________________
સમયસાર : આત્મખ્યાતિ ચકાસે છે, આત્માનુભવ પ્રમાણથી પ્રત્યક્ષ જ્વલંતપણે અનુભવાય છે, ત્યાં પછી બીજા પ્રમાણને ગોતવા જવાની જરૂર નથી.*
સ્વાનુભવથી તે કેવા પ્રકાશે છે? તો કે – ‘વિઘૂમાવાય’ - ચિત્ સ્વભાવી, ચિતુ-ચૈતન્ય એ જ જેનો સ્વભાવ છે – સ્વરૂપમાં ધારી રાખનારો ધર્મ છે એવા ચૈતન્ય એ જ આત્માનો પ્રગટ સ્વલક્ષણ રૂપ વિશિષ્ટ સ્વભાવ-ધર્મ છે, સ્વ ભાવ પોતાનો (One's own) ભાવ છે અને સ્વભાવ-સ્વધર્મ હોવાથી આ ચૈતન્ય કદી પણ આત્માનો ત્યાગ કરતું નથી, આત્મા સદા ચૈતન્ય લક્ષણસંપન્ન સાક્ષાત દેખાય છે, પ્રગટ અનુભવાય છે. ચૈતન્ય એટલે જે ચેતે છે, દેખે છે જાણે છે, અનુભવે છે - સંવેદે છે તે, એટલે દેખવા-જાણવા રૂપ, અનુભવવા-સંવેદના રૂપ ચૈતન્ય સ્વભાવ છે, જેનો એવો આ ચિતુ સ્વભાવી ચૈતન્યમય આત્મા સાક્ષાત અનુભવસ્વરૂપ છે. આ અનુભવની પ્રસ્તુતિ કરતાં શ્રી બનારસીદાસજીએ કહ્યું છે તેમ - વસ્તુ વિચારતાં ધ્યાવતાં જ્યાં મન વિશ્રામ પામે છે અને રસ સ્વાદતાં સુખ ઉપજે છે. તેનું નામ અનુભવ છે.
સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય; પ્રગટ રૂપ ચૈતન્યમય, એ એંધાણ સદાય.”
- પરમ આત્મદેષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૫૪ “વસ્તુ વિચારત ધ્યાવર્ત, મન પાવૈ વિશ્રામ, રસ સ્વાદત સુખ ઉપજૈ, અનુભૌ યાકૌ નામ.”
- શ્રી બનારસીદાસજી કૃત સમયસાર, ઉપોદ્યાત-૧૭ ચિદાનંદ ચેતનમય મૂરત, દેખ હૃદયદ્રગું જોરી.” - શ્રીચિદાનંદજી, પદ-૭૨
અને જેને આવો અનુભવ સ્વરૂપ પોતાનો વિશિષ્ટ ચિત્ સ્વભાવ છે, તે પોતાના ભાવ-હોવાપણા વિના કેમ હોઈ શકે ? અર્થાત્ જે આ ચિત્ સ્વભાવી છે તે ભાવ છે – “પાવાય', સત્ છે, વિદ્યમાન છતી પ્રગટ અસ્તિત્વસંપન્ન - અસ્તિત્વ રૂપ સ્વતંત્ર વસ્તુ છે. જેમ ઘટપટાદિ ભાવ-પદાર્થ છે, તેમ આત્મા પણ એક સ્વતંત્ર સ્વરૂપ અસ્તિત્વ ધરાવતો ભાવ-પદાર્થ છે, “ભવતીતિ ભાવ:' - ત્રણે કાળમાં હોવાપણા રૂપ - અતિરૂપ સત્ વસ્તુ છે, જે સત્ ચિત્ આનંદસ્વરૂપ (સચ્ચિદાનંદ) વસ્તુ આત્માનુભૂતિમય ચૈતન્ય સ્વભાવથી સદા પ્રકાશમાન ઝળહળ જ્યોતિ સ્વરૂપ છે.
અને આવો આ ચૈતન્ય સ્વભાવથી સદા પ્રકાશમાન ચિત્ સ્વભાવી ભાવ સર્વ ભાવાન્તરનો પણ પરિચ્છેદ - પરિજ્ઞાન કરનાર, જાણનાર સર્વવેદી જ્ઞાયક ભાવ છે, અથવા પરિચ્છેદ એટલે સર્વથા જૂદું-પૃથક ભિન્ન કરનાર સર્વભેદી ભેદક ભાવ છે, “સર્વમાવીન્તાછિ અર્થાત્ તે આત્માનુભૂતિથી સ્વયં આત્માને પ્રકાશે છે, એટલું જ નહિ, પણ વિશ્વના સર્વ અન્ય ભાવોને પણ આત્માના દિવ્ય ચૈતન્ય પ્રકાશથી પ્રકાશે છે અને જુદા પાડે છે. એટલે દીપક જેમ સ્વપર પ્રકાશક છે, સૂર્યચંદ્ર જેમ સ્વપર પ્રકાશક છે, તેમ આ દિવ્ય આત્મજ્યોતિ – સમયસાર સ્વપર પ્રકાશક છે, એટલું જ નહિ પણ સ્વપર ભેદક પણ છે. આમ સ્વાનુભવથી પ્રકાશમાન અને સર્વ અન્ય ભાવોનો પરિચ્છેદક - પરિજ્ઞાયક - પરિભેદક એવો ચિત્ સ્વભાવી ભાવ તે શુદ્ધ આત્મા સમયસાર છે, તેને નમસ્કાર હો."*
"स्वानुभूत्यैव यद् गम्यं रम्यं यश्चात्मवेदिनाम् ।
તત્વ મળ્યોતિ વાનીનો ” - શ્રી પદ્મનંદિ પંચવિંશતિકા, એકત્વ સપ્તતિ અર્થાતુ - સ્વાનુભૂતિથી જ જે ગમ્ય છે અને જે આત્મવેદીઓને રમ્ય છે, તે વાણી-મનને અગોચર એવી પરમ જ્યોતિ હું કહું છું. “अधिगत्याखिलं शब्दब्रह्म शास्त्रबशा मुनिः । વસંવેવ વામકુધિરિ ” - યશોવિજયજી કૃત અધ્યાત્મોપનિષદ્દ, ૨-૨૫ અર્થાત્ - શાસ્ત્ર દૃષ્ટિથી અખિલ શબ્દ બ્રહ્મ જાણીને મુનિ અનુભવો વડે કરીને સ્વસંવેદ્ય એવું પરંબ્રહ્મ પામે છે.