________________
સમયસાર : આત્મખ્યાતિ
નિત્યમેવ પરિણામાત્મક
અર્થાત્ નિત્ય-સદાય પરિણામાત્મક સ્વભાવમાં ‘અવતિષ્ઠમાનપણું' - અવસ્થિત હોઈ રહ્યાપણું હોવાથી જીવ નિત્ય છતાં નિરંતર પરિણામાંતર પામ્યા જ કરે છે અને તે પરિણામ પણ ‘સ્વભાવનું જ' હોય છે, બીજાનું નહિ, એક સ્વભાવ પરિણામનું સ્વભાવમાં અવસ્થિતપણું ઉપજવું અને બીજા સ્વભાવ પરિણામનું વિણસવું, એમ ‘સ્વભાવ'ની જ (પરભાવની નહિ) પરિણામ પરંપરા નિરંતર ચાલ્યા કરે છે, એટલે વસ્તુ તો જેમ છે તેમ નિત્યમેવ ‘સ્વભાવમાં અવસ્થિત જ' ધ્રુવ જ રહે છે. આમ પરિણામી છતાં નિત્ય સ્વભાવમાં અવસ્થિત હોવાથી ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યની એકતાનો જ્યાં અનુભવ થાય છે, એવી એક સૂત્રરૂપ સત્તાથી આ જીવ નિરંતર પરોવાયેલો છે, અર્થાત્ આ જીવ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી, ‘સત્', વિદ્યમાન, છતી, પ્રગટ પ્રત્યક્ષ અનુભવરૂપ વસ્તુ છે.
-
પણ આવું સામાન્ય સત્તારૂપ સદેશ અસ્તિત્વ તો અન્ય સર્વ વસ્તુઓમાં પણ છે, તેથી જીવનું પોતાનું સ્વતંત્ર વિશિષ્ટ સ્વરૂપ અસ્તિત્વ કેવું છે, તેની શી ખબર પડે ? તે માટે કહ્યું, ચૈતન્ય સ્વરૂપવાત્ - ચૈતન્ય સ્વરૂપપણાને લીધે, નિત્યોદિત વિશદ દશિ-જ્ઞપ્તિ જ્યોતિ - નિત્યોવિત વૃશિજ્ઞપ્તિ જ્યોતિ' એવો આ જીવ પદાર્થ છે. અર્થાત્ દૈશિ-જ્ઞપ્તિ-દેખવા જાણવારૂપ વિશદ-સ્પષ્ટ-નિર્મલ જ્યોતિ જ્યાં ‘નિત્યોદિત' સહોદિત પણે ઝળહળે છે. એવી આ ‘સત્' વસ્તુ છે. સૂર્ય-ચંદ્ર-દીપક આદિ પણ જ્યોતિ કહેવાય છે, પણ તે તો અમુક મર્યાદિત દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને પૌદ્ગલિક જડ પ્રકાશથી પ્રકાશતી દ્રવ્ય જ્યોતિ છે અને તે પણ નિત્યોદિત નથી, અમુક વખતે અમુક ક્ષેત્રે ઉદય પામી પ્રકાશે છે અને અમુક વખતે અમુક ક્ષેત્રે અસ્ત પામી નથી પ્રકાશતી. પરંતુ સર્વકાળે સર્વત્ર પ્રકાશતી વૃશિ-જ્ઞપ્તિ’દિવ્ય ‘જ્યોતિ' તો સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને પ્રકાશવાને સમર્થ દેખવા-જાણવા રૂપ ચૈતન્ય પ્રકાશથી પ્રકાશતી ભાવ જ્યોતિ છે અને તે સ્વરૂપ પ્રકાશથી નિત્યોદિત' છે, કદી પણ જ્યાં અસ્ત પામવાનો અવકાશ જ નથી, એમ સદા ઉદય પામેલી જ છે, સદા ઝગઝગાયમાન જ છે અને આ દૈશિ-જ્ઞપ્તિ જ્યોતિ પણ તેના ચૈતન્ય સ્વરૂપપણાને લીધે' છે. અર્થાત્ ચૈતન્ય-ચેતન પણું એ જ આ જીવનું સ્વરૂપ છે અને ચેતના-અનુભવવા-સંવેદવા રૂપ આ ચૈતન્ય સ્વરૂપ સર્વ વસ્તુના સામાન્ય-વિશેષાત્મક સ્વભાવને લીધે સામાન્યપણે અને વિશેષપણે એમ બે પ્રકારે વ્યક્ત થાય છે : સામાન્યપણે વ્યક્ત થાય છે તે દેખવા રૂપ ‘દશિ' ક્રિયાથી યુક્ત એવું દર્શન કહેવાય છે, વિશેષપણે વ્યક્ત થાય છે, તે જાણવા રૂપ ‘મિ’ ક્રિયાથી યુક્ત એવું જ્ઞાન કહેવાય છે. સામાન્ય ગ્રાહિ તે દર્શન અને વિશેષ ગ્રાહિ તે, જ્ઞાન અર્થાત્ સામાન્ય-વિશેષાત્મક વસ્તુના સામાન્ય સ્વભાવને ગ્રહે તે દર્શન અને વિશેષ સ્વભાવને ગ્રહે તે જ્ઞાન, અથવા નિર્વિકલ્પ તે દર્શન અને સવિકલ્પ તે જ્ઞાન, અથવા નિરાકાર તે દર્શન અને સાકાર તે જ્ઞાન, એમ પરિભાષા છે, એટલે કે આ કાંઈક છે, એમ ઝાંખી રૂપ પ્રતિભાસ માત્ર નિરાકાર સામાન્ય બોધ થવો તે દર્શન અને વિજ્ઞાન રૂપ વિશેષ જાણવા રૂપ સાકાર વિશેષ બોધ થવો તે જ્ઞાન. આવા દૈશિ-જ્ઞપ્તિ ક્રિયા યુક્ત દર્શન-શાન એ બન્ને ચૈતન્યમાં અંતર્ભાવ પામે છે. એટલે આવા દર્શન-જ્ઞાન રૂપ આ ચૈતન્ય સ્વરૂપને લીધે જ આ જીવ દૈશિ-જ્ઞપ્તિ જ્યોતિ સ્વરૂપે સદા પ્રકાશમાન, નિત્યોદિત પણે ત્રણે કાળમાં ઝળહળતી સત્ ચિત્ વસ્તુ છે.
‘‘નિરાકાર અભેદ સંગ્રાહક, ભેદ ગ્રાહક સાકારો રે; દર્શન જ્ઞાન દુભેદ ચેતના, વસ્તુ ગ્રહણ વ્યાપારો રે...... વાસુપૂજ્ય જિન ત્રિભુવન સ્વામી.'' - શ્રી આનંદઘનજી સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય; પ્રગટ રૂપ ચૈતન્યમય, એ એંધાણ સદાય.''
ચૈતન્ય સ્વરૂપપણાને લીધે
શિ-જ્ઞપ્તિ જ્યોતિ
શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૫૪
૪