________________
પૂર્વરંગ: સમયસાર ગાથા-૧
સ્તવ-દ્રવ્ય સ્તવથી સ્વ આત્મામાં અને પર આત્મામાં નિહિત કરી (પાઠાંતર-નિખાત કરી) એમ પરમ ગૌરવ બહુમાનથી વંદનની પરમ અભુત તત્ત્વસ્પર્શી વ્યાખ્યા કરતાં, અત્રે પરમ પ્રધાન ભક્તિમાર્ગનું જ સુપ્રતિષ્ઠાપન કર્યું છે. અર્થાતુ ભાવસ્તવથી એટલે અભેદ ભક્તિરૂપ આત્મભાવથી - તન્મય પરિણામ રૂપ શુદ્ધ ઉપયોગથી અને દ્રવ્યસ્તવથી એટલે ભેદભક્તિ રૂપ વંદનાદિથી - ઉપયોગ પ્રેરિત મન-વચન-કાયાના યોગથી આ સિદ્ધ ભગવાનોને પોતાના અને પરના આત્મામાં નિહિત કર્યા છે - પરમ નિધાનની જેમ સ્થાપન કર્યા છે - પ્રતિષ્ઠાપન કર્યા છે, “નિ' - નિતાંતપણે અથવા ત્રણે કાળમાં ન ચળે એવા દૃઢ નિશ્ચયપણે ધારણ કર્યા છે, અથવા “નિ’ - નિતાંતપણે “ખાત' - વજ ખીલાની જેમ કદી પણ ઉખડે નહિ એમ સ્વ પરના આત્મામાં ખોડી દીધા છે - “નિખાત’ કર્યા છે.
વળગ્યા જે પ્રભુનામ ધામ તે ગુણ તણા, ધારો ચેતનરામ એહ સ્થિર વાસના; દેવચંદ્ર જિનચંદ્ર હૃદય સ્થિર થાપો, જિન આણા યુત ભક્તિ શક્તિ મુજ આપજો.
... વિહરમાન ભગવાન ! સુણો મુજ વિનતી.” - શ્રી દેવચંદ્રજી જે પ્રભુપદ વળગ્યા તે તાજા, બીજા અંગ ન સાચા રે... વાચક યશ કહે અવર ન થાવું, એ પ્રભુના ગુણ ગાઉં રે... શ્રી અરજિન.” - શ્રી યશોવિજયજી
જ્ઞાનમાર્ગ દુરારાધ્ય છે ? પરમાવગાઢ દશા પામ્યા પહેલાં તે માર્ગે પડવાનાં ઘણા સ્થાનક છે. સંદેહ, વિકલ્પ, સ્વચ્છંદતા, અતિ પરિણામિપણું એ આદિ કારણો વારંવાર જીવને તે માર્ગે પડવાના હેતઓ થાય છે. અથવા ઊર્ધ્વ ભૂમિકા પ્રાપ્ત થવા દેતાં નથી. ક્રિયામાર્ગે અસદુ અભિમાન, વ્યવહાર આગ્રહ, સિદ્ધિ મોહ, પૂજ સત્કારાદિ યોગ અને દૈહિક ક્રિયામાં આત્મનિષ્ઠાદિ દોષનો સંભવ રહ્યો છે. કોઈક મહાત્માને બાદ કરતાં ઘણા વિચારવાન જીવોએ ભક્તિમાર્ગનો તે જ કારણોથી આશ્રય કર્યો છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-પ૯૭, ૯૩
એટલે જેને પૂજ્ય - પૂજવા યોગ્ય-સ્તવવા યોગ્ય એવો શુદ્ધ આત્મ સ્વભાવ પ્રગટ્યો છે, એવા જિન-સિદ્ધ ભગવાનની આ ભાવસ્તવ-દ્રવ્યસ્તવરૂપ પૂજનાસ્તવના આત્માર્થીઓએ અવશ્ય શુદ્ધ આત્માર્થે કરવા યોગ્ય છે. જો કે કૃતકૃત્ય એવા તે સહાત્મસ્વરૂપ પ્રભુ બીજાએ કરેલી કે બીજા દ્રવ્ય વડે કરાયેલી પરકૃત પૂજા ઈચ્છતા નથી અને એ કરવા – ન કરવાથી તે પૂર્ણકામ પ્રભુને કાંઈ લાભ-હાનિ નથી, પણ એ પૂજા-ભક્તિ કરવાથી આત્મસાધકને પોતાનું આત્મસિદ્ધિ રૂપ કાર્ય સિદ્ધ કરવાનો “દાવ” લાગે છે, પરમ આત્મલાભનો પ્રકાર બને છે, અને પરમાર્થથી તો મહામુનિ દેવચંદ્રજીએ કહ્યું છે તેમ – જિનવર પૂજા રે તે નિજ પૂજના જ છે. જિન પદની સેવાના હેવાએ જે હળી જાય છે, તે આત્મ અનુભવ ગુણથી તે પ્રભુ સાથે મળી જાય છે અને તે જ અભેદભક્તિ રૂપ ઉત્તમ ભાવ સેવાની - ભાવસ્તવની પરાકાષ્ઠા છે.
“પૂજના તો કીજે રે બારમા જિનતણી રે, જસુ પ્રગટ્યો પૂજ્ય સ્વભાવ; પરકૃત પૂજા રે જે ઈચ્છે નહિ રે, સાંધક કારજ દાવ... પૂજના. દ્રવ્યથી પૂજા રે કારણ ભાવનું રે, ભાવે પ્રશસ્ત ને શુદ્ધ; પરમ ઈષ્ટ વાલ્હા ત્રિભુવન ધણી રે, વાસુપૂજ્ય સ્વયંબુદ્ધ. પૂજના. જિનવર પૂજા રે તે નિજ પૂજના રે, પ્રગટે અન્વય શક્તિ; પરમાનંદ વિલાસી અનુભવે રે, દેવચંદ્ર પદ વ્યક્તિ... પૂજના.”
શ્રી ચંદ્રપ્રભ જિનપદ સેવા, હેવાએ જે હળિયાજી; આતમ અનુભવ ગુણથી મળિયા, તે ભવભયથી ટળિયાજી.' - શ્રી દેવચંદ્રજી આવા પ્રકારે જેનો પરસ્પર કાર્યકારણ સંબંધ છે, એવા આ ભાવસ્તવ-દ્રવ્યસ્તવરૂપ ભક્તિના
૩૫