીકળે છે, તે વિશ્વ સંગીતના રંગમાં ભંગ પાડે છે ! એટલે તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં તત્ત્વવિચાર પ્રેરણા કરતા હોય એમ પરમર્ષિ કુંદકુંદાચાર્યજીનો દિવ્ય આત્મા અત્રે જાણે ગર્જના કરે છે કે, “યે ક્યા બાત હૈ? ઐસા કૈસે હો સકતા હૈ?”
કાયદો તો બધાને માટે એક સરખો હોય, તેમ એકપણાના નિશ્ચયરૂપ નિયમ તો બધા દ્રવ્યોને એક સરખો લાગુ પડવો જોઈએ, ત્યાં આ બસૂરી બંધકથા થકી બેપણા રૂપ-દ્વૈતપણા રૂપ કાયદા ભંગ-નિયમ ભંગ કેમ ચાલે? અને ચાલે તો પછી વિશ્વનું નિયમન કેમ રહે? માટે આ બંધકથા જ પોતે વિસંવાદી છે, સત્ય
તત્ત્વસ્થિતિ - પરમાર્થસતુ વસ્તુસ્થિતિ સાથે સંવાદથી – મળતાપણાથી વિરુદ્ધ છે આ જીવ સમયનું - વિપરીત છે, એટલે કે પરમાર્થથી અસત્ય છે, અયથાર્થ છે, એમ હોવું ઘટતું દ્વિવિધપણું ક્યાંથી? નથી. તો પછી “ઋતસ્તનૂતપુરાતપ્રશસ્થિતત્વમૂત- પુરસોત્પવિતતી એકત્વ જ અવસ્થિત
સૈવિષ્ય' “તમૂલ” તે બંધકથા જેનું મૂલ છે, એવું પુદ્ગલ કર્મ પ્રદેશ સ્થિતપણું
જેનું મૂલ છે, એવા પરસમયથી ઉત્પાદવામાં આવેલું - ઉપાવાયેલું આનું (જીવન) દ્વિવિધપણું ક્યાંથી? અર્થાત્ તે બંધકથા સ્વરૂપ મૂલને લીધે જ જીવનું પુદ્ગલ કર્મ પ્રદેશમાં સ્થિતપણું હોય અને પુદ્ગલ કર્મપ્રદેશ સ્થિતપણા રૂપ મૂલને લીધે જ પરસમયનું ઉપજવાપણું હોય અને આમ પરસમયપણાને લીધે જ જીવ સમયનું સ્વસમય-પરસમય એમ દ્વિવિધપણું હોય, પણ મૂલ આ બંધકથા જ
જ્યાં વિસંવાદી છે, ત્યાં પછી તે બંધકથા જેનું મૂલ છે, એવું પુદગલ કર્મ પ્રદેશ સ્થિતપણું ક્યાંથી ? અને એ નથી ત્યાં પછી પુદ્ગલ કર્મ પ્રદેશ સ્થિતપણું જેનું મૂલ છે, એવું પરસમયપણું ક્યાંથી? અને પરસમયપણું જ
જ્યાં નથી, ત્યાં પછી સ્વસમય-પરસમય એવું કૃત્રિમ (artificial) ભેદ ઉભાવન રૂપ દ્વિવિધપણું પણ ક્યાંથી ? મૂર્ત નતિ સુતો શાલા ? એટલે કે સર્વ સમયનું પ્રત્યેકનું એકપણું તો ઉપરોક્ત રીતે સુપ્રતિષ્ઠિત છે અને તે જ સુંદર છે, તો પછી જીવ સમયનું આવું દ્વિવિધપણું ક્યાંથી ઘટે ? વિસંવાદિની બંધકથાથી ઉપજતું આ દ્વિવિધપણું કાંઈ સુંદર દેખાતું નથી, સારું લાગતું નથી, શોભતું નથી, એથી સમયનું એકપણું જ અવસ્થિત રહે છે, - તઃ સમયચૈઋત્વમેવાવતિને |
વિવિધપતિ
જપ્ન “તમૂલ’, તે બધા ઉત્પાદવામાં આવે
૬૯