________________
સમયસાર : આત્મખ્યાતિ
સુગંધી ફૂલ “પુષ્ટ' નિમિત્ત છે - બળવાનું નિમિત્ત છે, તેમ આ આત્મા છે, તેને શુદ્ધ આત્મ સ્વભાવરૂપ સાધ્ય ધર્મની સિદ્ધિથી સિદ્ધ બનાવવો છે, તે માટે જેમાં તે સાધ્ય ધર્મ પ્રગટ વિદ્યમાન સિદ્ધ છે. તે ભગવાન્ સિદ્ધ દેવ “પુષ્ટ' નિમિત્ત છે, પરમ બળવાનું પરમ ઉપકારી સાધન છે. આ આત્મા ઉપાદાન છે અને આ સિદ્ધ દેવ પુષ્ટ આલંબન નિમિત્ત છે, આ સિદ્ધ દેવની સેવા તે ઉપાદાન આત્માને ઉપાદાન કારણપણે પ્રગટ કરે છે, કાર્યગુણના કારણપણે જે કાર્ય છે, તે અનુપમ કારણ છે. અર્થાતુ કોઈપણ કાર્ય કરવું હોય, તેમાં જેણે તે કાર્ય સિદ્ધ કર્યું હોય-પ્રગટ અનુભવસિદ્ધ કરી જીવતું જાગતું જ્વલંત ઉદાહરણ પ્રગટ કર્યું હોય, તે કાર્ય જ અનુપમ કારણ છે, તેમ ભગવાનની સકલ સિદ્ધતા રૂપ જે કાર્ય છે, તે સતુ.
વક્તજનને ઉત્તમ અનુપમ સાધન રૂપ થઈ પડે છે અને તેવા પ્રકારે પરમ ભાવિતાત્મા મહાગીતાર્થ દેવચંદ્રજી મહામુનિએ અપૂર્વ ભાવથી સંગીત કર્યું છે -
સાધ્ય સાધ્ય ધર્મ જે માંહી હુવે રે, તે નિમિત્ત અતિ પુષ્ટ, પુખ પુષ્પ માંહી તિલવાસક વાસના રે, નવિ પ્રધ્વંસક દુષ્ટ ઓલ ગડી, કાર્ય ગુણ કારણ પણે રે, કારણ કાર્ય અનુ;, સકલ સિદ્ધતા તાહરી રે, માહરે સાધન રૂપ... શ્રી સંભવ.” - શ્રી દેવચંદ્રજી
તે ઉપાદાન શક્તિ પ્રગટ થવા માટે સિદ્ધ, બુદ્ધ, અવિરુદ્ધ, નિષ્પન્ન, નિર્મલ, અજ, સહજ, અવિનાશી, અપ્રયાસી જ્ઞાનાનંદ પૂર્ણ ક્ષાયિક સહજ પરિણામિક રત્નત્રયીનો પાત્ર જે પરમાત્મા પરઐશ્વર્યમય તેહની સેવના જે પ્રભુ બહુમાન ભાસન રમણ પણે કરવા.” - શ્રી દેવચંદ્રજીનો સુપ્રસિદ્ધ પત્ર આ શુદ્ધ આત્મ તત્ત્વની સિદ્ધિ રૂપ કાર્ય જેણે સિદ્ધ કર્યું છે, એવા શુદ્ધ આત્મારૂપ અહંતુ ભગવાન
અથવા સિદ્ધ ભગવાન તે જ પ્રગટ પરમ પ્રયોગસિદ્ધ સમયસાર અથવા કાર્ય અહંત-સિદ્ધ ભગવાન સમયસાર છે. આ અહેતુ-સિદ્ધ ભગવાનને જે શુદ્ધ આત્મતત્ત્વ વ્યક્ત થયું છે, પ્રયોગસિદ્ધ સમયસાર તેવું જ શુદ્ધ આત્મતત્ત્વ સર્વ આત્મામાં શક્તિથી રહ્યું છે; અહંદુ-સિદ્ધ
કાર્ય સમયસાર ભગવાન જેમ વ્યક્તિથી સમયસાર છે, તેમ શુદ્ધ નિશ્ચયથી પ્રત્યેક આત્મા પણ પરમ આરાધ્ય ઈષ્ટ દેવ
શક્તિથી સમયસાર અથવા કારણ સમયસાર છે. એટલે એ શક્તિની વ્યક્તિ
બિી ,
કરવા માટે પ્રત્યેક આત્માર્થીએ જેને એ સમયસાર વ્યક્તિથી સિદ્ધ છે, એવા અહ-સિદ્ધ ભગવાનના પરમ ચરણ શરણનું અનન્ય ભક્તિ ભાવે અવલંબન ભજવું પરમ ઉપકારી છે. કારણકે “વાટ જેમ દીવાને ઉપાસી દીવો બને છે, તેમ ભિન્ન આત્માને ઉપાસીને આત્મા તેવો પરમ બને છે.” અર્થાત શુદ્ધ આત્મતત્વ જેણે અપૂર્વ આત્મપુરુષાર્થથી વ્યક્ત કર્યું છે, પ્રગટ આવિર્ભત કર્યું છે, એવા પરમ પુરુષોત્તમ અહંતુ ભગવાન વા સિદ્ધ ભગવાન તે જ સાક્ષાતુ સમયસાર વા પ્રગટ સહજાત્મસ્વરૂપ શુદ્ધ આત્મા છે, એટલે જેને હજુ તે શુદ્ધ આત્મતત્ત્વ કર્મપટલથી આવરિત હોઈ અવ્યક્ત વર્તે છે - અપ્રગટ તિરોભૂત વર્તે છે, એવા સર્વ મુમુક્ષુ આત્માઓએ તે તિરોભૂત સમયસાર સ્વરૂપ પ્રગટ આવિર્ભત કરવા અર્થે પ્રગટ સમયસાર સ્વરૂપ શુદ્ધ આત્મા અતુ-સિદ્ધ ભગવાન પરમ ભક્તિથી ઉપાસવા યોગ્ય છે; આત્મા રૂપ ઉપાદાનને ઉપાદાન કારણપણે પ્રગટાવવા માટે, અપૂર્વ આત્મ પુરુષાર્થની જાગૃતિ અર્થ, સર્વ આત્માર્થીઓએ પરમ ઉપકારી પુષ્ટાલંબન નિમિત્ત સાધન રૂપ શુદ્ધ આત્મ સ્વરૂપ અતુ-સિદ્ધ ભગવાન અપૂર્વ ભક્તિથી સેવવા યોગ્ય છે; શુદ્ધ આત્મસિદ્ધિ અર્થે સર્વ આત્મ સાધક જોગીજનોએ જેણે શુદ્ધ આત્મસિદ્ધિ સિદ્ધ કરી છે, એવા સહજાત્મસ્વરૂપ સાક્ષાતુ સમયસાર અહેતુ-સિદ્ધ ભગવાનું અનન્ય ભક્તિથી આરાધવા યોગ્ય છે. આમ પરમ ઈષ્ટ એવું દિવ્ય આત્મત્વ જેમાં વ્યક્ત સ્વરૂપે પ્રકાશમાન છે, એવા અહ-સિદ્ધ ભગવાન રૂપ સાક્ષાત્ સમયસાર એ જ સર્વ આત્માર્થી મુમુક્ષુઓના પરમ આરાધ્ય ઈષ્ટ દેવ છે.
અને સ્વરૂપ સિદ્ધરૂપ નિજ કાર્ય જેણે સિદ્ધ કર્યું છે, એવા આ કૃતકૃત્ય સિદ્ધ ભગવાન રૂપ ઈષ્ટ દેવનું અવલંબન જ તે સ્વરૂપ સિદ્ધિ રૂપ કાર્ય કરવા ઈચ્છતા - શુદ્ધ સ્વ સ્વભાવ રૂપ મોક્ષફળની
૩૦