________________
સમયસાર : આત્મખ્યાતિ
ભિન્ન' - જોગ ધરે છે, છતાં જે જોગથી ભિન્ન છે એવા અનંતગુણાત્મા કેવલજ્ઞાની છે, તેના હૃદય-હૃદ માંથી નીકળેલી સરિતા સમી જે શ્રુતસિંધુ સમાન વહે છે, જેથી કરીને અનંત નયાત્મક લક્ષણવાણી જે સત્યસ્વરૂપ સિદ્ધાંત વખાણી છે, જેને બુદ્ધ લખે (લક્ષમાં લે) છે, દુર્બુદ્ધિ લખતા નથી, એવી જિનવાણી જગત્ માં સદા જાગો !
‘સદા જગૈ જગમેં જિનબાની',
“જોગ ધરે રહૈ જોગસૌં ભિન્ન, અનંત ગુનાતમ કેવલજ્ઞાની, તાસુ હૃêદ્રસૌં નિકસી, સરિતા સમ હૈ શ્રુત-સિન્ધુ સમાની; યાતે અનંત નયાતમ લચ્છન, સત્ય સ્વરૂપ સિધંત બખાની, બુદ્ધ લખૈ ન લખૈ દુરબુદ્ધ, સદા જગમાંહિ જગૈ જિનવાની.’’
કવિવર બનારસીદાસજી કૃત સમયસાર નાટક, જીવદ્વાર અથવા સ્વપર પ્રકાશક આ સ્વાનુભૂતિથી પ્રકાશતો અમારો આત્મા એ જ અનંતધર્મી આત્માના તત્ત્વને અનુભવ નેત્રથી પ્રત્યક્ષ પૃથક્ દેખતી અનેકાંતમયી મૂર્તિ છે. સ્વ-૫૨ દ્રવ્યનો એક અંત-ધર્મ જ્યાં નથી એવી અનેકાંતમયી (અન્++સંત) મૂર્તિ છે, અથવા (અને+અંત) અનેક અંત-ધર્મ જ્યાં છે, એવી અનેકાંતમયી મૂર્તિ છે, કારણકે વસ્તુ માત્ર અનંત અંતથી - ધર્મથી વસ્તુભાવથી યુક્ત છે, તેમ આ આત્મવસ્તુ પણ અનંત અંતથી-ધર્મથી યુક્ત છે, એટલે તે પણ અનેકાંતમયી મૂર્તિ છે અર્થાત્ ‘મૂર્તિ' એટલે જિનવાણી-સરસ્વતી એ મૂર્તિમાન્-મૂર્ત-સાક્ષાત્ પ્રગટ વસ્તુ છે. શ્રીમદ્ અર્હત્ ભગવત્ની સાણી જેમ પ્રગટ સાક્ષાત્ અનેકાંતસ્વરૂપ મૂર્તિ છે, તેમ આત્મા પણ પ્રગટ સાક્ષાત્ અનેકાંતસ્વરૂપ મૂર્તિ છે, અને આમ શબ્દ બ્રહ્મમય શબ્દસમય, તે દ્વારા પ્રકાશિત થતો આત્મબ્રહ્મમય અર્થસમય અને દ્વારા જાણવામાં આવતો તત્ સ્વરૂપમય જ્ઞાન બ્રહ્મમય જ્ઞાનસમય* એ ત્રણે પ્રકારનું અનેકાંત મૂર્તિપણું સુઘટિતપણે ઘટે છે.
*
આત્મા અનેકાંત મૂર્તિ શબ્દ સમય, અર્થ સમય
શાન સમય
અત્રે (૧) અનેકાંત તત્ત્વને પ્રકાશતી વચનોચ્ચાર રૂપ અથવા દ્રવ્યશ્રુત રૂપ જે ભગવદ્ વાણી છે, તે મૂર્ત પુદ્ગલમયી હોવાથી ‘મૂર્તિ'ના વાચ્યાર્થ પ્રમાણે ખરેખર ! અનેકાન્તમયી મૂર્તિ છે. (૨) આ દ્રવ્યશ્રુત રૂપ અનેકાન્તમયી મૂર્તિના અવલંબન નિમિત્તે જે અનેકાંત તત્ત્વને સાક્ષાત્ કરતું ભાવશ્રુત જ્ઞાન-આત્મજ્ઞાન ઉત્પન્ન થાય, તે પણ કાર્યમાં કારણમાં ઉપચારથી અથવા તો લક્ષ્યાર્થથી ‘મૂર્ત' એટલે મૂર્તિમાન્-પ્રગટ-સાક્ષાત્-આત્મપ્રત્યક્ષ હોવાથી અનેકાન્તમયી મૂર્તિ છે. (૩) દ્રવ્યશ્રુત-ભાવશ્રુત જ્ઞાન થકી જણાતો-અનુભવાતો જે અનેકાંત સ્વરૂપ આત્મા તે પણ લક્ષ્યાર્થથી વ્યંગ્યાર્થથી મૂર્ત - મૂર્તિમાનૢ - સાક્ષાત્ આત્મપ્રત્યક્ષ હોવાથી અનેકાન્તમયી મૂર્તિ છે. (૪) ભાવશ્રુત જ્ઞાન - આત્મજ્ઞાન જેને પ્રગટ્યું છે અને સર્વ દ્રવ્ય શ્રુતજ્ઞાન જે જાણે છે, એવા ભગવાન્ શ્રુતકેવલી આત્મા તે પણ અનેક અંત-ધર્મ જ્યાં છે એવા-સ્વ-પર વસ્તુનો એક અંત-ધર્મ જ્યાં નથી એવા અનેકાંત સ્વરૂપ આત્માને સાક્ષાત્ અનુભવતા હોવાથી અનેકાન્તમયી મૂર્તિ છે. (૫) કેવલજ્ઞાન જેને પ્રગટ્યું છે અને અનેકાંતમય સર્વ દ્રવ્યશ્રુત જ્ઞાન જેના થકી પ્રભવ પામ્યું છે, એવા ભગવાન્ કેવલી આત્મા તે પણ સ્વ-પર વસ્તુનો એક અંત-ધર્મ જ્યાં નથી અને અનેક ધર્મ જેમાં છે એવા પૃથક્ તત્ત્વરૂપ અનેકાંત આત્માને અને અનેકાંત સમસ્ત વિશ્વને સાક્ષાત્ જાણતા હોવાથી અનેકાન્તમયી
પંચ અર્થમાં અનેકાંતસ્વરૂપ મૂર્તિ
-
-
“तदत्र ज्ञानसमयप्रसिद्धयर्थं शब्दसमयसंबन्धेनार्थसमयोऽभिधातुमभिप्रेतः ।”
૧૦
- શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત પંચાસ્તિકાય’ ટીકા ગા. ૩