________________
પૂર્વરંગ: સમયસાર ગાથા-૧
૧. સિદ્ધવંદન “હું સંસાર અસાર ઉદધિ પડ્યો, તુમ પ્રભુ ભયે પંચમ ગતિગામી” - શ્રી ચિદાનંદજી, પદ-૯ આ ભગવાન સિદ્ધો કેવા છે ? “અપવર્ગ સંસિકા ગતિને પ્રાપ્ત થયેલા છે', ‘માવલંજ્ઞિi
તિમાત્રાનું |’ જેની અપવર્ગ સંજ્ઞા-વ્યથાર્થ નામ છે. એવી અપવર્ગ નામની આપવર્ગ ગતિને પ્રસિદ્ધો ગતિને પામેલા છે. ધર્મ-અર્થ-કામ એ ત્રિવર્ગ કહેવાય છે. તેમાંથી આ ગતિ
અપગત છે, અતીત-પર છે. તેથી તે અપવર્ગ ગતિ છે, અથવા ચાર સંસારી ગતિ સંસારવર્ગમાં સમાય છે, તેમાંથી આ ગતિ અપગત છે, અતીત-પર છે, તેથી તે અપવર્ગ ગતિ છે, અથવા ચાર સંસારી ગતિ પરભાવ-વિભાવજન્ય હોઈ વિભાવ વર્ગમાં સમાય છે, તેમાંથી આ સ્વભાવ રૂપ ગતિ અપગત છે, અતીત-પર છે. તેથી પણ તે અપવર્ગ ગતિ છે. અથવા ચાર સંસારી ગતિ ક્ષયોપશમાદિ ચાર ભાવરૂપ હોઈ ચતુર્વર્ગમાં સમાય છે, તેમાંથી આ શુદ્ધ સ્વભાવપરિણતિમય પંચમ ગતિ અપગત છે - અતીત-પર છે, તેથી પણ તે અપવર્ગ ગતિ છે. આવી “અપવર્ગ' સંજ્ઞાથી જેનું સમ્યક સ્વરૂપ જણાય એવી યથાર્થનામાં અપવર્ગ ગતિને – પંચમગતિને, મોક્ષગતિને - સિદ્ધ ગતિને આ સર્વસિદ્ધ ભગવાનો પ્રાપ્ત થયેલા છે. આ અપવર્ગ ગતિ-સિદ્ધગતિ કેવી છે ? પ્રવ, અચલ અને અનુપમ છે. તે આ પ્રકારે - “સ્વભાવ
ભાવભૂતપણાએ કરીને તે ધ્રુવપણાને અવલંબી રહેલી છે', - અપવર્ગ ગતિ કેવી છે ? “સ્વભાવમાવમૂતતા ધૃવત્વમવન્ડમનાં આ ગતિ સ્વભાવભાવ રૂપ ભૂત - ધ્રુવ, અચલ, અનુપમ થઈ ગયેલી હોવાથી પ્રવપણાને - સદા સ્થિરપણાને અવલંબનારી છે. બીજી
ચાર ગતિ - દેવ, મનુષ્ય, તિર્યંચ, નારક એ પરભાવ - વિભાવ ભાવથી ઉત્પન્ન થતી હોવાથી અદ્ભવ છે અને આ સિદ્ધ ગતિ સ્વભાવ ભાવજન્ય હોવાથી ધ્રુવ છે. અર્થાતુ સ્વભાવ એ સહભૂત-સહજ હોઈ કોઈ કાળે નાશ ન પામતો હોવાથી, આ સહજ આત્મસ્વભાવ રૂ૫ - સહજાન્મસ્વરૂપ સિદ્ધ ગતિ સદા સ્થિર છે, શાશ્વત છે. એટલે અંતરમાં સહજ આત્મસ્વભાવમાં જેણે ગમન કર્યું છે, એવા આ “અંતર્યામી' આત્મારામી સહજત્મસ્વરૂપ સ્વામી સિદ્ધ ભગવાનની આ સ્વભાવરૂપ સિદ્ધગતિનું વિભાવરૂપ ઈતર સંસારી ગતિથી અત્યંત વિલક્ષણપણું છે.
“ધ્રુવપદરામી હો સ્વામી માહરા, નિઃકામી ગુણરાય... સુશાની. નિજ ગુણકામી હો પામી તું ધણી, ધ્રુવ આરામી હો થાય. સુજ્ઞાની.”
- શ્રી આનંદઘનજી (પાર્શ્વ જિન સ્તવન) (૨) અચલ છે - “અનાદિ ભાવાંતર પર પરિવૃત્તિની વિશ્રાંતિ વશ કરીને અચલપણાને પામેલી છે', ‘મનામાવાંતરપ૨પરિવૃત્તિવશ્રાંતિવનાત્તત્વમુપતાં આત્માથી અથવા સ્વભાવથી અન્ય તે અનાત્મા રૂપ ભાવાંતર-પરભાવ-વિભાવ, તે અનાદિ પરભાવ-વિભાવ પરાયણ અર્થાત પરભાવ-વિભાવને આધીન જે પરિવૃત્તિ-એક ભાવથી ભાવાંતર ગમન રૂપ-સંસાર રૂપ પરિવર્તન-પરિણમન, તેની વિશ્રાંતિ-વિરામતાને લીધે અચલપણાને પામેલી છે, અથવા પરભાવ-વિભાવ રૂપ જે પર પરિવૃત્તિ-પર પરિણતિ અથવા પરની “પરિ' - ચોપાસ “વૃત્તિ' - વાડ જેવી જે પરિવૃત્તિ-આવરણ રૂપ પરનો ઘેરાવો અને તેને લઈને જીવની જે સંસાર પરિવૃત્તિ-પરિવર્તન, તેની વિશ્રાંતિ-વિરામતાને લીધે અચલપણાને પામેલી છે. આમ બન્ને અર્થમાં અનાદિ પરભાવ-વિભાવ નિમિતે ઉપજતી પર પરિવૃત્તિના વિરામ પામી જવાપણાને લીધે આ સિદ્ધ ગતિ કદી પણ ચલાયમાન ન થાય, એવા અચલપણાને પામેલી હોઈ અચલ છે, શેષ સંસારી ચાર ગતિ તો પરભાવ-વિભાવના નિમિત્તથી પરપરિવૃત્તિને લીધે-પરપરિણતિને લીધે પ્રવર્તતી ચલાયમાન હોઈ ચલ છે. આ રીતે પણ સિદ્ધગતિનું સંસારી ગતિથી વિલક્ષણપણું છે.
૨૭.