________________
સમયસાર : આત્મખ્યાતિ
ઉમાતા ,
જ જવું - પરિણમવું અને જવું - પરિણમવું એ જ જ્યાં જાણવું છે, એમ જાણપણા રૂપ ગમન-પરિણમન જ્યાં એકરૂપ છે તે સમય છે. એવા વ્યુત્પત્તિ અર્થ (Etiomological meaning) ઉપરથી જીવ તે “સમય” છે. આ જીવ નામનો પદાર્થ કેવો છે તેનું સમગ્ર (most comprehensive) દ્રવ્યાનુયોગના નિચોડ રૂ૫ સંપૂર્ણ અપૂર્વ તત્ત્વવૈજ્ઞાનિક (most scientific) તાત્વિક અલૌકિક સ્વરૂપ અત્રે તાત્ત્વિક શેખર પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ અપૂર્વ ભાવવાહી પરમ પ્રૌઢ પરમાર્થગંભીર શૈલીથી પ્રકાશ્ય છે, અને તે પણ થોડા પણ મહાગ્રંથ આશય ભરેલા પરમ અર્થઘન શબ્દોમાં એક સળંગ સૂત્રાત્મક વાક્યથી પ્રવ્યક્ત કરી, આખું વિશ્વતત્ત્વ હસ્તામલકવતુ સમપ્યું છે, તેની પરમ અદૂભૂત ચમત્કૃતિના દિગદર્શનરૂપ ખાસ વિશદ વિચારણા અત્ર વિસ્તારીએ છીએ. તે આ ગ્રંથના પાયા રૂપ હોઈ સુશ વાંચકને યથોચિત જ જણાશે. પ્રથમ તો જો આ “જીવ' નામનો પદાર્થ છે, તો તેનું કંઈ પણ અસ્તિત્વ હોવું જોઈએ અને આ
જીવનું અસ્તિત્વ તો પ્રગટ અનુભવસિદ્ધ છે, એટલા માટે કહ્યું - “નિત્યમેવ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય ઐક્યરૂપ મિનિ સ્વભાવે અતિમનસ્વાત' - “નિત્યમેવ પરિણામાત્મક સ્વભાવમાં ત્રિલક્ષણા સત્તાથી અનુભૂત અવતિષ્ઠમાનપણાને લીધે (અવસ્થિત હોઈ રહ્યાપણાને લીધે)
ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યની ઐક્ય અનુભૂતિ લક્ષણવાળી સત્તાથી અનુસૂત (પરોવાયેલો) છે, ‘ઉત્પાતવ્યાધ્રોચ્ચેવચાનુભૂતિતક્ષણયા સત્તયાનુસ્થત ' સદાય પરિણામ પામવું એ જ જેનો આત્મા છે, એવા “પરિણામાત્મક' સ્વભાવમાં “અવતિષ્ઠમાનપણું' - “અવ” - જેમ છે તેમ વસ્તુમર્યાદાપણે “તિષ્ઠમાનપણું - અવસ્થિત હોઈ રહેવાપણું છે, તેથી આ જીવ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યના ઐક્યની-એકપણાની “અનુભૂતિ' - અનુભવનતા જેનું લક્ષણ છે એવી “સત્તાથી” - અસ્તિતાથી - અસ્તિપણાથી “અનુસૂત' છે, અન્વયથી પરોવાયેલ છે, “અન્વયથી જોડાયેલ છે. આ જીવ નિત્ય જ પરિણામી સ્વભાવમાં અવસ્થિત છે, તેથી કરીને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યનું ઐક્યપણું જ્યાં અનુભવાય છે, એવી સત્તાથી-અસ્તિતાથી, સોયમાં દોરાની જેમ, મૌક્તિક-માળામાં સૂત્રની જેમ, તે પરોવાયેલો છે, અર્થાતુ ઉત્પાદ-ઉપજવું, વ્યય-નાશ પામવું અને ધ્રૌવ્ય-સ્થિર રહેવું એ ત્રણેના ઐક્યનો-એકી સાથે વર્તવા રૂપ એકપણાનો જ્યાં અનુભવ થાય છે, એવી એકસૂત્ર રૂપ સત્તાથી આ જીવ સદા અભિન્નપણે જોડાયેલો જ છે.
“ઉપજે વિનશે સ્થિર રહે, યહ સદ્ લક્ષણ જાણ; સત્ લક્ષનકું જે ધરે, સોઈ દ્રવ્ય પરવાન.” - શ્રી દેવચંદ્રજી કૃત દ્રવ્ય પ્રકાશ, ૧-૩૯
અત્રે ઉત્પાદ જુદો, વ્યય જુદો, ધ્રૌવ્ય જુદું એમ નથી, પણ ત્રણે ઐક્યથી એકી સાથે એકપણે વર્તે છે. એમ અનુભવસિદ્ધ છે. આમ “ઉત્પાદપ્રાદુર્ભાવ, વ્યય-પ્રચ્યવન, ધ્રૌવ્ય-અવસ્થિતિ' એમ સત્તા ત્રિલક્ષણા છે. આ અંગે પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ પ્રવચનસાર દ્ધિ.શ્ન. અં.ની ૭ થી ૧૦ ગાથામાં* કહ્યું છે, તેમ (૧) “સ્વભાવમાં અવસ્થિત એવું સતુ દ્રવ્ય છે, દ્રવ્યનો જે અર્થોમાં (ગુણ પર્યાયોમાં) પરિણામ તે સ્થિતિ સંભવ-નાશ સંબદ્ધ એવો સ્વભાવ છે. (૨) ભંગવિહીન ભવ (ઉત્પાદ) નથી, સંભવ વિહીન ભંગ નાશ) નથી અને પ્રૌવ્ય અર્થ વિના ઉત્પાદ તેમજ ભંગ નથી. (૩) ઉત્પાદ-સ્થિતિ-ભંગ
"सदवढ़ियं सहावे दचं दबस्स जो हि परिणामो । अत्येसु सो सहावो ठिदिसंभवणास संबद्धो । ण भवो भंगविहीणो भंगो वा णत्यि संभवविहीणो । उप्पादोवि य भंगो ण विणा धोबेण अत्येण ॥ उप्पादट्ठिदिभंगा विजंते पजएसु पजाया । दबं हि संति णियदं तम्हा दबं हवदि सब् ॥ समवेदं खलु दबं संभवविदिणास सणि दटूठेहिं । एकम्भि चेव समये तम्हा दबं खु तत्तिदयं ॥"
- શ્રી પ્રવચનસાર', દ્ધિ.શ્ર.&.ગા. ૭ થી ૧૦