________________
સમયસાર : આત્મખ્યાતિ
અમૃત પદ* ૧ નમન હો સમયસાર પ્રતિ ! નમન હો સમયસાર પ્રતિ ! પ્રગટ સ્વાનુભૂતિ દ્વારાએ, રહ્યો પ્રકાશી જેહ અતિ... નમન હો. ૧ ચિત્ સ્વરૂપ છે સ્વભાવ જેનો, ભાવરૂપ જે વસ્તુ છતી, અન્ય સર્વ ભાવાંતર કેરો, પરિચ્છેદ જે કરે અતિ... નમન હો. ૨ આત્મખ્યાતિથી આત્મખ્યાત તે, અમૃતચંદ્રજી પરમમતિ, દાસ ભગવાન અમૃત પદ રચતો, નમન કરે છે નિત્ય પ્રતિ... નમન હો. ૩
અર્થ : નમસ્કાર હો સમયસારને ! – સ્વાનુભૂતિથી પ્રકાશતો એવો જે સર્વભાવાંતર છેદી (સર્વ અન્ય ભાવને જાણતો અથવા ભિન્ન કરતો) ચિત્ સ્વભાવ ભાવ છે.
“અમૃત જ્યોતિ **મહાભાષ્ય “જે મહાત્માઓ અસંગ ચૈતન્યમાં લીન થયા, થાય છે અને થશે તેને નમસ્કાર.”
- શ્રીમદ્ રાજચંદ્રજી “અવિનાશી અવિકાર પરમરસ ધામ હૈ, સમાધાન સરવંગ સહજ અભિરામ હૈ, શુદ્ધ બુદ્ધ અવિરુદ્ધ અનાદિ અનંત હૈ,
જગત શિરોમનિ સિદ્ધ સદા જયવંત હૈ.” - શ્રી બનારસીદાસજી “નમ: સમયસર' - નમસ્કાર હો સમયસારને !
એ મહામંત્ર રૂપ મંગલસૂત્રથી પરમર્ષિ ભગવદ્ અમૃતચંદ્રાચાર્યજીએ આ “આત્મખ્યાતિ' ટીકાનું મંગલાચરણ કર્યું છે. પદે પદે જ્યાં આત્માની ખ્યાતિ (પ્રસિદ્ધિ-પ્રકૃષ્ટ સિદ્ધિ) કરી છે, એવી આ “આત્મખ્યાતિ’ ટીકા ખરેખર આત્મખ્યાતિ જ છે. આવી યથાર્થનામાં “આત્મખ્યાતિ' નામથી પરમ પ્રખ્યાતિ પામેલી, પરમ પરમાર્થ ગંભીર, અદ્વિતીય અનન્ય સૂત્રમય ટીકા આ પરમતત્ત્વ દેણ અમૃતચંદ્રજીએ સોળે કળાથી પૂર્ણ અનન્ય અદ્ભુત તત્ત્વકળાથી ગૂંથી છે, અને તેમાં પણ, આ પરમ અધ્યાત્મરસ પરિણત પરમ ભાવિતાત્મા મહાત્માએ, પરમ આત્મભાવના પરમ ઉલ્લાસથી, શુદ્ધ ચૈતન્ય અમૃતરસની અમૃતસરિતા વહાવતી અપૂર્વ કળશ કાવ્યરચના કરી, આ “આત્મખ્યાતિ'ની આત્મખ્યાતિમાં અનંત ગુણવિશિષ્ટ અભિવૃદ્ધિ કરી છે. આ પરમ આત્માનુભવી દિવ્ય દેશ કવિ-સૃષ્ટાની અમૃતાનુભવપ્રસાદી રૂપ આ કળશ કાવ્ય સર્જનમાં આ મંગલરૂપ પ્રથમ કળશકાવ્ય છે, અને તેમાં આ સમયસાર શાસ્ત્રનું સારભૂત તત્ત્વ અપૂર્વ તત્ત્વચમત્કૃતિથી પ્રકાશ્ય છે કે - જે સ્વાનુભૂતિથી - આત્માનુભૂતિથી પ્રકાશી રહ્યો છે અને સર્વ અન્ય ભાવોનો પરિચ્છેદ (પરિજ્ઞાન-પરિભેદ) કરે છે, એવો જે ચિત્ સ્વભાવી - ચૈતન્ય સ્વભાવી ભાવ છે, તે સમયસારને નમસ્કાર હો !
મહાન શ્રી અમૃતચંદ્રાચાર્યની મહાન ટીકાને વિસ્તારથી વિવેચતું હોઈ આ વિવેચનાને “અમૃતજ્યોતિ' મહાભાષ્ય એવું નામ આપ્યું છે. - ભગવાનદાસ
આ “અમૃત જ્યોતિ' મહાભાષ્ય લેખકે - (વિવેચન લેખક) ગુજરાતીમાં આ કળશકાવ્ય રચનાનો કંઈક રસાસ્વાદ જનતા માણી શકે એવા ભાવથી સમશ્લોકી ભાષાનુવાદ ઉપરાંત આ કળશ કાવ્યોનો અર્થ વિભાવન રૂપ સ્વાર્થ પ્રકાશતો ય કિંચિત્ આશય ઝીલી અત્રે ગુર્જરીમાં “પદ રચવાનો ઉપક્રમ કર્યો છે, અને આ શ્રી અમૃતચંદ્રાચાર્યજીની મૂળ કળશકાવ્ય રચના પરથી ઉતારેલ છે. તેની પુણ્ય સ્મૃતિ અર્થે તેને “અમૃત પદાવલી” એવું નામ આપ્યું છે. આ પ્રથમ કળશકાવ્યનો આશય ઝીલતું આ પ્રથમ “અમૃત પદ” “નમન હો સમયસાર પ્રતિ’ - અત્રે પ્રારંભમાં મથાળે મૂક્યું છે, તેમજ અન્યત્ર પણ જે તે સ્થળે તે તે કળશના અનુસંધાનમાં તેમ મૂકવામાં આવશે.- ભગવાનદાસ