________________
સમયસાર : આત્મખ્યાતિ
પામે. (૨) ભાવકૃત જ્ઞાન રૂ૫ આત્મજ્ઞાન જે આત્મપ્રત્યક્ષપણે અનુભવાતું પ્રગટ મૂર્તિમાનું છે તે અનેકાન્તમયી મૂર્તિ નિત્યમેવ પ્રકાશો ! - કે જેથી સર્વ દ્રવ્યશ્રુત જ્ઞાનનું એકમાત્ર પ્રયોજનભૂત ફલ જગતમાં સદોદિતપણે પ્રકાશે. (૩) આ ભાવશ્રુત જ્ઞાનગણ્ય જે આત્મા આત્માનુભવપ્રત્યક્ષ પણે પ્રગટ મૂર્તિમાનુ છે તે અનેકાન્તમયી મૂર્તિ નિત્યમેવ પ્રકાશો ! કે જેથી સર્વ આત્માર્થીઓનો આ પરમ આરાધ્ય આત્મદેવ સદા સ્વરૂપ તેજે ઝગઝગે. (૪) દ્રવ્યશ્રુત-ભાવશ્રુત જ્ઞાનસંપન્ન શ્રુતકેવલી રૂપ સદ્ગુરુ ભગવંત જેના પરમ અનુગ્રહ રૂપ સદ્ગુરુ પ્રસાદથી દ્રવ્યશ્રુત-ભાવશ્રુત જ્ઞાન પ્રાપ્ત થવાનું ઉત્તમ નિમિત્ત બન્યું, તે કેવલ શુદ્ધ આત્માનુભવપ્રત્યક્ષપણે પ્રગટ મૂર્તિમાનું શ્રુતકેવલી આત્મા રૂપ અનેકાંતમયી મૂર્તિ નિત્યમેવ પ્રકાશો ! - કે જેના અનુગ્રહ પ્રસાદથી ભવ્યાત્માઓ સદાય દ્રવ્યશ્રુત-ભાવશ્રુતજ્ઞાન પ્રાપ્ત કરવાનું ઉત્તમ નિમિત્ત પામ્યા જ કરે. (૫) દ્રવ્યશ્રુતજ્ઞાન-ભાવકૃત જ્ઞાનનું જેની વાણી અનુપમ નિમિત્ત બની, ને જેનાથી આત્માનુભવગમ્ય આત્મા સાક્ષાતુ અનુભૂત થયો અને જેના થકી શુદ્ધ આત્મજ્ઞાની શ્રુતકેવલી ભગવાન પણ પ્રગટ્યા, તે સર્વનું મૂલ પ્રભવ સ્થાન ભગવાન કેવલજ્ઞાની આત્મારૂપ અનેકાન્તમયી મૂર્તિ નિત્યમેવ પ્રકાશો ! કે જેથી આ વિશ્વને વિષે સકલ કલ્યાણની પ્રાપ્તિનો પરમોત્તમ પરમાર્થરૂપ કલ્યાણમાર્ગ અખંડ અવિચ્છિન્ન પણે પ્રવહ્યા કરે ! આમ પાંચે અર્થમાં આ કેવલ જ્ઞાનમય - કેવલ જ્ઞાન-વાણીમય – સરસ્વતીય અનેકાન્ત મૂર્તિ સદાય પ્રકાશમાન હો ! સદાય જયવંત વર્તો ! આમ અનેકાંત સિદ્ધાંત જેનો આત્મા છે એવી શબ્દબ્રહ્મમય જિનવાણી પણ અનેકાંત મૂર્તિ છે અને
આ ગ્રંથ પણ અનેકાંત સિદ્ધાંતના અંગભૂત છે, એટલે આનું નિરૂપણ પણ અનેકાંત સિદ્ધાંતના અંગરૂપ અનેકાંતિક છે, એકાંતિક નથી, એ મુદો સૂચિત થતો અત્રે પ્રારંભમાં જ
આ શાસ્ત્ર: નિશ્ચય સ્પષ્ટ સમજી લેવા યોગ્ય છે. આ ગ્રંથમાં છે કે શુદ્ધ નિશ્ચયનયના વ્યવહારનું સાપેક્ષપણું પ્રધાનપણાથી મુખ્યપણે નિરૂપણ છે, પણ તે બીજ નયોની અપેક્ષાઓને
સાપેક્ષપણે છે. શુદ્ધ આત્મસ્વરૂપની શ્રેણીએ ચઢવા માટે વસ્તુના શુદ્ધ સ્વરૂપનું નિરૂપણ કરતો શુદ્ધનય જ - નિશ્ચયનય જ આત્માર્થી મુમુક્ષુને પરમ ઉપકારી છે, “પ્રવચનસાર' દ્ધિ.શ્ન.અં. ૯૭ ગાથાની ટીકામાં આચાર્યવર્ય અમૃતચંદ્રાચાર્યજીએ કહ્યું છે તેમ શુદ્ધપણે સાધ્ય દ્રવ્યના શુદ્ધત્વ - ઘાતકપણાને લીધે “સાધકતમ” છે, “સTધ્યસ્થ દિ શુદ્ધત્વેન દ્રવ્યસ્થ શુદ્ધત્વોતઋત્વાન્નિશ્ચયન ઇવ સાતમ:', એટલે તેના નિરૂપણની મુખ્યતાથી અત્ર સાપેક્ષ કથન છે, તે કાંઈ સાધ્ય નિશ્ચયના સતુ સાધનરૂપ સદ્વ્યવહારનો લોપ કરવા માટે નથી. કારણકે નિશ્ચય વ્યવહાર સાપેક્ષ હોય અને વ્યવહાર નિશ્ચય સાપેક્ષ હોય, એ જ સર્વ નય વિલસિતોના વિરોધનું મથન કરનારી જિનવાણીની અનેકાંત* શૈલી છે અને એ જ આ અનેકાંત મૂર્તિની ખાસ વિશિષ્ટ સ્તુતિ પરથી ફલિત થતા બોધનો ધ્વનિ છે, આર્ષદ્રષ્ટા અમૃતચંદ્રજીનો ગર્ભિત આશય છે, અર્થાત્ આત્માર્થી મુમુક્ષુએ શુદ્ધ નિશ્ચયને નિરંતર લક્ષમાં રાખી, તે શુદ્ધ નિશ્ચયની સાધનામાં પરમ ઉપકારી એવા સવ-જિન સિદ્ધ ભગવાનું, સદ્ગુરુ-આત્મજ્ઞાની આત્મારામી વીતરાગ સતુપુરુષ અને સતુશાસ્ત્ર-આત્માદિ સતુતત્ત્વ નિરૂપક સતુઆગમ એ આદિની ભક્તિ આદિ સર્વ સતુ વ્યવહાર સાધન પણ પરમ ભક્તિથી સેવવા યોગ્ય છે, એ તાત્પર્ય અત્ર સર્વત્ર સ્મરણમાં રાખવા યોગ્ય છે. આ અંગે “આત્મસિદ્ધિ' માં પરમ આત્મ તત્ત્વ દેશ સાક્ષાત્ આત્મસિદ્ધિ સંપન્ન શ્રીમદ્ રાજચંદ્રજીનું સંકોત્કીર્ણ વચનામૃત છે કે
"तेनानेकान्तसूत्रं ययद्वा सूत्र नयात्मकम् । तदेव तापशुद्धं स्यान तु दुर्नयसंज्ञितम् ॥ यस्य सर्वत्र समता नयेषु तनयेष्विव । તાજેન્તવાર વર ચુનાધિકારોમુવી ” - શ્રી યશોવિજયજી કૃત અધ્યાત્મોપનિષ-૧-૫૩, ૧ "इमां समक्ष प्रतिपक्षसाक्षिणामुदारघोषामुद्घोषणां हुवे । न वीतरागात्परमस्ति दैवतं, न चाप्यनेकान्तमृते नयस्थितिः ॥"
- “કલિકાલ સર્વશ’ શ્રી હેમચંદ્રાચાર્યજી કૃત અન્ય યો..છે.
૧૨