________________
(શંકા) “વારુ, જો આત્મવસ્તુના જ્ઞાનમાત્રત્વમાં પણ સ્વયમેવ અનેકાંત પ્રકાશે છે, તો અહંતોથી તત સાધનપણે અનેકાંત શું અર્થે અનુશાસવામાં આવે છે ? (સમાધાન) અજ્ઞાનીઓને જ્ઞાનમાત્ર આત્મવસ્તુની પ્રસિદ્ધિ અર્થે એમ અમે પોકારીને કહીએ છીએ. નિશ્ચયે કરીને અનેકાંત સિવાય જ્ઞાનમાત્ર આત્મવસ્તુ જ પ્રસિદ્ધ નથી થતી. જુઓ ! આ પ્રકારે - અહીં પ્રગટપણે સ્વભાવથી જ બહુ ભાવ નિર્ભર વિશ્વને વિષે સર્વ ભાવોના સ્વભાવથી અદ્વૈતમાં પણ વૈતના નિષેધવાના અશક્યપણાને લીધે સમસ્ત જ વસ્તુ સ્વ-પરરૂપ પ્રવૃત્તિ-વ્યાવૃત્તિથી ઉભય ભાવથી અધ્યાસિત જ છે.”
ઉપરમાં “આત્મખ્યાતિ'માં સ્વરૂપ પ્રવૃત્તિથી અને પરરૂપ વ્યાવૃત્તિથી - એ ઉભય ભાવથી પ્રત્યેક વસ્તુ અધ્યાસિત જ એમ કહ્યું. તત્ર - તેમાં આ “ભંગ’ - પ્રકાર ફલિત થાય છે - (૧-૨) તત્ત્વ - અતત્ત્વ, (૩-૪) એકત્વ - અનેકત્વ, (૫-૬-૭-૮) સ્વદ્રવ્ય - ક્ષેત્ર - કાલ - ભાવથી સત્ત્વ, (૯-૧૦-૧૧-૧૨) પરદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી અસત્ત્વ, (૧૩-૧૪) નિત્યત્વ - અનિત્યત્વ. આ પ્રત્યેક પ્રકારમાં સ્વ-પર પરત્વે સેળભેળરૂપ એકાંત ગ્રહવામાં આવે તો કેવી રીતે નાશ પામે છે અને સ્વ-પરને વિભિન્ન પ્રતિપન્ન કરતો - ભેદવિજ્ઞાન કરાવતો અનેકાંત તેને કેવી રીતે ઉજીવાવે છે - અત્યંત જીવાવે છે - જીવાડે છે, તેનું પરમ અદ્ભુત અલૌકિક મૌલિક તાત્ત્વિક મીમાંસન પરમતત્ત્વદેણા પરમર્ષિ અમચંદ્રાચાર્યજીએ અત્રે અપૂર્વ તત્ત્વકળાથી પ્રકાશ્ય છે - જે સમસ્ત વાશયમાં અજોડ અદ્વિતીય છે. આ સ્થળ સંકોચને લીધે અત્ર અવતારતા નથી, માત્ર “આત્મખ્યાતિ’ ટીકા અને તે પરનું આ લેખકે કરેલું વિસ્તૃત વિવેચન “અમૃત જ્યોતિ’ મહાભાષ્ય અવલોકવાની નમ્ર સૂચના કરીએ છીએ.
અને અવંતિ વાત્ર સ્ટોા:' - ભવતિ હોય છે અત્ર શ્લોકો' - એમ માર્દવમૂર્તિ અમૃતચંદ્રજી અહંકાર-મમકારનું વિસર્જન કરી જાણે તટસ્થપણે કથે છે, તે ખરેખર ! આશ્ચર્યનું આશ્ચર્ય છે !
ઉપરમાં ભગવતી “આત્મખ્યાતિ'ના ગદ્ય વિભાગમાં અનેકાંત સિદ્ધાંતનો અપૂર્વ મર્મ પ્રકાશતા ચૌદ પૂર્વ સમા અપૂર્વ ચૌદ પ્રકારો સ્પષ્ટ નિખુષ દૃષ્ટિવાદયુક્તિથી વિવરી દેખાડી ભગવત્ અમૃતચંદ્રાચાર્યજીએ અનેકાંતનો મહામહિમા સુપ્રતિષ્ઠિત કર્યો, તે જ વસ્તુને કિંચિત્ પ્રકારાંતરે પ્રથિત કરતા ચૌદ પૂર્વ સમા આ અપૂર્વ ચૌદ શાર્દૂલવિક્રીડિત શ્લોકોમાં પુરુષશાર્દૂલ પુણ્યશ્લોક અમૃતચંદ્રજી પરમાર્થ - મહાકવિ અનેકાંતનો મહામહિમા ઉત્કીર્તન કરતી વીરગર્જના કરી છે - જે સમસ્ત વાક્લયમાં અદ્વિતીય અનન્ય છે. અમૃતચંદ્રજીએ પરમ આત્મભાવોલ્લાસથી સંગીત કરેલા આ અદભુત શ્લોકોનો પરમાર્થ - મર્મ આ લેખકે સ્વકૃત “અમૃત જ્યોતિ' મહાભાષ્યમાં પરિટ્યુટ વિવેચ્યો છે. તે અવલોકવાનું નમ્ર સૂચન કરીએ છીએ.
એમ ચૌદ પૂર્વ સમા આ અપૂર્વ દિવ્ય કળશકાવ્યોથી સમસ્ત એકાંતનું આત્યંતિક નિરસન અને અનેકાંતનું પ્રસ્થાપન કરી, તેના ઉપસંહારરૂપ આ કળશ કાવ્યમાં (૨૬૫) દિવ્ય દેશ અમૃતચંદ્રજી મહામુનિ વીરગર્જના કરે છે - “એવા પ્રકારે અજ્ઞાનવિમૂઢો પ્રત્યે જ્ઞાનમાત્ર આત્મતત્ત્વ પ્રસાધતો અનેકાંત સ્વયમેવ અનુભવાય છે.” અર્થાત એમ ચતુર્દશ પ્રકારોથી ઉક્ત પ્રકારે અજ્ઞાનથી વિમૂઢ-અત્યંત મૂઢ-મોહમૂઢ જનો પ્રત્યે “માત્ર” - કેવલ જ્ઞાન સિવાય બીજું કંઈ પણ નથી એવું “જ્ઞાનમાત્ર’ - કેવલ જ્ઞાનમય આત્મતત્ત્વ પ્રસાધતો - પ્રકષ્ટપણે સાધતો એવો આ અનેકાંત “સ્વયમેવ' - આપોઆપ જ પ્રત્યક્ષ આત્માનુભવથી અનુભવાય છે. આ અનેકાંત આત્મતત્ત્વ છે એવો અનેકાંત અનુભવ પ્રમાણ છે, આત્માનુભવ પ્રમાણથી સિદ્ધ છે.
આ અનેકાંત સિદ્ધાંતની મહાપ્રતિષ્ઠા ઉદ્યોષતા આ સમયસાર કળશ કાવ્યમાં (૨૬૩) અનેકાંતના અનન્ય પરિજ્ઞાતા અને અદ્વિતીય વ્યાખ્યાતા અમૃતચંદ્રજી પૂર્ણ આત્માનુભવનિશ્ચયથી ગર્જના કરે છે - “એમ તત્ત્વવ્યવસ્થિતિથી સ્વને સ્વયં વ્યવસ્થાપતો અનેકાંત “અલંધ્ય શાસન જૈન” એવો અનેકાંત વ્યવસ્થિત થયો.' અર્થાત એમ ઉક્ત પ્રકારે “તત્ત્વ વ્યવસ્થિતિથી” - તત્ત્વની વ્યવસ્થિતિથી - વિશેષ કરીને “અવસ્થિતિથી” – “અવ' સ્વસમયની સ્વરૂપ મર્યાદાથી જેમ છે તેમ “સ્થિતિથી' - નિશ્ચિત
૧૨૧