________________
સમયસાર : આત્મખ્યાતિ
એવા સ્વરૂપ કાર્યનું હેતુપણું ધારે છે, તેમજ પરદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવના સદાય નાસ્તિપણાથી આત્મસ્વરૂપથી વિરુદ્ધ એવા પરરૂપ કાર્યનું હતુપણું પણ ધારે છે, આમ સદા સ્વરૂપ પ્રતિષ્ઠિત અને સદા પરરૂપ અપ્રતિષ્ઠિત અથવા કદી પણ સ્વરૂપ અપ્રતિષ્ઠિત નહિ અને કદી પણ પરરૂપ પ્રતિષ્ઠિત નહિ એવો અગુરુલઘુ ગુણસંપન્ન પ્રત્યેક અર્થ અખિલ વિશ્વની યથાવતુ (as it is, statusquo) જાળવણીમાં સદાય અનુગ્રહ કરે છે, એટલે શાશ્વત વિશ્વ વ્યવસ્થા અખંડપણે જળવાઈ રહે છે અને તે વિશ્વ વ્યવસ્થામાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારની કિંચિત્ માત્ર ગડબડ કે ડખલ થવાનો સંભવ જ નથી.
“નિજ ભાવે સીય અસ્તિતા રે, પર નાસ્તિત્વ સ્વભાવ; અસ્તિપણે તે નાસ્તિતા રે, સીય તે ઉભય સ્વભાવો રે... કુંથ જિનેસરૂ.” - શ્રી દેવચંદ્રજી આમ પરરૂપે અપરિણત અને સ્વરૂપે સુસ્થિત એવા આ પરરૂપ અપ્રતિષ્ઠિત અને સ્વરૂપ
સુપ્રતિષ્ઠિત ટંકોત્કીર્ણ વિશ્વોપકારી સર્વ અર્થો નિયતપણે એકત્વ નિશ્ચયગત એકત્વનિશ્ચયગતપણાથી જ પસાએ કરીને જ સૌંદર્યને પામે છે, નિયતત્વ તત્વે નૈવ સૌદર્યાપદ્યતે | અર્થોનું સૌંદર્ય
અર્થાતુ આ સર્વ અર્થોનું પ્રત્યેકનું એકત્વ-એકપણું છે, જ્યાં અન્ય કોઈનો -
બીજાનો પ્રવેશ નથી, એવું અદ્વિતીયપણું - અદ્વૈતપણું છે અને આ એકપણું - અદ્વૈતપણું ત્રણે કાળમાં ન ચળે એવું નિશ્ચય રૂપ-અખંડ સ્થિર સ્થિતિરૂપ છે, અને આવા ત્રણે કાળમાં ન ફરે એવા નિયત નિશ્ચય રૂપ એકત્વ નિશ્ચયગત પણાએ - એકપણા રૂપ નિશ્ચયગત પણાએ કરીને જ - એક સ્વરૂપ સ્થિતપણાએ કરીને જ આ અર્થો સંદરતા ધારે છે. જ્યાં પરભાવની લેશ પણ અશુચિ-અશુદ્ધિ નથી એવી પરવિરહિત શુચિ શુદ્ધ અદ્વૈત સ્વરૂપ શોભાથી જ શોભે છે. કારણકે એકત્વ નિશ્ચયગત સ્થિતિ એ જ સત્ પરમાર્થસતુ હોવાથી સત્ય છે, એ જ પરમ શાંતિરૂપ - પરમ કલ્યાણરૂપ - મોક્ષ રૂપ હોવાથી શિવ છે અને એ જ અકૃત્રિમ સ્વાભાવિક સહજ આત્મસ્વરૂપ - સૌંદર્યથી શોભાયમાન હોવાથી સ્વરૂપથી સુંદર છે, આમ આ સર્વ અર્થોનું આ એકત્વ નિશ્ચયગતપણું જ પરમ સત્ય પરમ શિવ પરમ સુંદર છે, એટલે સત્યં શિવં સુંદર આ સહજાત્મ સ્વરૂપ સ્થિતપણાને લીધે જ આ સર્વ અર્થો સ્વરૂપ સૌંદર્યને પામે છે.
જીવ નવિ પુગલી નૈવ પુગ્ગલ કદા, પુગ્ગલાધાર નવિ તાસ રંગી; પર તણો ઈશ નહિ અપર ઐશ્વર્યતા, વસ્તુધર્મે ન કદા પર સંગી... અહો શ્રી સુમતિ જિન ! શુદ્ધતા તાહરી, સ્વગુણ પર્યાય પરિણામરામી. સંગ્રહે નહિ આપે નહિ પરભણી, નવિ કરે આદરે પર ન રાખે; શુદ્ધ સ્યાદ્વાદ નિજ ભાવ ભોગી જિકે, તેહ પરભાવને કેમ ચાખે?.. અહો.” - શ્રી દેવચંદ્રજી
કારણકે “પ્રકારતરથી સર્વ સંકર આદિ દોષની આપત્તિ થાય છે, પ્રારાન્તોમાં સર્વસંવરઃ ટોષાપત્ત - પ્રકારાંતરથી - એનાથી બીજા પ્રકારે તો જડ-ચેતન દ્રવ્યની પરસ્પર સેળભેળ થઈ જવા રૂપ -
શંભુમેળા રૂપ સંકર આદિ દૂષણ પ્રાપ્ત થાય છે. જૂદી જૂદી - ભિન્ન ભિન્ન પ્રકારાંતરે સર્વ સંકરાદિ જાતિવાળા - ચેતન પરસ્પર ભળી જાય તો જડ-ચેતનનું મિશ્રપણું - સંકરપણે દોષાપત્તિ થઈ જશે અને જડ જે ચેતનપણાને પામે અથવા ચેતન જે જડપણાને પામે તો
જડ-ચેતનનો કોઈ નિયમ કે વ્યવસ્થા રહેશે નહિ અને વ્યતિકર દોષ આવશે.
વળી આમ સ્વરૂપનો ત્યાગ કરી જો પદાર્થ પરરૂપ પણાને પામશે, તો પછી એ પદાર્થ પુનઃ પદાર્થોતરપણાને પામશે અને એમ કરતાં કોઈ આરો આવશે નહિ ને અનવસ્થા દોષ પ્રાપ્ત થશે. તેમજ એક દ્રવ્યનું સ્વરૂપ જે બીજામાં જશે, તો અતિ પ્રસંગ રૂપ અતિ વ્યાપ્તિ દોષ અને પોતાના જ દ્રવ્યમાં પૂરેપૂરો વ્યાપશે નહિ, તો અબાપ્તિ દોષ પણ આવીને ઉભો રહેશે. ઈત્યાદિ અનેક દોષની રૂપ આપત્તિ પ્રાપ્ત થવાનો પ્રસંગ આવશે. માટે એકાંત સ્વરૂપ સ્થિત એવો એકત્વ નિશ્ચયગત પદાર્થ જ લોકમાં સર્વત્ર સુંદર છે. એમ ત્રણે કાળમાં નિશ્ચય અખંડ નિશ્ચય સિદ્ધાંત સ્થાપિત થયો.
૬૮