________________
પૂર્વરંગઃ સમયસાર કળશ-૧
સ્વભાવ છે જેનો એવો આ સમયસાર છે. ચિત્ સ્વભાવ એ જ ત્રણે કાળમાં ન ચળે એવો પરમ નિશ્ચય રૂપ તેનો ‘સ્વભાવ’ છે - તેનો પોતાનો ભાવ છે અને આ ચિત્ સ્વભાવ એ જ એને ઓળખવાની અચૂક નિશ્ચય રૂપ એંધાણ-નિશાની છે. જો આમ એનો સ્વભાવ છે તો તે ભાવ વિના-અસ્તિત્વરૂપ વસ્તુ વિના કેમ હોઈ શકે ? હા, બરાબર છે, ન જ હોઈ શકે, એટલા માટે જ અમે કહીએ છીએ કે તે ‘ભાવ’ છે, સ્વતંત્ર અસ્તિત્વ રૂપ વસ્તુ છે પદાર્થ છે, ‘ભાવાવ’અને જો તે અસ્તિત્વ રૂપ વસ્તુ-ભાવ છે, તો તે ભાવ કેવો છે ? આ વિશ્વમાં તો એવા અનંત ભાવ છે, તેમાંથી આ ભાવને અમે કેવી રીતે જાણી શકીએ ? અને કેવી રીતે જૂદો પાડી શકીએ ? એનો ઉત્તર આપતાં આચાર્યજી વદે છે ‘સર્વભવાંતરવેિ’ સર્વ ભાવાંતરને છેદનારો એવો છે તે પરથી. ‘ભાવાંતરને’ - સ્વાનુભૂતિથી પ્રકાશતા ચિત્ સ્વભાવથી અન્ય એવા ચિત્-અચિત્ સર્વભાવને ‘છેદનારો’ પરિચ્છેદનારો, પરિક્ષાન ક૨ના૨ો–સર્વથા જાણનારો, અત એવ ચિત્ સ્વભાવથી અન્ય ચિત્-અચિત્ સ્વભાવી એવાં સર્વભાવને છેદનારો-ભેદનારો-આત્માથી પૃથક્ કરનારો એવો એ સર્વજ્ઞ-સર્વવેદી-સર્વભેદી ભાવ છે. આમ આ શ્લોકની અદ્ભુત તાત્ત્વિક સંકલના વિચારી, તેના પદે પદનો સ્પષ્ટ વિશેષ વિચાર કરીએ.
-
અહીં ‘નમ:’ - નમસ્કાર હો એમ કહેતાંની સાથે જ સર્વ આત્મપ્રદેશનું તથારૂપ પરિનમન-પરિણમન થાય, સર્વ આત્માનો ઉપયોગ તથારૂપ ભક્તિભાવે પરિણમે આત્મપ્રદેશ ભક્તિભાવે પરિણમે-સર્વથા નમી પડે એ સાચું ભાવ નમન છે, અને મન-વચન-કાયાના યોગ તદ્રુપ બને તે દ્રવ્ય નમન છે.
-
-
શુદ્ધ આત્મભાવ પરિણામની અનુભૂતિ રૂપ શુદ્ધ આત્માનુભવ દશાની અતિ અતિ ઉચ્ચ ભૂમિકાને પ્રાપ્ત થયેલા પરમર્ષિ કુંદકુંદાચાર્યજીની આત્મદશાની સ્મૃતિ કરાવે એવા ૫૨મર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પણ અત્રે તેવાજ પરમ આત્મભાવોલ્લાસથી સમયસારને આ ભાવ-દ્રવ્ય નમસ્કાર કર્યો છે.
પદચ્છેદ વ્યાખ્યાન
કલંકથી રહિત એવા શુદ્ધ સમયસાર એટલે શું?
સમયસાર એટલે શું ? સમયસાર એટલે ઉપરમાં કહ્યું તેમ શુદ્ધ આત્મા, દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મથી રહિત શુદ્ધ આત્માની શુદ્ધ તત્ત્વ અવસ્થા, સહજ શુદ્ધ આત્મસ્વરૂપને પ્રાપ્ત એવા પરમાત્મા, સર્વ કર્મ નિરંજન પ્રગટ પરમાત્મ પ્રકાશ, કેવલ આત્મા જ. તે આ પ્રકારે : (૧) સમય એટલે આત્મા, તેનો સાર-શુદ્ધ તત્ત્વ અવસ્થા તે સમયસાર. (૨) સમય એટલે આત્મા, તેમાં જે સાર-ઉત્તમ-શ્રેષ્ઠ-પ્રધાન-પરમ છે એવા પરમાત્મા તે જ સમયસાર. (૩) અથવા સમય-આત્મા એ જ જેનો સાર છે, તત્ત્વ છે, નિજ સ્વરૂપ છે, અર્થાત્ સકલ કર્મમલના વિયોજનથી જે કેવલ નિર્મલ સારભૂત-તત્ત્વભૂત આત્મા જ સુસ્થિત છે, તે સમયસાર. (૪) અથવા સમય એટલે શાસ્ત્ર આગમ, તેનો સાર-તત્ત્વ-પરમાર્થ જે છે તે સમયસાર છે, અને સર્વ શાસ્ત્ર-આગમનો સાર આત્માની પ્રાપ્તિ એ જ છે, એટલે સમયના સારરૂપ-પરમાર્થરૂપ જે શુદ્ધ આત્મતત્ત્વ-સહજાત્મ સ્વરૂપ તે સમયસાર. (૫) અથવા સમય એટલે સામાન્યથી સર્વે દ્રવ્ય-પદાર્થ, તેમાં સાર-ઉત્તમ-૫૨મ પદાર્થ આત્મા છે, તે સમયસાર. (૬) અથવા સમય એટલે મર્યાદા-સીમા, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી જે સ્વસ્વરૂપની મર્યાદામાં જ વર્તે છે, જે ‘સીમંધર’ સ્વ સ્વરૂપની સીમાને જ ધરે છે, તે સમય છે, એવા સ્વરૂપસ્થિત સમયોમાં ‘આત્મા' નામનો સમય સાર છે, શ્રેષ્ઠ છે, ઉત્તમ છે, પરમ છે, પ્રધાન છે. માટે સહજાત્મસ્વરૂપ આત્મા એ જ સમયસાર.*
=
આ ભગવાન્ સમયસાર કેવા છે ? તો કે ‘સ્વાનુભૂલ્યા વાસત્તે’
સ્વાનુભૂતિથી પ્રકાશતા એવા
છે, પોતાના આત્માનુભવથી જ પ્રકાશી રહેલા - સ્વ સંવેદનગમ્ય એવા છે. અંતરમાં પ્રગટ ઝળહળતી.
આ સમયસાર જ્યોતિ, જ્યાં સ્વાનુભાવ પ્રકાશથી ઝગઝગે છે-ચચકે છે-ઝળહળ જ્યોતિ સ્વરૂપે “यदव्यक्तमबोधानां व्यक्तं सद्बोधचक्षूषाम् ।
સાદું યત્નર્વવસ્તુનાં તસ્મૈ ચિતાત્મને નમઃ ।'' - શ્રી પદ્મનંદિ પંચવિંશતિકા, ૪-૩
અર્થાત્- જે અબોધોને અવ્યક્ત છે અને સદ્બોધ ચક્ષુવંતોને વ્યક્ત પ્રગટ છે, જે સર્વ વસ્તુઓમાં સાર છે, તે ચિદાત્માને નમસ્કાર હો !