________________
પૂર્વગઃ સમયસાર ગાથા-૧
૨. સૂત્રગ્રંથન
‘આ
આવા પરમ નિધાન રૂપ શુદ્ધ ચૈતન્યમૂર્તિ સિદ્ધ ભગવાનોની સ્વાત્મામાં અને પરાત્મામાં પરમ ભક્તિથી પ્રતિષ્ઠા કરવા રૂપ પરમ સુમંગલ કૃત્ય આચરી ભગવાન શાસ્ત્રકારે પ્રતિજ્ઞા કરી છે 'वोच्छामि समयपाहुडमिणमो सुयकेवली भणियं' અહો ! શ્રુતકેવલી ભાષિત સમય પ્રાભૂત હું કહીશ.' અર્થાત્ આની વ્યાખ્યા કરતાં ‘આત્મખ્યાતિ’કારજી વદે છે તેમ, આ સમય પ્રકાશક પ્રાભૂત’ નામના અર્હત્ પ્રવચન અવયવનું સ્વ-પરના અનાદિ મોહપ્રાણાર્થે ભાવવાચાથી અને દ્રવ્યવાચાથી પરિભાષણ ઉપક્રમાય છે.' એટલે કે સ્વરૂપની મર્યાદામાં રહે તે સમય, આવા શુદ્ધ આત્મારૂપ સમયનો પ્રકાશ કરનારું આ સમય પ્રકાશક પ્રાભૂત’ નામનું અર્હત્ પ્રવચનનું-જિન પ્રવચનનું અવયવ-અંગ છે, તેનું વ્યાખ્યાન શરૂ કરવામાં આવે છે. આ સમય પ્રકાશક શાસ્ત્ર-સમયસાર ‘પ્રભૃત’ નામથી ઓળખાતું એવું પરમ આસ-પરમ પ્રમાણભૂત જિન પ્રવચનનું અંગ છે. કારણકે ચૌદ પૂર્વ મધ્યે છઠ્ઠું ‘જ્ઞાનપ્રવાદ' પૂર્વ, તેના ‘વસ્તુ' નામે બાર અધિકાર છે, અને તે પ્રત્યેકમાં ‘પ્રાકૃત' નામે વીસ વીસ આંતર અધિકાર છે. તેમાં દસમી વસ્તુ ‘સમય’ નામે પ્રાભૂત છે. ‘પ્રાભૂત’ એટલે સાર અથવા ભેટ. અર્થાત્ પરમ તત્ત્વદેષ્ટા જ્ઞાનીઓએ અનન્ય તત્ત્વમંથન કરી નિષ્કારણ કરુણાથી જગને જે સારભૂત ઉત્તમ તત્ત્વજ્ઞાનની વિશિષ્ટ વિશિષ્ટ ભેટ આપી છે, તે પ્રાભૂત, અથવા જેમાં અમુક વિશિષ્ટ તત્ત્વવિષયની વાત ‘પ્ર' - પ્રકૃષ્ટપણે વસ્તુ મર્યાદાપણે પ્રપૂર્ણ પણે ‘ભૃત’ - સંભૂત-સારી પેઠે સમ્યક્ષણે ભરેલી છે, તે પ્રાકૃત; આમ આ પ્રામૃત પરમ આમ-પરમ પ્રમાણભૂત જિન પ્રવચનનું અંગ હોઈ સ્વતઃ પરમ પ્રમાણભૂત છે જ, એટલું જ નહિ પણ - (૧) અનાદિ નિધન શ્રુતથી પ્રકાશિતપણાએ કરીને, (૨) સકલ અર્થસાર્થના સાક્ષાત્કારી કેવલીથી પ્રણીતપણાએ કરીને, (૩) અને સ્વયં અનુભવંતા શ્રુતકેવલીઓથી કથિતપણાએ કરીને પ્રમાણતાને પામેલ છે. અર્થાત્ (૧) શ્રુતેન, (૨) જેવીમિશ્ચ ખિત અથવા (૩) શ્રુતòવત્તિમિ: મળિ ૬ એમ સમાસ છેદથી પ્રજ્ઞાનિધિ અમૃતચંદ્રાચાર્યજીએ પ્રસિદ્ધ કર્યું તેમ, શ્રુતòવતિમળિતં' પદના અદ્ભુત અર્થ ચમતપૂર્ણ ત્રણ અર્થ નીકળે છે. તે આ પ્રકારે -
‘આ’
-
જિન પ્રવચન અંગ સમય ‘પ્રાભૂત’
(૧) ઞનાવિ નિધનશ્રુત પ્રાશિતત્વેન – જેની આદિ નથી અને નિધન-અંત નથી. એવા અનાદિ નિધન-અનાદિ અનંત શાશ્વત શ્રુતથી પ્રકાશવામાં આવેલું છે, તેથી કરીને એ પ્રમાણ છે. અનંતા તીર્થંકરાદિ પરમ જ્ઞાનીઓ થઈ ગયા, તેઓએ આ શ્રુત પ્રકાશેલું છે. ભલે શબ્દથી તે ને તે શ્રુત ન હોય અથવા તેના આદિ ને અંત હોય, પણ અર્થથી-આશયથી–ભાવથી તો તેવા જ ભાવનું શ્રુત અનંતા જ્ઞાનીઓ અનંત પરંપરાથી પ્રકાશતા રહેતા હોવાથી આ ભાવશ્રુત અનાદિનિધન છે. અર્થાત્ ભૂતકાળમાં પરમ જ્ઞાનીઓએ આવું જ શ્વેત પ્રકાશ્યું છે, વર્તમાનમાં પણ આવું જ શ્રુત પ્રકાશે છે અને ભવિષ્યમાં પણ તેવું જ શ્વેત પ્રકાશશે. કારણકે ત્રણે કાળમાં અનંતા જ્ઞાનીઓના માર્ગમાં કોઈ ભેદ છે જ નહિ, અનંતા જ્ઞાનીઓ પણ એમ જ કહી ગયા છે કે, અનંતા જ્ઞાનીઓ જે કહી ગયા છે, તેજ અમે કહીએ છીએ. આમ અનંતા જ્ઞાનીઓની જ્યાં શ્રુત-સૂત્રની એક વાક્યતા રૂપ સાક્ષી છે. એવા આ શ્રુતની પરમ પ્રમાણતાને* માટે પૂછવું જ શું ? (૨) નિવૃિતાર્થસાર્થ साक्षात्कारिकेवलीप्रणीतत्वेन' વળી સર્વ અર્થસાર્થને-સમસ્ત પદાર્થ સમૂહને સાક્ષાત્ કરનારા, દિવ્ય કેવલજ્ઞાન-ચક્ષુથી પ્રગટ દેખનારા એવા સર્વશ કેવલીથી આ પ્રણીત કરવામાં આવેલું છે, તેથી કરીને પણ આ પ્રમાણ છે. (૩) તેમજ -શ્રુતવીમિ સ્વયમનુમદ્ધિમિહિતત્વન” - સ્વયં પોતે અનુભવ કરતાં આત્માનુભવી શ્વેત કેવલીઓથી કહેવામાં આવેલું છે, તેથી કરીને પણ આ પ્રમાણ છે.
આ સમય પ્રાભૂતનું પ્રમાણપણું શાથી ?
-
--
“सर्वविद्वीतरागोक्तो धर्मः सूनृततां ब्रजेत् ।
પ્રામાવતો થતો પુંસો વાચઃ પ્રામામિતે ॥' - પદ્મનંદિ પંચવિંશતિકા, એકત્વસપ્તતિ, ૧૦
૩૭