________________
હવે આ ગાથામાં (૪૧૪) આચાર્યજી પ્રકાશે છે - “પુનઃ વ્યાવહારિક નય બનેય લિંગોને મોક્ષપથમાં કહે છે, નિશ્ચયનય મોક્ષપથમાં સર્વ લિંગોને ઈચ્છતો નથી.” આ ગાથાનો અપૂર્વ પરમાર્થ પ્રકટ કરતાં અમૃતચંદ્રજી “આત્મખ્યાતિ'માં નિખુષ તત્ત્વયુક્તિથી વૈધર્મ તુલનાથી પ્રકાશે છે - “જે સ્કટપણે – શ્રમણ - શ્રમણોપાસક ભેદથી ત્રિવિધ દ્રલિંગ મોક્ષમાર્ગ હોય છે એવો પ્રરૂપણ પ્રકાર - તે કેવલ વ્યવહાર જ છે, નહિ કે પરમાર્થ, - તેનું સ્વયં અશુદ્ધ દ્રવ્ય અનુભવનાત્મકપણું સતે - પરમાર્થપણાનો અભાવ છે માટે. - જે જ શ્રમણ - શ્રમણોપાસક વિકલ્પથી અતિક્રાંત, દેશિ - શક્તિ પ્રવૃત્તિમાત્ર શુદ્ધ જ્ઞાન જ એક એવું નિષ્કષ સંચેતન છે તે પરમાર્થ છે - તેનું જ - શુદ્ધ દ્રવ્યાનુભવનાત્મકપણું સતે પરમાર્થપણું છે માટે. તેથી જેઓ વ્યવહારને જ પરમાર્થ બુદ્ધિથી ચેતે છે, તેઓ સમયસારને જ નથી ચેતતા - જેઓ જ પરમાર્થને પરમાર્થબુદ્ધિથી ચેતે છે, તેઓ જ સમયસારને ચેતે છે.”
હવે આ પરમ ભાવવાહી પરમામૃતસંભૂત અમૃત સમયસાર કળશમાં (૨૪૪) પરાત્પ ર સમયસારના પરમ મહિમાનું મુક્તકંઠે ઉત્કીર્તન કરતાં પરમ ભાવિતાત્મા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી પરમ આત્મભાવોલ્લાસથી આ દિવ્ય ધ્વનિમય સંગીત લલકારે છે - “અતિ જલ્પવાળા અનલ્પ દુર્વિકલ્પોથી બસ થયું ! બસ થયું ! આ અહીં પરમાર્થ એક નિત્ય ચિંતવાઓ ! નિશ્ચય કરીને સ્વરસવિસરથી પૂર્ણ જ્ઞાનવિસ્કૃતિ માત્ર સમયસારથી ઉત્તર કિંચિત્ છે નહિ.” ઈ.
આ એક અક્ષય જગચક્ષુ પૂર્ણ થાય છે એવા પરમ પરમાર્થગંભીર શબ્દોમાં આ સમયસાર શાસ્ત્રને પરમ ભવ્ય અંજલિ અર્પતા આ અમૃત સમયસાર કળશમાં (૨૪૫) આચાર્ય ચૂડામણિ અમૃતચંદ્રાચાર્યજીએ આ શાસ્ત્રની પૂર્ણાહુતિ કરતી અંતિમ ગાથાના ભાવનું સૂચન કર્યું છે - “વિજ્ઞાનઘન આનંદમયને અધ્યક્ષતા પમાડતું એવું આ એક અક્ષય જગતુચક્ષુ પૂર્ણતા પામે છે.” આ અમૃત સમયસાર કળશથી સૂચિત આ અંતિમ ગાથા (૪૧૫) પરમર્ષિ કુંદકુંદાચાર્યજી પ્રકાશે છે – “જે આ સમયપ્રાભૃતને પઠને, અર્થ - તત્ત્વથી જાણીને, ચેતયિતા અર્થમાં સ્થિતિ કરશે, તે ઉત્તમ સૌખ્ય હોશે.” આ ગાથાના પ્રત્યેક પદની પરમ અદ્દભુત અપૂર્વ વ્યાખ્યા “આત્મખ્યાતિમાં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી પ્રકાશી છે.
આ શાસ્ત્રના આ સર્વવિશુદ્ધશાન નામક નવમા અંકનો ઉપસંહાર કરતાં આ સમયસાર કળશકાવ્યમાં (૨૪૬) પરમ પરમાર્થના દિવ્ય ગાતા પરમ પરમાર્થ-મહાકવિ અમૃતચંદ્રજી તેમની પરમ પ્રિય જ્ઞાનજ્યોતિની મુક્તકંઠે વ્યવસ્થિતિ ઉદ્દઘોષે છે - “એવા પ્રકારે આત્માનું આ તત્ત્વ જ્ઞાનમાત્ર વ્યવસ્થિત, અખંડ, એક, અચલ, સ્વસંવેદ્ય, અબાધિત છે.” અર્થાત્ એવા પ્રકારે આત્માનું આ તત્ત્વ જ્ઞાનમાત્ર - કેવલ જ્ઞાન જ વ્યવસ્થિત છે, “વિ - વિશેષ કરીને “અવ' - સ્વ સમયની સ્વરૂપમર્યાદાથી સ્થિત છે, તે “અખંડ - દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ને ભાવથી ખંડિત ન થાય એવું, ‘એક’ - અદ્વિતીય - અદ્વૈત, “અચલ’ - જ્યારે પણ ચલિત ન થાય એવું, “સ્વસંવેદ્ય' - સ્વથી - પોતાથી - આત્માથી સંવેદ્ય - સંવેદાવા યોગ્ય - આત્માનુભવગમ્ય, “અબાધિત- ત્રણે કાળમાં ક્યારે ય પણ કોઈ પણ પ્રકારે બાધિત ન થાય એવું છે.
એવું આત્માનું આ તત્ત્વ જ્ઞાનમાત્ર વ્યવસ્થિત તે વિજ્ઞાનઘન ભગવાન અમૃતચંદ્ર આ “સર્વ વિશજ્ઞાન અધિકારના “અમૃત” સમયસાર કળશમાં સપ્રતિષ્ઠિત ક્ય, અને આ અમર આ “અમત' અલૌકિક “આત્મખ્યાતિ' મહાટીકાને અનુવદતા - અનુવદન - અનુવંદન કરતાં આ ભગવાનના દાસે (ભગવાનદાસે) “અમૃત જ્યોતિ' મહાભાષ્ય પરમશ્રુત ભક્તિથી પરમશ્રત પ્રભાવનાર્થે આત્માર્થે કર્યું. નમસ્કાર હો નમસ્કાર હો પરમર્ષિ કુંદકુંદાચાર્યને ! નમસ્કાર હો નમસ્કાર હો પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યને ! નમ: સમવસર |
I ઈતિ સર્વવિશુદ્ધ જ્ઞાનપ્રરૂપક નવમો અંક |
૧૧૯