________________
પૂર્વરંગઃ સમયસાર કળશ-૨
મૂર્તિ છે. આમ કેવલી કે શ્રુતકેવલી, કેવલ શાન કે ભાવશ્રુતજ્ઞાન-આત્મજ્ઞાન, દ્રવ્યશ્રુતજ્ઞાન કે જિનવાણી, કે આત્મા એ ગમે તે કોઈ અર્થમાં જે આ અનેકાંતમયી મૂર્તિ છે, તે અનંત ધર્મ જેમાં વર્તે છે એવા પ્રત્યગાત્માના* - પ્રત્યગ્-અંતર્ગત આત્માના તત્ત્વને દેખી રહી છે. અત્રે આચાર્યવર્ય અમૃતચંદ્રજીએ ‘પ્રત્યગાત્માના' એમ સૂચક વિશિષ્ટ પ્રયોગ' કર્યો છે, તેનો ખાસ પરમાર્થ સમજવા યોગ્ય છે. બાહ્ય ચર્મચક્ષુ તો ચર્મચક્ષુગોચર ‘પરાગ્’ બહિર્ગત બાહ્ય પદાર્થો દેખે છે, પણ આ અનેકાન્તમયી મૂર્તિની દિવ્ય ચક્ષુ તો પ્રત્યગ્’ - અંતર્ગત - અંતમાં રહેલ આત્માનું પ્રત્યગ્ આત્માનું તત્ત્વ –અંતસ્તત્વ દેખે છે. ‘પ્રત્યગ્’ અંતર્ગત એ ‘પરાક્’ બહિર્ગત બાહ્યનો પ્રતિપક્ષ હોઈ, આત્મબાહ્ય એવી ‘પરાગ્′ વસ્તુઓથી ‘પ્રત્યક્' આત્મા-અંતર્ આત્મા પ્રત્યક્ષ પ્રગટ અત્યંત પૃથક્-ભિન્ન છે, એટલે ‘પરાગ્’- બહિર્ગત સમસ્ત વસ્તુથી ભિન્ન-પૃથક્ એવા ‘પ્રત્યક્ પણે' અંતર્ગત પણે અત એવ અત્યંત પૃથક્ પણે- ભિન્નપણે-વિવિક્ત પણે-અલગ પણે પ્રત્યગ્ આત્માનું તત્ત્વ આ અનેમાંતમયી મૂર્તિ પ્રત્યક્ષ-સાક્ષાત્ અનુભવનેત્રથી નિહાળે છે, જે જેમ છે તેનું તર્પણું તેનું નામ ‘તત્ત્વ’ આ અનેકાંતમયી મૂર્તિ પ્રત્યક્ષ-સાક્ષાત્ અનુભવ નેત્રથી નિહાળે છે, જે જેમ છે તેનું તર્પણું તેનું નામ ‘તત્ત્વ' સમગ્ર સંપૂર્ણ વસ્તુ સ્વરૂપ છે, એટલે બીજા બધાયથી જુદા તરી આવતા ‘પ્રત્ય' આત્માનું જે ‘તત્ત્વ’ આત્મત્વ આત્માપણું છે, સ્વભાવ રૂપ ચિત્ તત્ત્વ નિસ્વરૂપ છે, તેને તે દેખે છે સાક્ષાત્ કરે છે.
-
પરદ્રવ્યથી પૃથક્ આત્મતત્ત્વ દર્શન
-
અને આમ આ આત્મતત્ત્વ તે કેવું દેખે છે ? તે પણ આ ‘પ્રત્યક્′ - પ્રત્યક્ શબ્દના આવા અપૂર્વ વિશિષ્ટ ૫રમાર્થ – પ્રયોગથી સાવ સ્પષ્ટ થઈ જાય છે કે - પ્રત્યક્' - અંતર્ગત એટલા માટે જ અત્યંત પૃથક્-ભિન્ન-અલગ-જુદું - નિરાળું - સાવ અલાયદું એવું, દ્રવ્યથી - ક્ષેત્રથી - કાળથી ને ભાવથી જેનો અંત નાશ (છેડો) નથી એવો અનંત-શાશ્વત ધર્મ (સનાતન) વસ્તુ સ્વભાવ છે જેનો એવું.
અર્થાત્ આત્મા સ્વરૂપથી તત્ છે, પરરૂપથી અતત્ છે, આત્મા સ્વરૂપથી સત્ છે, પરરૂપથી અસત્ છે, આત્મા સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી હોવા રૂપ-અસ્તિરૂપ છે, પદ્રવ્ય-ક્ષેત્ર-કાલ ભાવથી નહિ હોવા રૂપ-નાસ્તિ રૂપ છે,
એમ
પરદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી આત્મા ભિન્ન છે-પૃથક્ છે એવું વિવિક્ત તત્ત્વ નિશ્ચયરૂપ ભેદજ્ઞાન અનેકાંત સિદ્ધાંતથી વજ્રલેપ દૃઢ પ્રકાશે છે.
-
પંચ અર્થમાં અનેકાન્તમયી મૂર્તિ નિત્ય પ્રકાશો !
એટલે કે આ અનેકાંતમયી મૂર્તિ સર્વ પદ્રવ્યથી ભિન્ન, સર્વ પરદ્રવ્યના સર્વ ગુણ-પર્યાયથી ભિન્ન, સર્વ વિભાવિક આત્મ પરિણામથી ભિન્ન, સર્વ સજાતીય આત્મદ્રવ્યથી પણ ભિન્ન, સર્વથા જૂઠ્ઠું, પૃથક્ એવું તે આત્મતત્ત્વ - સહજાત્મસ્વરૂપ પ્રગટ દેખી રહી છે. અત્રે ‘પશ્યતી’ પ્રત્યક્ષપણાનો સાક્ષાત્ક્ષણાનો આત્માનુભવ પણાનો ભાવ સૂચવ્યો છે. મૂર્તિ અનંતધર્મી આત્માનું તત્ત્વ અન્ય સર્વ દ્રવ્યથી ભાવથી-ભાવાંતરથી ભિન્ન પ્રગટ પ્રત્યક્ષ સાક્ષાત્ દેખી રહી છે.
દેખી રહેલી એ શબ્દથી અર્થાત્ આ અનેકાંતમયી દ્રવ્યાંતરથી ભિન્ન અને અન્ય સર્વ
-
૧૧
-
-
ઉક્ત પાંચે અર્થમાં આ અનેકાન્તમયી મૂર્તિ જ છે તે નિત્યમેવ પ્રકાશો ! (૧) દ્રવ્યશ્રુત જ્ઞાન જેના પરમ ઉપકારી અવલંબન નિમિત્તે અમને કેવલ શુદ્ધ આત્માના જ્ઞાનરૂપ ભાવશ્રુત જ્ઞાન-આત્મજ્ઞાન પ્રગટ્યું, તે પરમ ઉપકારી સાક્ષાત્ સરસ્વતી રૂપ-ભગવદ્ વાણી રૂપ અનેકાંતમયી મૂર્તિ નિત્યમેવ પ્રકાશો ! જેના અવલંબન નિમિત્તે અનેકાનેક ભવ્ય આત્માઓ દિવ્ય આત્મજ્ઞાનનો પ્રકાશ
કઠોપનિષદ્ આદિમાં તેમજ શંકરાચાર્યના ગ્રંથોમાં આ શબ્દ પ્રયોગ ઘણીવાર કરાયો છે. જેમકે - "पराशि खानि व्यतृणत्स्वयंभू-स्तस्मात् पराङ् पश्यति नान्तरात्मन् । कश्चिद्धीरः प्रत्यगात्मानमैक्षदावृत्तचक्षुरमृतत्वमिच्छन् ॥” “प्रत्यगात्मानं = સ્વ સ્વમાવે' - શંકરાચાર્ય કૃત ટીકા (કઠોપનિષદ્)
કઠોપનિષદ્, દ્વિ.અ. વલ્લી-૧, ૧
-