________________
પર્વરંગઃ સમયસાર કળશ-૧
આત્મા
(પર)
અનાત્મા
શાસ્ત્ર પ્રારંભે ઈષ્ટદેવને નમસ્કાર રૂપ મંગલ કૃત્ય કરવું, એ શ્રી હરિભદ્રાચાર્યજીએ “યોગદષ્ટિ સમુચ્ચય'માં કહ્યું છે, તેમ આર્ય સત્પુરુષોની સનાતન શિષ્ટ પ્રણાલિકા છે. આ શિષ્ટ પ્રણાલિકાનો કથંચિત કિંચિત ભંગ કરી, શિષ્ટતમ વાયના ક્ષેત્રમાં જેની અનન્ય નૈસર્ગિક કવિ પ્રતિભા અત્યંત ઝળકી ઊઠેલી દૃશ્યમાન થાય છે, એવા આ શિષ્ટતમ આચાર્યવ, અત્રે કોઈ અમુક વ્યક્તિવિશેષને જ ઈષ્ટ દેવ નહિ માનતાં, સમયસારને જ અર્થાતુ શુદ્ધ આત્મ તત્ત્વને જ પરમ ઈષ્ટ દેવ માની તેની સ્તુતિ કરી છે, અને તેમાં શુદ્ધ આત્મસ્વરૂપ અહંતુ ભગવાન-સિદ્ધ ભગવાન રૂપ પરમ ઈષ્ટદેવની સ્તુતિ પણ ગર્ભિતપણે સમાઈ જાય છે જ-અંતર્ભાવ પામે જ છે.
જિન સોહી હૈ આતમા, અન્ય હોઈ સો કર્મ,
કર્મ કરે સો જિન બચન, તત્ત્વગ્યાની કો મર્મ.” - શ્રીમદ્ રાજચંદ્રજી કારણકે સમયસારના બે પ્રકાર છે - (૧) કાર્ય સમયસાર - જેણે શુદ્ધ આત્મતત્ત્વની સિદ્ધિ રૂપ
આત્મકાર્ય વ્યક્તપણે–આવિર્ભાવપણે – પ્રગટપણે સિદ્ધ કર્યું છે, એવા વ્યક્તિ કાર્ય સમયસાર : રૂપ કાર્ય સમયસાર તે અહંત અને સિદ્ધ છે. (૨) કારણ સમયસાર - જેમાં કારણ સમયસાર : નિશ્ચયથી શુદ્ધ આત્મતત્ત્વ શક્તિપણે - તિરોભાવપણે - અવ્યક્તપણે -
અપ્રગટપણે પરમ પરિણામિક ભાવથી સિદ્ધ સ્વરૂપ વર્તે છે, તે શક્તિરૂપ કારણ સમયસાર પરમ પારિણામિક ભાવથી પ્રત્યેક આત્મા છે. અર્થાતુ જે બીજા બધા ભાવોને એક કોર મૂકીને If left alone), કોઈ પણ અન્ય દ્રવ્ય-ભાવના સંયોગથી રહિત પણે મૂળ શુદ્ધ સહજ આત્મસ્વરૂપનો વિચાર કરીએ, તો તે પરમ પારિણામિક ભાવથી શુદ્ધ ચૈતન્યસ્વરૂપ જ - સમયસાર જ છે. એટલે પરમ પારિણામિક ભાવથી નિત્યમેવ અંત:પ્રકાશમાન છતાં દોષ-આવરણને લઈને તિરોભૂત વર્તે છે, તે શુદ્ધ ચૈતન્યમય આત્મસ્વરૂપ તે દોષ-આવરણ દૂર થયે આવિર્ભત થવાની યોગ્યતાવાળું હોઈ શક્તિથી કારણ સમયસાર છે. અત્રે કાર્ય સમયસાર રૂપ અહંત-સિદ્ધ એ વ્યવહારથી દેવ છે અને કારણ સમયસાર - પરમ પારિણામિક ભાવરૂપ પ્રત્યેક આત્માનું અંતર્ગત શુદ્ધ આત્મતત્ત્વ એ નિશ્ચયથી દેવ છે, એ બન્નેને અત્ર નમસ્કાર છે. કારણકે જેવું આ અહંત-સિદ્ધ ભગવાનનું કાર્ય સમયસારનું વ્યક્તિથી સિદ્ધ સ્વરૂપ છે, તેવું જ આ આત્માનું કારણ સમયસારનું શક્તિથી (Potentially) સિદ્ધ સ્વરૂપ છે. એટલે વ્યવહારથી આરાધ્ય દેવરૂપ આ અહંત-સિદ્ધ સ્વરૂપના નિમિત્ત આલંબનથી પણ જીવને અંતરગત આત્મગત સિદ્ધ સ્વરૂપનો લક્ષ થાય છે અને તે જાણે છે કે નિશ્ચયથી આ શુદ્ધ આત્મા એ જ આરાધ્યા દેવ છે.
“શોભિત નિજ અનુભૂતિ જુત, ચિદાનંદ ભગવાન, સાર પદારથ આતમા, સકલ પદારથ જાન; જે અપની દુતિ આપ વિરાજત, હૈ પરધાન પદારથ નામી, ચેતન અંક સદા નિકલંક, મહા સુખસાગર કૌ વિસરામી; જીવ અજીવ જિતે જગ મેં, તિન કી ગુન જ્ઞાયક અંતર જમી, સો શિવરૂપ બહૈ શિવ થાન તાહિ વિલોકિ નમેં શિવગામી.”
- શ્રી બનારસીદાસજી કૃત સ.સા. જીવ. અ. ૧-૨