________________
પૂર્વગઃ સમયસાર ગાથા-૨ પર્યાયોમાં વિદ્યમાન છે, પર્યાયો તે નિયત દ્રવ્ય છે, તેથી (એ) સર્વ દ્રવ્ય હોય છે. (૪) સંભવ-સ્થિતિ-નાશ સંશિત અર્થોથી દ્રવ્ય એક જ સમયમાં સમાવેત હોય છે, તેથી તે ત્રિતય (ત્રણેય મળીને) દ્રવ્ય છે.*
આમ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય યુક્ત તે સતું એમ ત્રિલક્ષણા સત્તાની અવિસંવાદી યથાર્થ વ્યાખ્યા છે. છતાં કોઈ (ચાર્વાક) તો આત્મસત્તાનો સ્વીકાર જ કરતા નથી, કોઈ સત્તાને એકાંત નિત્ય માનનારા ‘પ્રવુતાનુતન્નથિરરૂપે સત’ - અપ્રસ્કુત અનુત્પન્ન સ્થિર એકરૂપ તે સત એમ વ્યાખ્યા કરે છે, કોઈ સત્તાને એકાંત અનિત્ય માનનારા “ તુ ક્ષળિજું તત્ સત્' - જે ક્ષણિક તે સતુ એમ વ્યાખ્યા કરે છે. પણ આ સર્વ એકાંતિક માન્યતાઓ મધ્યસ્થ નિરાગ્રહ અનેકાંત દૃષ્ટિથી તપાસતાં વિસંવાદી અને અયથાર્થ પ્રતીત થાય છે. કારણકે જે સર્વથા અપરિણામી-એકાંત કુટસ્થ નિત્ય જ આત્મા માનવામાં આવે તો તેમાં બંધ મોક્ષાદિ વ્યવસ્થા નહિ ઘટે, અવસ્થાંતરના અભાવે કાં તો ભવ ને કાં તો મોક્ષ એ બેમાંથી એક જ અવસ્થા રહેશે અને યોગમાર્ગ-મોક્ષમાર્ગ પણ નિષ્ફળ થઈ પડી કતનાશ-અકૃતાગમ વગેરે અનેક દૂષણ આવશે. તેમજ એકાંત અનિત્ય જ આત્મા માનવામાં આવે, તો તેમાં પણ બંધ મોક્ષ, સુખ દુઃખ આદિ વ્યવસ્થા નહિ ઘટે, અખંડ એક વસ્તુ વિના પરિણમન કોનું થશે? અને તથારૂપ પરિણમન વિના આત્મગુણ વિકાસ રૂપ આ યોગમાર્ગ-મોક્ષ માર્ગ પણ કોને પ્રાપ્ત થશે ? પણ નિત્યાનિત્ય અથવા પરિણામી નિત્ય આત્માનું પ્રતિપાદન કરતી ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય એ ત્રિલક્ષણા સત્તામાં કોઈ વિરોધ પ્રાપ્ત થતો નથી.
ઉત્પવ્યયઘીવ્યયુક્ત સત” - શ્રી તત્ત્વાર્થ સૂત્ર. “ઉત્પાદ થયે પલટંતી, ધ્રુવ શક્તિ ત્રિપદી સંતી લાલ; ઉત્પાદે જે ઉત્પતમતી, પૂરવ પરિણતિ વ્યયવંતી લાલ. અતિ રૂડી રે અતિ રૂડી જિનજીની ધિરતા અતિ રૂડી.” - શ્રી દેવચંદ્રજી.
અને આ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય લક્ષણા સત્તા"* પણ ઉપરમાં સ્પષ્ટપણે કહ્યું તેમ જીવના “નિત્યમેવ પરિણામાત્મક સ્વભાવમાં અવતિષ્ઠમાનપણાને લીધે” છે, નિત્યમેવ રિમિનિ સ્વમાગતિમાનતા,
આ ગાથાઓની વ્યાખ્યા કરતાં પરમ સમર્થ મહાનુ ટીકાકાર પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પરમ અભુત તલસ્પર્શી તત્ત્વમીમાંસા કરી છે, તેનો સારાંશ રૂપ આશય આ છે : (૧) અહીં સ્વભાવમાં નિત્ય અવતિષ્ઠમાનપણાને લીધે સતુ એવું દ્રવ્ય છે, અને સ્વભાવ તે દ્રવ્યનો ધ્રૌવ્ય-ઉત્પાદ-ઉચ્છેદનો ઐક્યાત્મક પરિણામ છે. અર્થાત્ દ્રવ્યવૃત્તિ સમસ્તપણે સમગ્ર પણે એક છે, તેના એક પછી એક એમ પ્રવાહક્રમથી પ્રવર્તતા સૂક્ષ્માંશો તે પરિણામો છે અને તે એકબીજા સાથે જુદા પરિણામો થકી પ્રવાહક્રમ છે. તે પરિણામો પોતપોતાના અવસરે-સમયે સ્વરૂપથી ઉપજે છે, પૂર્વરૂપથી નાશ પામે છે અને “સર્વત્ર અનુસૂતિથી સૂત્રિત’ - પરોવણીથી સૂત્રની જેમ દોરાની જેમ પરોવાયેલ એક પ્રવાહપણાને લીધે નથી ઉપજતા-નથી નાશ પામતા, એટલે તે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક આત્માને ધારે છે અને જે પૂર્વ પરિણામનો ઉચ્છેદરૂપ પ્રવાહસીમાંત છે, તે જ ઉત્તર પરિણામનો ઉત્પાદરૂપ પ્રવાહ સીમાંત છે અને તે જ પરસ્પર અનુસૂતિથી - પરોવણીથી સૂત્રિત-દોરાની જેમ પરોવાયેલ એક પ્રવાહપણાથી ઉચ્છેદ-ઉત્પાદ ઉભયાત્મક છે, એમ સ્વભાવથી જ ત્રિલક્ષણા સત્તા છે, મોતીની માળાની જેમ. (૨) આ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યનો પરસ્પર એકબીજા વિના ન ચાલે એવો અવિનાભાવી સંબંધ છે. એટલે સંહાર વિના સર્ગ (સર્જન) નથી, સર્ગ વિના સંહાર નથી, સ્થિતિ વિના સૃષ્ટિ સંહાર નથી, સર્ગ-સંહાર વિના સ્થિતિ નથી, જે જ સર્ગ છે, તે જ સંહાર છે, જે જ સંહાર છે તે જ સર્ગ છે, જે જ સર્ગ-સંહાર છે તે જ સ્થિતિ છે, જે જ સ્થિતિ છે તે જ સર્ગ-સંહાર છે. દા.ત. જે કુંભનો સર્ગ તે જ મૃત પિંડનો સંહાર છે, જે જ મૃત પિંડનો સંહાર તે જ કુંભનો સર્ગ છે, જે જ કુંભ-પિંડના સર્ગ-સંહાર તે જ મૃત્તિકાની સ્થિતિ છે અને જે જ મૃત્તિકાની સ્થિતિ તે જ કુંભ-પિંડના સર્ગ-સંહાર છે, એમ ન હોય તો અનેક દોષ આવે છે. તેથી ઉત્તરોત્તર વ્યતિરેકોના (વિશેષોના) સર્ગથી, પૂર્વ પૂર્વ વ્યતિરેકોના સંહારથી, અન્વયના અવસ્થાનથી અવિનાભૂત એવું ઉદ્યોતમાન નિર્વિઘ્ન લક્ષણ્ય લાંચ્છનવાળું દ્રવ્ય અવશ્ય અનુમંતવ્ય છે. ઈત્યાદિ (આ અંગે વિશેષ પ્રકાશના જિજ્ઞાસુએ “પ્રવચનસાર'-૨ ગા. ૭-૧૪નું, તેમજ “પંચાસ્તિકાય” ગાથા-૭નું અવલોકન કરવું.) "सत्ता सबपयत्था सविस्सरूवा अणंतपजाया । મંગુલપુવા સવવા ર ા ” - શ્રી “પંચાસ્તિકાય’, ગા. ૮ (આ ગાથાની પરમ અદભુત હૃદયંગમ વ્યાખ્યા માટે જુઓ અમૃતચંદ્રાચાર્યજીની આ ગાથાની ટીકા.)
ત્રિાત્મક છે અને તે
એમ સ્વભા
મગ સંહાર તે જ 5થી ઉત્તરોત્તર વ્યક્તિ કૈલક્ષશ્ય લાંછની
૪૫