________________
સમયસાર : આત્મખ્યાતિ
૩. પરસમય પરવડી છાંયડી જ્યાં પડે, તે પરસમય નિવાસ રે.” - શ્રી આનંદઘનજી
થી તુ . પણ જ્યારે દેશના વિદ્યાવતીમૂનવાયમાનમોદનુવૃત્તિતથા’ - અનાદિ અવિદ્યા કંદલીના મૂલ કંદરૂપે મોહની “અનુવૃત્તિતંત્રતાએ કરીને દેશિ-શક્તિ સ્વભાવમાં નિયત વૃત્તિરૂપ આત્મતત્ત્વથી પ્રય્યત થઈ “ટ્રશિજ્ઞસ્વમાનિયતવૃત્તિરૂપત્મિતત્ત્વત્રિવુત્ય - (આ જીવ) પર દ્રવ્ય પ્રત્યયી મોહ-રાગ-દ્વેષાદિ ભાવોની સાથે એકત્વગતપણે વર્તે છે, ત્યારે પુદ્ગલ કર્મપ્રદેશમાં સ્થિતપણાને લીધે પરને એકપણે એકી સાથે જાણતો અને જતો, પરસમય એમ પ્રતીતાય છે.અર્થાતુ આ આત્મા
જ્યારે પરને એકપણે એકીસાથે જાણે છે અને પરિણમે છે, ત્યારે તે પરસમય છે, એમ પ્રતીત થાય છે, તે આ પ્રકારે : અનાદિ અવિદ્યા રૂપ કંદલીનો મૂલ કંદ મોહ છે. તે મોહને અનુસરવા-અનુવર્તવા રૂપ અનુવૃત્તિતંત્રતા વડે કરીને આ જીવ દેશિ-જ્ઞપ્તિ (દેખવા-જાણવા રૂપ) સ્વભાવમાં નિયત વૃત્તિરૂપ આત્મતત્ત્વથી પ્રયુત થાય છે અને પરદ્રવ્ય પ્રત્યયી - પરદ્રવ્ય નિમિત્તે ઉપજતા મોહ-રાગ-દ્વેષાદિ ભાવોની સાથે એકત્વગતપણે - એકત્વ પ્રાપ્તપણે વર્તે છે, “પૂરદ્રવ્યપ્રત્યય મોદ-રFI-કેષાદ્ધિ માવૈઋત્વતત્વેન વર્તત' અર્થાત્ હું મોહ છું, રાગ છું, દ્વેષ એમ એકપણે વર્તે છે. “તવા પુત
પ્રશસ્થિતવાત' . ત્યારે પુદગલ કર્મ પ્રદેશમાં સ્થિતપણાને લીધે, તે પરને એકપણે એકીસાથે જાણતો અને જતો - પરિણમતો છતો તે પરસમય હોય છે, - પરત્વેન યુનીપજ્ઞાનનું પુરસમાં રૂતિ પ્રતીયતે” | આમ દર્શન-શાન સ્વભાવી આત્મામાં નિયતપણે વર્તવા રૂપ આત્મભાવથી પ્રવ્યુત થઈ-ભ્રષ્ટ થઈ, પરભાવને એકપણે જાણી તેમાં વર્તવું તે પરસમય છે.
સ્વસમયના વિવેચનમાં જે અંધારા ઘરનું દેશંત મૂક્યું છે, તે પરથી જ આ પરસમયની ઉત્પત્તિની સંકલના પણ સ્વયં સમાઈ જાય છે : (૧) પ્રથમ તો મોહ અંધકારને લીધે સ્વ-પરનો ભેદ પરખાતો નથી - ભેદ અજ્ઞાન હોય છે, (૨) તેથી આત્મ અજ્ઞાનરૂપ અવિદ્યા ઉપજે છે, (૩) એટલે દૈશિ-જ્ઞપ્તિ સ્વભાવમાં નિયત વૃત્તિ રૂપ આત્મતત્ત્વથી પ્રચ્યવન હોય છે, (૪) એથી આ પરદ્રવ્ય તે હું ને મ્હારૂં એમ જાણી તે સાથે એકપણું વર્તે છે, (૫) એટલે પુદ્ગલ કર્મપ્રદેશરૂપ પરરૂપમાં સ્થિતપણું વર્તે છે, (૬) એટલે પરને એકપણે જાણવા-જવા રૂપ પરસમય હોય છે. આમ ભેદ અજ્ઞાન-આત્મ અજ્ઞાન-સ્વપ્રશ્રુતિ-પર વૃત્તિ-પરરૂપ સ્થિતિ - પરસમય એમ ક્રમ છે. હવે આનો અનુક્રમે વિશેષ વિચાર કરીએ.
મોહ “મહારાજ': ભેદ અજ્ઞાન અને આત્મા અજ્ઞાન “ઉપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર.” - શ્રીમદ્ રાજચંદ્રજી, અં-૯૫૪
બધા દોષોનું મૂલ મોહ છે. મોહને લીધે જ સમસ્ત કર્મની અને કર્મજન્ય આ સમસ્ત સંસારની ઉત્પત્તિ છે. મોહને લીધે જ સ્વ-પરનો વિવેક જણાતો નથી, સ્વ-પરનું ભેદ અજ્ઞાન વર્તે છે, એટલે મોહને લીધે જ આ જીવ પરવસ્તુમાં મોહ પામી મુંઝાઈ જાય છે. દેહાદિ પરવસ્તુમાં આત્મભ્રાંતિ એ જ આ જીવનો અનાદિ વિપર્યાસ રૂ૫ દર્શનમોહ છે અને એજ આ જીવની મોટામાં મોટી મૂલગત ભૂલ છે અને આ આત્મબ્રાંતિથી જ ભવભ્રાંતિ ઉપજી છે - તે આ પ્રકારે - પર વસ્તુમાં મુંઝાવા રૂપ મોહ - દર્શન મોહ ઉપજ્યો, દર્શન મિથ્યા થયું, એટલે સર્વ જ્ઞાન અજ્ઞાનરૂપ બન્યું અને સર્વ ચારિત્ર પણ કચારિત્ર થઈ પડ્યું. દર્શનમોહ ઉપજ્યો એટલે ચારિત્રમોહ ઉપજ્યો અને અનંતાનુબંધી આદિ તીવ્ર કષાય-પ્રકારોની ઉત્પત્તિ થવા લાગી. આ દર્શન મોહ અને ચારિત્ર મોહ એમ ત્રિવિધ મોહરૂપ ઘાતિ પ્રકૃતિનો બંધ થયો, એટલે તેના અવખંભને ઈતર ઘાતી પ્રકૃતિ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય પણ બંધાવા લાગી, તેમજ વેદનીય, આયુ, નામ, ગોત્ર એ અઘાતિ પ્રકૃતિનો પણ બંધ થવા લાગ્યો,
૫૮